ભાજપના આ અનેક નેતાઓ કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા મંત્રી અને કાર્યકરોમાં ફફડાટ

રેલીઓમાં નિયમ ભંગ કરવાના કારણે સતત રહ્યા હતા વિવાદમાં

ગાંધીનગર જિલ્લા અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સચિવાલયના અધિકારીઓ અને કર્મયોગીઓના કોરોના માટેના રેપીડ એન્ટીજન ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સચિવાલય ખાતે ફરજ બજાવતા કર્મયોગીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં આવેલા સચિવાલય ખાતે હાલની કોરોનાની મહામારીને જોતાં સચિવાલયમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની કોરોના અંતર્ગત સ્ક્રીનીંગની કામગીરી જિલ્લા તથા કોર્પોરેશનની કુલ 12 ટીમો કરી રહી છે. આ ટેસ્ટિંગ 13 તારીખ સુધી થશે.

image source

તેવામાં આજે ભાજપ માટે સૌથી ચિંતાજનક દિવસ સાબિત થયો છે કારણ કે આજે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત આઠ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જેના કારણે પક્ષમાં સચિવાયલમાં રીતસર ખળભળાટ મચી ગયો છે. સી આર પાટીલ સિવાય ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા સહતિ અન્ય 8 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે જ નેતાઓ અને કર્મચારીઓનું કમલમ જવાનું બંધ કરાવી દેવામાં આવ્યું છે અને સેનિટાઈઝેશન સહિતની કામગિરી હાથ ધરવામાં આવી છે.

image source

ઉલ્લેખનીય છે કે સી.આર.પાટીલની જ્યારથી ભાજપ પ્રદેશ પ્રમુખ પદે નિયુક્ત થયા છે ત્યારથી તેઓ સતત પ્રવાસ કરી રહ્યા છે. પહેલા તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા. ત્યારબાદ 2 તારીખથી તેઓ અંબાજી દર્શન કરી ઉત્તર ગુજરાતના પ્રવાસે ગયા હતા. આ તમામ પ્રવાસ દરમિયાન તેમની સાથે પક્ષના મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારો સતત જોવા મળ્યા હતા. તેમની રેલી અને પ્રવાસ પણ સતત વિવાદમાં રહ્યા છે કારણ કે તેમના પ્રવાસ દરમિયાન સોશિયલ ડિસ્ટંસ જાળવવામાં આવ્યું નહીં અને જાણે કોરોના હોય જ નહીં તે રીતે કાર્યકરો વર્તન કરી રહ્યા હતા.

image source

આ અંગે વધુમાં જાણવા મળ્યાનુસાર આજે સી.આર. પાટીલ નબળાઈ જણાતા તેઓ એપોલો હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા ગયા હતા. જ્યાં તેમનું સિટી સ્કેન કરવામાં આવ્યું અને પછી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમને હાલ અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

image source

આજે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા ઉપરાંત પ્રદેશ કાર્યાલયના મંત્રી પરેશ પટેલ, મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોના રાવલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, સફાઈકર્મીઓને લાવનાર ડ્રાઈવર અને 2 સફાઈકર્મી કોરોના પોઝિટિવ આવ્યા છે. કમલમમાં કોરોનાના પોઝિટિવ કેસ વધતાં કાર્યાલયની બહાર બેરિકેડ લગાવવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત