ભલે ઝાટકો લાગે પણ આ દંપતી ઝૂંપડી બનાવવાના વસુલે છે લાખો રૂપિયા, જાણો એવી તો શું ખાસિયત છે ઝૂંપડીમાં

ઝુંપડી શબ્દ સાંભળતાં આપણે સામાન્ય રીતે કોઈ ગરીબનું ઘર હોય તેવો ભાસ થાય છે પણ અહી જે ઝુંપડી વિશે વાત થઈ રહી છે તે આનાથી ખુબ જ વિપરીત છે. આ ઝુંપડી વિશે સાંભળીને તમારા હોશ ઉડી જશે. આ પતિ પત્નીએ પોતાની કળા દ્વારા આફતને અવસરમાં ફેરવી નાખી છે. મળતી માહિતી મુજબ તેમનુ નામ રમેશ જોગી છે. આ પતિ-પત્ની હવે વાંસની ઝૂંપડીઓ બનાવે છે અને તે પણ ડિઝાઇનર ઝૂંપડી. આવી ઝૂંપડીઓની સામાન્ય રીતે બંગલા કે હોટલોમાં ભારે માગ રહેતી હોય છે.

image source

હાલમા આવી ઝૂંપડીનો એવો ક્રેઝ છે કે તેના દ્વારા લાખોની કમાણી કરી શકાય છે. આબુ રોડ પર આ પ્રકારની એક ઝૂંપડી સાડાપાંચ લાખ રૂપિયામાં વેચાઈ ચૂકી છે. આ પરિવાર વિશે વાત કરવામા આવે તો ગ્રામ પંચાયત સોનાનીના પીથાપુરા જવાના રસ્તે 20 વર્ષથી તેઓ ઝૂંપડામાં રહેતા હતા. આ પછી રમેશ કુમાર જોગીની ઓળખ વાંસફોડિયા તરીકે ઓળખાય છે કારણ કે આ પરિવાર વર્ષોથી વાંસની ગૃહોપયોગની છાબડી જેવી વસ્તુઓ બનાવતો હતો. તેમનુ કહેવુ છે કે હાલ 50-100 રૂપિયા કમાવી આપતી આ વસ્તુઓની હવે ગામડાંમાં પણ ડિમાન્ડ નથી.

image source

વાત કરવામા આવે તેમના પરિવાર વિશે તો તેમની પત્નીનુ નામ ઉગમ દેવી છે અને તેમને 5 દીકરી અને 2 દીકરા છે. તે સમયે તો તેમના માટે રિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ ગયું હતું. આ વિશે રમેશ વાત કરે છે કે તેઓ આ કામ 25 વર્ષ પૂર્વે જયપુર અને ઉદયપુરમાં સંબંધીઓ પાસેથી શીખ્યા હતા. આ કામ માટે તેઓને મંડાર વિસ્તારમાથી વાંસનો થોડો જથ્થો મળી આવે છે અને આ માટેના તેમને વધારે ઓર્ડર જ્યારે મળે ત્યારે આસામથી તેઓ વાસ મંગાવે છે. તેમની ડિઝાઇનર ઝૂંપડીની તસવીરો પણ વાયરલ થઈ હતી.

image source

તેમની ડિઝાઇનર ઝૂંપડી વિશે વિગતે વાત કરવામા આવે તો આ ઝૂંપડીઓની ડિઝાઇન વરસાદના છાંટા પણ અંદર આવી ન શકે તેવી હોય છે. આ સાથે વાવાઝોડા જેવી સ્થિતિમા પણ તેને કોઇ જ પ્રકારનુ નુકસાન થતુ નથી. આ પ્રકારની ઝૂંપડીઓની વધારે માંગ માઉન્ટ આબુ તેમ જ ગુજરાતના પાલનપુર, મહેસાણા, સિદ્ધપુર સહિતનાં સ્થળોએ હોટલ, ઢાબા, ફાર્મ હાઉસ તેમ જ બંગલામાં મૂકવા માટે વધારે રહેતી હોય છે. જાણવા મળ્યુ છે કે તેઓ આવી એક ઝૂંપડી તૈયાર કરતાં ઓછામાં ઓછા 10 દિવસનો સમય લે છે. આ સાથે ઝૂંપડીઓને બનાવા માટે અને રંગોની સજાવટમાં રમેશ કુમારને તેમના પત્ની ઉગમ દેવી પણ મદદ કરે છે.

image source

તેમણે પોતાની આ સફર વિશે વાત કરતા કહ્યુ હતુ કે આ ઝૂંપડીઓ શરૂઆતમાં ગામ-કસ્બાના ઢાબા માટે વેચાતી હતી. આ પછી ધીમે-ધીમે તેની માગ મોટી હોટલોમા પણ થવા લાગી હતી. આ પછી જે રીતે માંગ વધી તે મુજબ આ ઝૂંપડીઓમા પણ ઘણા ફેરફાર કરવામા આવ્યા છે જેમ કે તેની ડિઝાઇનમાં ફેરફાર થયા, બાંધવાની રીત અને દેખાવ બદલાયો વગેરે. હવે આવી ઝૂંપડીઓ હોટલ-બંગલામાં વધારે રાખવામા આવતી હતી.

image source

આ વિશે રમેશ કહે છે કે મારવાડી, શાહી શૈલીની આ ઝૂંપડીઓ કોઇપણ પ્રકારની મશીનરીની મદદ વિના બને છે. વાત કરીએ તેની કિમત વિશે તો 45 હજારથી લઈને આ ઝૂંપડીઓ સાડા પાંચ લાખ રૂપિયા સુધીની બને છે. તે માટે જે પ્રકારે ઓર્ડર મળે તેવી બનાવામા આવે છે. હાલ આ રીતે આ પરિવાર મહિને 60 હજાર કમાઇ રહ્યો છે. જ્યારે શરૂઆતની સ્થિતિ હતી ત્યારે તેમણે ઘણી મુશ્કેલીઓ આવી પણ આજે તેઓ ઝૂંપડીઓ થકી ખુબ સારી કમાણી કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!