Site icon News Gujarat

ભક્તિનગર પોલીસ સ્ટેશનની માતા 89 વર્ષિય વૃદ્ધાને પોલીસ સ્ટેશનનો સ્ટાફ નિયમિત રીતે ખવડાવે છે રોજ આઈસ્ક્રીમ

રાજકોટ પોલીસ સ્ટેશનમાં રોજ બે ટાઈમ આઇસક્રીમ ખાઈને આ વૃદ્ધા આપી જાય છે ખૂબ આશિર્વાદ

ભક્તિનગર પોલીસ સ્ટેશનની માતા 89 વર્ષિય વૃદ્ધાને પોલીસ સ્ટેશનનો સ્ટાફ નિયમિત રીતે ખવડાવે છે રોજ આઈસક્રીમ

image source

સમગ્ર દેશમાં ગઈ કાલે મધર્સડેની ઉજવણી કરવામાં આવી હતી. મોટા ભાગના લોકોએ પોતાના ફેસબુક સ્ટેટસ, વ્હોટ્સ એપ સ્ટેટસ વિગેરે પર પોતાની માતાની તસ્વીર કે પછી પોતાની માતા વિષે સુંદર શબ્દો લખી તેમનો આભાર માન્યો હતો. માતા-પુત્ર, માતા-પુત્રી વિષે તમે ઘણું વાંચ્યું સાંભળ્યું હશે પણ આજે અમે તમને એક અનોખી માતાની વાત કહેવા જઈ રહ્યા છીએ.

આ માતા રાજકોટના છે. અને તેમને રાજકોટના ભક્તિનગર વિસ્તારના પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે અનેરો સંબંધ છે. આ 89 વર્ષિય વૃદ્ધાને ભક્તિનગર પોલીસ સ્ટેશનની ‘માતા’ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમને માતા જેવો જ સ્નેહ આપે છે.

89 વર્ષિય આ વૃદ્ધા દીવસમાં બે વાર પોલીસ સ્ટેશન આવે છે અને ત્યાંનો સ્ટાફ તેમને આઇસ્ક્રિમ ખવડાવે છે અને તેણી પોલીસને આશિર્વાદ આપીને ત્યાંથી જતા રહે છે. છેલ્લા સાડાત્રણ વર્ષથી આ સીલસીલો ચાલુ છે. સામાન્ય રીતે આપણા જેવા સામાન્ય માણસોની એવી માન્યતા છે કે પોલીસવાળાઓ સાથે ન દુશ્મની સારી કે ન તો દોસ્તી સારી. પણ આ કિસ્સામાં તો પોલીસવાળા પોતાની દોસ્તી ખૂબ જ સુંદર રીતે નીભાવી રહ્યા છે.

image source

આ 89 વર્ષિય વૃદ્ધાનું નામ છે વિનુબેન અઢીયા. તેઓ રાજકોટની મેહુલ નગરની શેરી નંબર 6 માં રહે છે. અને રોજ બે વાર પોલીસ સ્ટેશને આવવું અને પોલીસના હાથે આઇસ્ક્રીમ ખાવો તે તેમનો નિત્યક્રમ બની ગયો છે. અને પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમને હોંશે હોંશે આઇસ્ક્રીમ ખવડાવે છે. તેમને રોજ આવકારે છે બેસવા માટે વ્યવસ્થિત જગ્યા આપે છે અને ત્યાર બાદ તેમને આઇસ્ક્રીમ ખવડાવે છે.

ભક્તિનગર પોલીસ સ્ટેશનના આખાએ સ્ટાફ અને વિનુવબેન વચ્ચે જાણે માતા-પુત્રનો સંબંધ બંધાઈ ગયો છે. એવું નથી કે તેઓ માત્ર આઈસ્ક્રીમ ખવડાવીને જવાબદારી પુરી કરે છે. પણ પોલીસ વિનુબેનના દીકરી સાથે વિડિયોકોલીંગ દ્વારા તેમની વાત પણ અવારનવાર કરાવતા રહે છે.

પોતાની શેરીએથી વિનુબેન ચાલતા પોલીસ સ્ટેશને આવે છે આઇસ્ક્રીમ ખાઈને પછી પાછા તેમના નિવાસસ્થાને પોલીસની ગાડી તેમને મુકી જાય છે.

image source

કોલકાતામાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચુક્યા છે વિનુબેન

આમ તો છેલ્લા 70 વર્ષથી વિનુબેન પોતાના કુટુંબ સાથે રાજકોટમાં વસેલા છે. પણ તેમનો કોલકાતા સાથે પણ સંબંધ છે. તેઓ કોલકાતાના બર્મમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી ચુક્યા છે. વિનુબેન ત્રણ સંતાનો ધરાવે છે. બે પુત્રી અને પુત્ર, એક પુત્રી કચ્છમાં પોતાના સાસરે છે જ્યારે એક પુત્રી અને એક પુત્રનુનં અવસાન થતાં તેઓ હાલ એકલું જીવન જીવી રહ્યા છે.

આ રીતે બંધાયો પોલીસ સ્ટેશન સાથેનો સંબંધ

image source

સાડા ત્રણ વર્ષો પહેલાં વિનુબેનના મકાન માલિક તેમને મકાન ખાલી કરવાની ધમકી આપતા હતા અને તેની જ ફરિયાદ કરવા તેઓ પોલીસ સ્ટેશન ગયા હતા. તે સમયે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વિરલદાન ગઢવીએ વૃદ્ધાની આપવીતી સાંભળી હતી અને એક ઉમદા વ્યક્તિ તરીકે તેમણે મકાન માલિકને મકાન ખાલી ન કરાવવા કહ્યું હતું. બસ તે જ સમયથી આ પોલીસ સ્ટેશનના પીઆઈ વિરલદાન ગઢવી અને વીનુબેન વચ્ચે માતા-પુત્ર જેવો સંબંધ બંધાઈ ગયો હતો. અને જ્યારે બે વર્ષ પહેલાં વીનુબેનની તબિયત લથડી હતી તે વખતે પણ આ પોલીસ સ્ટેશનના સ્ટાફે વીનુબેનની ખડે પગે સેવા કરી હતી. અને તેમને ફરી હરતા ફરતા સ્વસ્થ બનાવી દીધા હતા.

image source

સાડા ત્રણ વર્ષના એકધારા સંબંધના કારણે 89 વર્ષિય વૃદ્ધા ભક્તિનગર પોલીસ સ્ટેશનની મા તરીકે ઓળખાવા લાગ્યા છે. પોલીસનો સ્ટાફ તેમને દીકરાની જેમ સાંચવે છે, અને વૃદ્ધા પણ તેમને માતા જેવો સ્નેહ આપે છે. પોલીસ તેમને આર્થિક રીતે પણ ખૂબ મદદ કરે છે. એક દીકરાની જેમ જ તેમને કરિયાણું ભરી આપે છે અને તેમને મોબાઈલ ફોન પણ લઈ આપ્યો છે. પોલીસનું આ પાસુ તમે કદાચ ક્યારેય નહીં જોયું હોય. આવો પોલીસ સ્ટાફ એક સલામનો તો હકદાર બને જ છે.

source: divyabhaskar

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version