ભારત બંધની અસર રાજ્યના અનેક વિસ્તારમાં જોવા મળી, અમરેલીમાં દુકાનો બંધ કરાવવા નિકળેલા પરેશ ધાનાણીની અટકાયત, પોલીસ સાથે તુતુ- મેમે

આજે ઓલ ઈન્ડિયા ખેડૂત સંકલન સમિતિએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ બંધના સમર્થનમાં કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષો છે. ખેડૂતો છેલ્લા 12 દિવસથી દિલ્હી ખાતે કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન યથાવત રીતે કરી રહ્યા છે, ત્યારે ધરણા અને પ્રદર્શન વચ્ચે આજે એટલે કે 8મી ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારે બીજી તરફ બંધની અસર વહેલી સવારે રાજ્યમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે કિસાનોએ આપેલા ભારત બંધના પગલે અમદાવાદ જિલ્લા કોંગ્રેસે વહેલી સવારે અમદાવાદ-કંડલા હાઈવે પર પ્રદર્શન કર્યું જ્યારે બીજી તરફ , વડોદરા, ભરૂચ સહિતના હાઈવે પર પ્રદર્શન કર્યું હતું અને તંત્ર ઉઁઘતુ ઝડપાયું હતું.

ભરૂચ-દહેજ હાઈવે પર ટાયર સળગાવાયા

image source

ત્યારે આજે ગુજરાતમાં પણ ભારત બંધના વડોદરા નેશનલ હાઈવે, અમદાવાદ માળીયા સ્ટેટ હાઈવે પર સાણંદ પાસે અને ભરૂચ-દહેજ હાઈવે પર ટાયર સળગાવાયા છે અને ચક્કાજામ કરાયો હતો, દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બાની અટકાયત કરાઈ છે, આ સિવાય રાજકોટના મહિલા કોગ્રેસ પ્રમુખની અટકાયત કરાઈ છે. જેમાં અમદાવાદ કંડલાને જોડતા હાઈવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો. વહેલી સવારે ટાયરો સળગાવી અને આડશો મૂકીને આ હાઇવે બંધ કર્યો. અમદાવાદ જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ આ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. વહેલી સવારે કોંગી કાર્યકરો પહોંચી જતા પોલીસ પણ ઉંઘતી ઝડપાઇ હતી. જો કે બાદમા પોલીસે પહોંચીને કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. ટાયરો સળગાવતા હાઇવે પર વહેલી સવારે વાહનોની કતાર લાગી હતી.

પરેશ ધાનાણીની અટકાયત કરવામાં આવી

image source

અમરેલીમાં વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસે આપેલા સમર્થનને લઈને પરેશ ધાનાણી વેપારીરીઓને બંધ પાળવાની વિનંતી કરવા નિકળ્યા હતા. જોકે તે સમયે પોલીસ દોડી આવી અને પોલીસ તેમજ પરેશ ધાનાણી વચ્ચે તુતુ-મેંમેં થઈ હતી. જોકે પરેશ ધાનાણી પોતાનું સ્કુટર લઈને પોલીસ કાફલાની વચ્ચેથી નીકળી ગયા હતા.જે બાદ પરેશ ધાનાણી આગળ અને પોલીસ તેમને પકડવા માટે પાછળ દોડી હતી.

ગાંધીનગરમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સૂર્યાસિંહ ડાભીની અટકાયત

image source

ભારત બંધના અગાઉની રાતે ગાંધીનગરમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સૂર્યાસિંહ ડાભીની અટકાયત બાદ LCBએ લઈ જવાયા હતા, રાતે જ ગાંધીનગર મહાનગર પાલિકાના વિરોધપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા સહિત 4ની અટકાયત કરવામાં આવી હતી. કૃષિ બિલના વિરોધ વડોદરા નજીક પણ હાઇવે પર કોંગ્રેસે વહેલી સવારે વિરોધ કર્યો હતો. ખેડૂત આંદોલનના સમર્થનમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા હાઇવે પર ચક્કકાજામ કરાયો હતો. વહેલી સવારે ટાયરો સળગાવી આ વિરોધ કરાયો હતો.

અમદાવાદ હાઈવે પર ટાયરો સળગાવી વિરોધ

image source

તો બીજી તરફ સાણંદમાં સવારે 7 વાગ્યે માળીયા અમદાવાદ હાઈવે પર ટાયરો સળગાવી વિરોધ કરનારાને પોલીસે ડિટેઈન કર્યા હતા. ભરૂચ અને દહેજને જોડતા માર્ગ ઉપર કોઈ અજાણ્યા તત્વો દ્વારા ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો, ટ્રાફિકજામ થયો હતો. જ્યારે ભરૂચના વડદલા APMC શાક માર્કેટ ધમધમતું, મહમદપુરા APMCની 500થી 700 દુકાનોના વેપારીઓએ બંધ પાળ્યું હતું. દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બાની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ભારત બંધમાં રાજકોટ બેડી યાર્ડ નહીં જોડાવા જાહેરાત છતાં 9 વાગ્યે યાર્ડમાં એકેય દુકાન ખુલ્લી નથી.

કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓની ધરપકડ

ગોંડલ શહેરમાં જિલ્લા પોલીસ વડાએ સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા, NH પર ચુસ્ત બંદોબસ્ત

રાજકોટ મહિલા કોંગ્રેસ શહેર પ્રમુખ મનીષાબાવાળા સહિત 5થી 7 મહિલાની કરી અટકાયત

image source

રાજકોટમાં કોંગ્રેસના આગેવાનો બંધને સમર્થન આપવા દુકાન બંધ કરાવવા નીકળતા ગાયત્રીબાની અટકાયત કરવામાં આવી છે. સંતરામપુરમાં પૂર્વ ધારાસભ્ય જી એમ ડામોરને તેમના નિવાસે પોલીસે નજરકેદ કર્યા છે. જામનગરમાં લાલપુર પાસે હાઈવે પર ચક્કાજામનો પ્રયાસ કરનાર 10 કોંગીઓની અટકાયત કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદ AMC વિરોધપક્ષના નેતા કમળાબેન ચાવડા તેમજ અન્ય લોકોને ડિટેન કરવામાં આવ્યા છે. વેરાવળમાં બજારો બંધ કરાવવા નીકળેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનસુખ ગોહેલ સહિત કોંગી આગેવાનો-કાર્યકરોની પોલીસે અટકાયત કરવામાં આવી છે.

વડોદરામાં કોંગ્રેસ દ્વારા પ્રદર્શન

image source

ભારત બંધના સમર્થનમાં વડોદરામાં કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેને પગલે વડોદરા નજીક નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજથી તરસાલી તરફના હાઈવે પર કોંગ્રેસે ટાયરો સળગાવીને વિરોધ કર્યો હતો. જેના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. નવા કૃષિ કાયદાના વિરુદ્ધમાં આજે 8 ડિસેમ્બરે ઓલ ઈન્ડિયા ખેડૂત સંઘર્ષ સંકલન સમિતિએ બંધના એલાનની જાહેરાત કરી છે. એના સમર્થનમાં કોંગ્રેસ સહિતના 20 જેટલા રાજકીય પક્ષો અને 10 ટ્રેડ યુનિયન પણ જોડાયાં છે. ખેડૂત નેતા બળદેવસિંહ નિહાલગઢે કહ્યું હતું કે, બંધ સવારથી સાંજ સુધી અને ચક્કાજામ બપોરે 3 વાગ્યા સુધી રહેશે. એમ્બ્યુલન્સ અને લગ્નનાં વાહનોને જવા દેવાશે. સરકાર સાથેની હવે પછીની વાટાઘાટો 9મી તારીખે યોજાવાની છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત