Site icon News Gujarat

ભાજપના નેતાનો પુત્ર નશામાં ભૂલ્યો ભાન, કારની અડફેટે અનેક લોકોને લેતા થઇ ગયો ફરાર, જાણો ક્યાં બની આ ઘટના

મંગળવારે મોડી રાતે એક ખાસ ઘટના ઈન્દોરમાં ઘટી છે. અહીં એક ગાડીએ 10-12 લોકોને મોડી રાતે ગાડીની અડફેટે લીધા હતા. 25થી વધુ વાહન ચાલકો અને પોલીસે આ ગાડીનો પીછો કર્યો હતો અને પોલીસની ઘેરાબંધી તોડીને આરોપી ફરાર થયો છે. ભાજપના નેતાના પુત્રએ આ પહેલા પણ આ રીતે મારામારી કરીને આતંક ફેલાવ્યો છે. ફરિયાદી વિરુદ્ધ ધમકી આપવાનો પણ આરોપ લગાવાયો છે.

એમપીના ઈન્દોરના સ્થાનિક નેતા ફિરદોશ પટેલના પુત્ર ફેઝાને અડધી રાતે નશામાં ગાડી ચલાવને સડક પર આતંક મચાવ્યો છે. ફેઝાને અનેક ગાડીઓને ટક્કર મારી અને અનેક લોકોને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા છે. ઘટનાના કારણે અનેક વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. પોલીસ જ્યારે ફેઝાનને પકડી રહી હતી ત્યારે તેણે પોલીસને પણ ટક્કર મારી. નશામાં ફૂલ સ્પીડમાં ચલાવાઈ રહેલી કારનો 25 ગાડીઓએ પીછો કર્યો અને સાથે જ તે ભાગી છૂટ્યો હતો.

image source

પોલીસ દ્વારા મળી રહેલી માહિતી અનુસાર ફેઝાને નશાની હાલતમાં આ કામ કર્યું અને સાથે તેની જ બેકાબૂ કારે અનેક લોકોને નિશાન બનાવીને સ્થાનિકોમાં આતંક મચાવ્યો હતો. લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંઘાવવાની તૈયારી કરી અને તે પોલીસની ઝપેટમાંથી ભાગી છૂટ્યો હતો.

આ તમામ ગુના સિવાય આરોપીએ ફરિયાદ કરનારની જોડે મારામારી કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે આરોપીએ ગાડી રિવર્સ લેવાની કોશિશમાં મને ટક્કર મારી હતી, જેમાં મારા દીકરાનું મૃત્યુ થતા બચ્યું છે. આ પહેલા પણ ફૈઝાને આતંક મચાવ્યો છે.

image source

રસ્તામાં આવતા અનેક લોકોએ જેઓએ ફેઝાનની કારની ઘટના જોઈ તેઓએ કહ્યું છે કે નશાની હાલતમાં તેણે પોલીસની ઘેરાબંધીને પણ ટક્કર મારી હતી. અનેક વાહનો દ્વારા તેનો પીછો કરાયો તો આરોપીઓએ રસ્તામાં આવતા અનેક લોકોને અડફેટે લીધા. પોલીસ કર્મીના બાઈકને પણ તેણે ટક્કર મારી દીધી હતી.

ફેઝાન સહિતના આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ સિવાય સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને તેના આધારે પણ કાર્યવાહી કરાશે. 10-12 લોકોને અડફેટે લીધા જેમાં 4ના પગમાં ગંભીર ઈજા થઈ છે અને સાથે અનેક રીક્ષા અને બાઈકને પણ નુકસાન થયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version