ભારતમાતાના સપૂતે દેશ માટે આપી જાન, 2 મહિનાના માસુમે ગુમાવી પિતાની છત્રછાયા

સોમવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં આતંકવાદી હુમલામાં જેસીઓ સહિત ભારતીય સેનાના 5 જવાનો શહીદ થયા હતા. બાતમીના આધારે સુરક્ષા દળોની ટુકડી આતંકવાદીઓની શોધ માટે પીર પંજાલના જંગલોમાં ગઈ હતી. જ્યાં તેમના પર આતંકીઓએ હુમલો કર્યો હતો.

આતંકી હુમલામાં સેનાના 5 જવાન શહીદ થયા

image soucre

પૂંછમાં થયેલા આતંકવાદી હુમલામાં નાયબ સુબેદાર જસવિંદર સિંહ, નાઇક મનદીપ સિંહ, કોન્સ્ટેબલ ગજન સિંહ, કોન્સ્ટેબલ સરજ સિંહ અને કોન્સ્ટેબલ વૈશાખ એચ શહીદ થયા હતા. તમને જણાવી દઈએ કે આમાંથી ત્રણ જવાન નાયબ સુબેદાર જસવિંદર સિંહ, નાઈક મનદીપ સિંહ અને સિપાહી ગજન સિંહ પંજાબના રહેવાસી હતા.

પંજાબના મુખ્યમંત્રીએ મદદની જાહેરાત કરી

image socure

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ શહીદ જવાનોના પરિવારજનોને 50 લાખ રૂપિયા અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે.

તમને જણાવી દઈએ કે આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મનદીપ સિંહ શીખ 11 રેજિમેન્ટમાં નાયકના પદ પર તૈનાત હતા. તે પંજાબના ગુરદાસપુર જિલ્લાના છઠ શિરા ગામના રહેવાસી હતા. તેની પત્નીનું નામ મનદીપ કૌર છે. તે પોતાના પાછળ માસુમ પુત્રોને છોડી ગયા છે. તેમાંથી એક 2 વર્ષનો છે અને બીજો માત્ર 2 મહિનાનો છે.

image soucre

બીજી બાજુ, શહીદ નાયબ સુબેદાર જસવિંદર સિંહ પંજાબના કપૂરથલાના રહેવાસી હતા. તેમના પરિવારમાં તેમની પત્ની રાજ કૌર અને તેમની પુત્રી સમરજીત કૌર છે. શહીદ સિપાહી ગજ્જન સિંહ રોપર જિલ્લાના રહેવાસી હતા. તેમના લગ્ન માત્ર 4 મહિના પહેલા થયા હતા.

તો બીજી તરફ જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સેનાનું ‘ઓલ આઉટ’ ઓપરેશન ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં સુરક્ષા દળોએ જમ્મુ -કાશ્મીરમાં ત્રણ એન્કાઉન્ટરમાં 5 આતંકીઓને ઠાર કર્યા છે. આમાંના કેટલાક આતંકવાદીઓ તાજેતરમાં નાગરિકોની હત્યામાં પણ સામેલ હતા. જો કે, આ ઓપરેશન દરમિયાન જેસીઓ સહિત 5 સેનાના જવાનો પણ શહીદ થયા છે.

ત્રણ એન્કાઉન્ટરમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા

image soucre

1. અનંતનાગ: સોમવારે સવારે થયેલા એન્કાઉન્ટરમાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો હતો. આ એન્કાઉન્ટર દરમિયાન જમ્મુ -કાશ્મીર પોલીસનો એક જવાન પણ ઘાયલ થયો હતો. અત્યાર સુધી આતંકી વિશે કોઈ માહિતી મળી નથી.

2. બાંદીપોરા: અનંતનાગ સાથે, સુરક્ષા દળોએ બાંદીપોરામાં આતંક વિરોધી ઓપરેશન હાથ ધર્યું. આ એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો હતો. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ ઇમ્તિયાઝ અહમદ ડાર તરીકે થઇ હતી, જે લશ્કર-એ-તૈયબા (ટીઆરએફ) સાથે સંકળાયેલો હતો. આ આતંકવાદી શાહગુંડમાં એક સામાન્ય નાગરિકની હત્યામાં સામેલ હતો.

image soucre

3. શોપિયાં: સેનાએ મોડી રાત્રે જિલ્લાના તુલરાન વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. કેટલાક કલાકો સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓના નામ દાનિશ અહમદ, યાવર અહેમદ અને મુખ્તાર અહેમદ છે. આતંકીઓ પાસેથી બે પિસ્તોલ અને એક એકે -47 પણ મળી આવ્યા છે. મુખ્તાર અહમદ ગંદરબલમાં એક નાગરિકની હત્યામાં સામેલ હતો.