ભાજપનો ભડકો શાંત થયો, પીઢ સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું પરત ખેંચ્યું, મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ થયાં મનામણા

આ રાજકારણમાં થાય એટલું ઓછું, કારણ કે લોકો એવું કહે છે કે રાજકારણ કરવા કરતાં બીજું બધુ જ કરવું સારુ. ત્યારે હાલમાં કંઈક એવો જ કિસ્સો સામે આવ્યો છે કે જેમાં આખું ગુજરાત જોતું રહી ગયું છે. કાલની જ વાત છે કે ભાજપના વિવાદાસ્પદ સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપ્યું હતું. પરંતુ પક્ષ પ્રમુખે રાજીનામાનો અસ્વીકાર કર્યો હતો. ત્યાર બાદ આજે મનસુખ વસાવા અને મુખ્યમંત્રી વચ્ચે અડધો કલાકથી વધુની બેઠક મળી હતી અને મામલો થાળે પડી ગયો હતો. મનસુખ વસાવાની લાગણી અને માંગણી અંગે સરકારે હકારાત્મક પ્રતિભાવ આપતાં અંતે મનસુખ વસાવા માની ગયાં હતાં અને રાજીનામું પરત ખેંચ્યું હતું.

image source

જો મનસુખ વસાવા વિશે વિગતે વાત કરીએ તો ભરૂચ-નર્મદા જિલ્લામાં છેલ્લી 6 ટર્મથી સતત લોકસભાના સાંસદ તરીકે ચૂંટાઇ આવતાં મનસુખ વસાવા તેમની બોલી અને પત્ર લખવા માટે ખુબ જ પ્રચલિત છે. જો કે, મંગળવારે તેમણે પક્ષમાંથી રાજીનામું આપવાનો ધડાકો કરતાં ભાજપ પક્ષમાં હડકંપ મચી ગયો છે. બીજી તરફ સ્થાનિક રાજકીય પક્ષોમાં પણ સાંસદના રાજીનામાથી સળવળાટ થયો છે. આખાબોલા અને પોતાના જ પક્ષની સરકાર સામે પ્રશ્નો કરનારા સાંસદ મનસુખ વસાવાએ ગઈ કાલે મંગળવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને પત્ર લખી તેમણે પક્ષનો આભાર માનવા સાથે તેમની ભુલના કારણે પક્ષને નુકશાન ન પહોંચે તે માટે રાજીનામું આપવાની વાત કરી હતી. અને સાંસદ મનસુખ વસાવાએ પક્ષમાંથી રાજીનામું પણ આપી દીધું હતું.

image source

કહેવામાં આવી રહ્યું હતું કે વસાવા છેલ્લા કેટલાંક સમયથી ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે સરકારમાં રજૂઆત કરી રહ્યાં છે. ભાજપનું મોવડીમંડળ તેમને મનામણાં કરી રહ્યું છે. જો કે, તેમણે પક્ષમાંથી અને સાંસદ પદેથી રાજીનામું આપી દેવાનો સ્પષ્ટ નિર્ધાર કરી લીધો હોવાનું જણાવ્યું છે. તેમની સાથે સાગબારા તાલુકા સંગઠનના 29થી વધુ હોદ્દેદારો, કાર્યકરોએ પણ રાજીનામા આપ્યા હોવાની પણ વાત સામે આવી હતી. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ઈકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન સરકાર હલ કરવાની દિશામાં સરકાર પ્રયાસ કરી છે, અને વહેલી તકે હલ પણ થઈ જશે.

image source

વસાવાનું કહેવું છે કે વનમંત્રી ગણપત વસાવા સાથે વાત પણ મારી ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે વાત થઈ છે.આ પ્રશ્ન ગંભીર છે ભારત સરકાર સાથે જોડાયેલો પ્રશ્ન છે.ઈકો સેન્સિટિવ ઝોન સ્થાનિક વહીવટી તંત્રનું ઉતાવળું પગલું હતું, પણ સરકાર એ પ્રશ્ન હલ કરશે. હું પક્ષમાંથી રાજીનામુ આપું છું પણ ભાજપ કાર્યકરોને માર્ગદર્શન આપતો રહીશ. હું કોઈ પણ સંજોગે મારુ રાજીનામુ પરત નહિ ખેચુ.આ વિશે વાત કરતાં વસાવાએ જણાવ્યું હતું કે નાદુરસ્ત તબિયતને લીધે હું મારા મતવિસ્તાર વધુ પ્રવાસ કરી શકું એવી સ્થિતિમાં નથી, મારા વિસ્તારના લોકોના પ્રશ્નો પણ હું હલ કરી શકું એમ નથી. હું ભાજપ પક્ષ અને મારા મત વિસ્તારના લોકોને જો ન્યાય ન આપું તો મારે પક્ષમાં રહેવાનો કોઈ અધિકાર નથી. મને ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી છે. મનસુખ વસાવા નહિ હોય તો પાર્ટી નહિ ચાલે એવું બિલકુલ નથી, પક્ષની તાકાત જ એટલી છે કે કોઈ વ્યક્તિની જરૂર નથી પડતી.

image source

પત્ર અંગે સી આર પાટીલે કહ્યું હતું કે મનસુખ વસાવાએ રાજીનામું નથી આપ્યું આપવાની વાત કહી છે મને પત્ર મળ્યો છે. મનસુખ વસાવાનો ઇકો સેન્સિટીવી ઝોનનો પ્રશ્ન હતો કે જે કેન્દ્ર સરકારે ઘણા વર્ષો પહેલા જ જાહેર કરી દીધો છે પણ સ્થાનિક કલેકટર દ્વારા કાચી એન્ટ્રી કરવામાં આવી છે. જેને લઈને ઘણા લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે જે ભ્રમ દૂર કરવા અમે પ્રયત્ન કરીશું. તે ખૂબ સેન્સિટિવ માણસ છે અને તે સારું કામ કરી રહ્યા છે. મને ગર્વ છે બીજેપી પાસે આવા સાંસદ છે. પાટીલે કહ્યું તેને જો બીજી રીતે જોઈએ તો મનસુખ વસાવાની નારાજગી અંગે પાર્ટી અને સરકાર માહિતગાર હતી જ અને તેના પ્રશ્નને લઈને હવે પગલાં લેવામાં આવશે. પાર્ટીના જ કેટલાક નેતાઓ ચર્ચા કરી રહ્યા છે કે મનસુખ વસાવા અગાઉ અનેક વખત સરકાર સામે નિવેદન કરી ચૂક્યા છે. હાલમાં તેમણે પત્ર લખ્યો છે પણ તે એટલા જલ્દી માનશે નહીં પરંતુ તેને મનાવવાના તમામ પ્રયાસ કરવામાં આવશે અને ઘી ના ઠામ માં ઘી રેડાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત