Site icon News Gujarat

ભારતમાં આવેલા છે આ કુદરતી સૌંદર્યથી ભરપુર ટાપુઓ, જેમાં ખાસ લેજો ગુજરાતમાં આવેલા આ ટાપુની મુલાકાત

હરવા ફરવાના શોખીન લોકોને તો બસ ફરવા જવાનું બહાનું જોઈએ. વળી, અમુક લોકો ફરવા માટે વિશેષ સ્થળની પસંદગી જ કરતા હોય છે. ભારતમાં ઘણી પ્રાચીન ઇમારતો અને જોવાલાયક સ્થળો આવેલા છે પણ સાથે જ પ્રાકૃતિક સ્થળો પણ છે.

image source

ભારતમાં આવેલ આ સ્થળોની સુંદરતાને જોવા અને માણવા માટે ફક્ત ભારત દેશમાંથી જ નહીં પણ વિદેશમાંથી પણ પર્યટકો આવતા હોય છે. ભારતમાં એવા અનેક ખુબસુરત આઇલેન્ડ પણ છે જેની સુંદરતા વિદેશના પર્યટકોને પણ પોતાની તરફ આકર્ષિત કરે છે. ત્યારે આજના આ ટ્રાવેલ સંબંધી આર્ટિકલમાં અમે આપને ભારતમાં આવેલા અમુક લાજવાબ આઇલેન્ડ વિશે માહિતી આપવાના છીએ કે જ્યાંના ફક્ત ફોટાઓ જોઈને પણ તમને ત્યાં રૂબરૂ જવાનું મન થઇ જશે. તો આ આઇલેન્ડ ભારતમાં ક્યાં ક્યાં આવેલા છે અને તેની વિશેષતાઓ શું શું છે ? ચાલો વાત કરીએ.

image source

દિવ આઇલેન્ડ, ગુજરાત

લભારતના આઇલેન્ડની વાત આપણે આપણા ગુજરાતમાં જ આવેલા દિવ આઈલેન્ડથી જ શરૂ કરીએ. દિવ આઇલેન્ડ કાઠિયાવાડ પ્રાયદ્વીપના દક્ષિણી કાંઠે આવેલું છે. આ આઇલેન્ડમાં પોર્ટુગીઝ સંસ્કૃતિ અને ગુજરાતી સમાજનું મિશ્ર સ્વરૂપ જોવા મળશે. અહીં ફરવા આવવા માટેનો સૌથી સારો સમય માર્ચથી જુલાઈ સુધીનો હોય છે. ઉનાળાની ઋતુમાં અહીંનું સરેરાશ તાપમાન 31 ડિગ્રી જેટલું હોય છે.

image source

બૈરન આઇલેન્ડ, અંદમાન

બૈરન આઇલેન્ડ અંદમાનમાં આવેલો છે. આ ટાપુ ભારતમાં સ્થિત એકમાત્ર સક્રિય જ્વાળામુખી ધરાવતો ટાપુ છે. આ ટાપુ પર રહી શકાય તેવી કોઈ મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી. આ ટાપુ અંદમાનના ટાપુઓ પૈકી સૌથી પૂર્વનો ટાપુ છે.

image source

માજુલી, અસમ

અસમ રાજ્યમાં બ્રહ્મપુત્ર નદીમાં સ્થિત માજુલા આઇલેન્ડ વિશ્વનો સૌથી મોટો રિવર આઇલેન્ડ છે. આ આઇલેન્ડ ઉત્તરમાં સુબનસીરી નદી અને દક્ષિણમાં બ્રહ્મપુત્ર નદી દ્વારા બનેલ છે. તેને 16 મી શતાબ્દી બાદના અસમ રાજ્યની સાંસ્કૃતિક રાજધાની તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખૂબસૂરત આઇલેન્ડના નજારા જોઈને તમારું દિલ ખુશ થઈ જશે.

image source

સાઓ જેસીંટો

મોરમુગાઓ ખાડીમાં સ્થિત સાઓ જેસીંટો એક નાનકડો ટાપુ છે. આ આઈલેન્ડ બોગમાલો સમુદ્ર તટથી લગભગ 7 કિલોમીટરના અંતરે આવેલ છે. આ આઇલેન્ડ મનમોહક અને જોવાલાયક પ્રાકૃતિક સુંદરતાનો લાજવાબ નમુનો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version