Site icon News Gujarat

ભારતના આ 9 ચમત્કારિક મંદિર, જેનું રહસ્ય આજે પણ છે અકબંધ

ભારતમાં લાખોની સંખ્યામાં મંદિરો આવેલા છે. કોઈ પણ એવુ સ્થાન ન હોય જ્યાં મદિર ન હોય. ભારતમાં આવેલા કેટલાક મંદિરો હજારો વર્ષ જૂના છે. તેમાના કેટલાક મંદિરોમાં એવા રહસ્યો છુપાયેલા છે જેને જાણીને તમે પણ ચોંકી જશો, ઘણાના રહસ્યો આજે પણ વણ ઉકેલ્યા છે. આજે અમે તમને આવા જ કેટલાક રહસ્યમય મંદિરો વિેશે જમાવીશું જેને જામીને તમે ચોંકી જશો.

1. જ્વાલા જી મંદિર, કાંગરા

image source

જ્વાલા જીનું મંદિર હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લામાં સ્થિત છે. આ મંદિર મુખ્ય શક્તિપીઠોમાંનું એક એક છે, એવું કહેવામાં આવે છે કે માતા સતીની જીભ આ સ્થળે પડી હતી, તેથી આ મંદિર આ સ્થાન પર બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં એક જ્યોત છે જે 100 વર્ષથી વધુ સમયથી સતત સળગતી રહી છે, જે દરેકને આશ્ચર્યચકિત કરે છે. ભક્તો તેને માતાનો ચમત્કાર માને છે, જ્યારે વૈજ્ઞાનિકોએ દલીલ કરી છે કે આ જ્યોતને સતત સળગાવવાને કારણે જમીનની નીચે મિથેન ગેસ રહે છે.

2. ઓમ બન્ના (બુલેટ બાબા), રાજસ્થાન

આ અનોખુ મંદિર રાજસ્થાનના જોધપુર અને પાલી હાઇવેથી 20 કિલોમીટરના અંતરે છે. આની વાર્તા 1988ની સાલમાં શરૂ થાય છે જ્યારે પાલી ગામ નજીક ચોટીલા ગામે રહેતા ઓમ બન્ના નામના વ્યક્તિ બુલેટથી તેના સાસરિયાના ઘર તરફ જઇ રહ્યો હતો પરંતુ દુર્ભાગ્યવશ તેનુ બુલેટ ઝાડ પર અથડાયુ અને અકસ્માત સર્જાયો હતો અને ઓમ બન્નાનું અવસાન થયું.

image source

ત્યારબાદ પોલીસે અકસ્માત સ્થળથી બુલેટ પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી પરંતુ બીજા દિવસે સવારે રહસ્યમય રીતે બુલેટ અકસ્માત સ્થળે પહોંચી ગઈ, પોલીસને લાગ્યું કે કોઈએ જાણી જોઈને કર્યું હશે, તેઓ ફરીથી બુલેટને લાવીને પોલીસ સ્ટેશનમાં રાખ્યું પણ ફરીછી સવારે બુલેટ પાછુ અકસ્માત સ્થળે પહોંચી ગયું. પછી પોલીસે બુલેટને સાંકળ વડે બાંધી રાખ્યું પરંતુ તેમ છતા બુલેટ ફરીથી અકસ્માત સ્થળે પહોંચી ગયું. આ ફરીવાર બનતું જોઈને પોલીસ અને સ્થાનિક લોકોએ તેને એક ચમત્કાર ગણાવ્યો અને ઓમ બન્નાનો જે જગ્યા પર અકસ્માત થયો હતો તે જગ્યાએ બુલેટ સ્થાપિત કરવામાં આવ્યુ અને ત્યાં એક મંદિર બનાવવામાં આવ્યું હતું. અને તે મંદિર આજે પણ આવેલું છે અને લોકો આ મંદિરની મુલાકાત માટે દૂર-દૂરથી આવે છે અને માને છે કે આ મંદિરમાં દરેકની મનોકામના પૂર્ણ થાય છે.

3. લેપાક્ષી મંદિર, આંધ્રપ્રદેશ

image source

ભગવાન શિવના વીરભદ્ર સ્વરૂપની પૂજા આંધ્રપ્રદેશમાં આવેલા લેપાક્ષી મંદિરમાં થાય છે. આ મંદિરમાં 70 સ્તંભો છે, જેમાંથી એક થાંભલો હવામાં લટકી રહ્યો છે અને આના કારણે જ આ મંદિરને વિશેષ માનવામાં આવે છે. આ હવામાં સ્તંભ લટકાવવાને કારણે તેને ‘હેંગીંગ પીલર ટેમ્પલ’ પણ કહેવામાં આવે છે. લોકોમાં એવી માન્યતા છે કે આ સ્તંભ નીચે કાપડને પસાર કરવાથી ઇચ્છાઓ પૂર્ણ થાય છે, તેથી જ ઘણા ભક્તો આ મંદિરની મુલાકાત લેવા આવે છે.

4. વીજળી મહાદેવ, કુલ્લુ

image source

વીજળી મહાદેવ મંદિર હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક પર્વતની ટોચ પર સ્થિત છે, જ્યાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ મંદિરની માન્યતા એવી છે કે દર 12 વર્ષ પછી આકાશમાંથી શિવલિંગ ઉપર વીજળી પડે છે, એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવના આદેશથી જ ઇન્દ્રદેવ આ વીજળી પાડે છે. વીજળી પડવાથી શિવલિંગ તૂટી જાય છે, ત્યારબાદ પુજારી શિવલિંગને માખણથી ફરી જોડે છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવ પોતાના ઉપર વીજળી એટલા માટે પડાવે છે જેથી તે પૃથ્વી અને મનુષ્યને બધી મુશ્કેલીઓથી સુરક્ષિત કરી શકે અને તેથી શિવ તેમના પર આવતી મુશ્કેલીઓ લઈ લે છે.

5. હઝરત કમર અલી દરગાહ, પુના

image source

હઝરત કમર અલી દરવેશ દરગાહ શિવપુરી નામના ગામમાં બેંગ્લોર અને પુનાના હાઇવે નજીક આવેલી છે. આ દરગાહની સૌથી આશ્ચર્યજનક બાબત અહીં હાજર એક પથ્થર છે જેનું વજન લગભગ 90 કિલો છે. આ પથ્થરની વિશેષ બાબત એ છે કે ફક્ત 11 લોકો જ તેને તેની ઈન્ડેક્સ ફિંગરથી ઉપાડી શકે છે. જો તેને 11 આંગળીથી ઓછી કે અન્ય કોઈપણ આંગળીથી ઉપડવાનો પ્રયાસ કરવામાં આવે છે, તો તે ઉપાડી શકાશે નહીં. હવે આ પથ્થર હંમેશાં એટલો ભારે હોય છે કે કોઈ તેને કોઈ હલાવી શકતું નથી અને કેટલીક વખત તે એટલો હલકો થઈ જાય છે કે લોકો તેને એક આંગળીથી ઉપાડી શકે છે, આ પાછળનું કારણ હજી પણ લોકો માટે રહસ્ય છે.

6. ચિલકૂર બાલાજી મંદિર (Visa God) હૈદરાબાદ

image source

જો તમે પણ વિઝા મામલામાં ધક્કા ખાઇને કંટાળી ગયા છો, તો તમારે પણ આ મંદિરની મુલાકાત લેવી જ જોઇએ. ચિલ્કુર બાલાજી મંદિર હૈદરાબાદથી 30 કિમીના અંતરે સ્થિત છે. લોકોનું માનવું છે કે આ મંદિરમાં વિઝા માગવાથી વ્યક્તિને ખૂબ જલ્દી વિઝા મળે છે. આ જ કારણ છે કે આ મંદિરને વિઝા મંદિર પણ કહેવામાં આવે છે. દરરોજ હજારો ભક્તો આ મંદિરની મુલાકાતે આવે છે, પરંતુ તેમાંના મોટાભાગના ભક્તો વિઝા અથવા નોકરી મેળવવા માંગતા હોય છે અને એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં તમામ લોકોની ઇચ્છા પૂર્ણ થાય છે, તેથી જ આ મંદિરની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

7. શનિ શિંગણાપુર, મહારાષ્ટ્ર

image source

શનિ શિંગણાપુર એ શનિદેવ જીનું મંદિર છે જે અહમદનગર જિલ્લાના શિંગણાપુર ગામે આવેલું છે. આ ગામની વિશેષ વાત એ છે કે અહીં તમને કોઈ પણ ઘર, શાળા કે દુકાનમાં દરવાજો જોવા મળશે નહીં. અને દરવાજો ન હોવા છતાં ચોરીનો એક પણ કેસ અહીં સામે આવ્યો નથી. આ અજાયબીને કારણે આ ગામ આખી દુનિયામાં પ્રખ્યાત થઈ રહ્યું છે. આ ગામના લોકોનું માનવું છે કે શનિદેવ આ ગામની રક્ષા કરે છે, જેના કારણે અહીં કોઈ ગુનો થતો નથી. જો કોઈ ગુનો કરે છે તો પણ શનિદેવ પોતે જ તેને સજા કરે છે. આ ડરને કારણે આ ગામમાં કોઈ ગુનો કરવાની હિંમત કરતું નથી.

8. નિધિવન, વૃંદાવન

કૃષ્ણ નગરી વૃંદાવન વિશે બધાએ સાંભળ્યું જ હશે. આજે અમે તમને વૃંદાવનના એક મંદિરમાં સ્થિત નિધિવન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે રહસ્યોથી ભરેલું છે. સાંજ પછી, આ મંદિરના બધા દરવાજા બંધ થઈ જાય છે અને ભગવાન શ્રીકૃષ્ણ માટે પ્રસાદ અને રાધા જી માટે શ્રુંગાર રાખવામાં આવે છે અને કોઈને અહીં જવા દેવામાં આવતા નથી. નિધિવનમાં આશરે 16000 વૃક્ષો જોવા મળે છે, જે બધા વાંકા ચુકા છે, એવું કહેવામાં આવે છે કે આ બધાં વૃક્ષો શ્રી કૃષ્ણની ગોપીઓ છે, જેઓ રાતના સમયે તેમના રૂપમાં આવી જાય છે અને શ્રી કૃષ્ણ સાથે રાસ રમે છે અને સવારે ફરીથી વૃક્ષો બની જાય છે.

image source

નિધિવન વૃક્ષોની વિશેષ બાબત એ છે કે આ બધાં ઝાડ નીચે તરફ વળ્યા છે, જ્યારે ઝાડનો આકાર સામાન્ય રીતે સીધો હોય છે. આશ્ચર્યજનક વાત એ છે કે સાંજે મંદિરમાં રાખેલો પ્રસાદ સવારે વેરવિખેર જોવા મળે છે. ઘણા લોકો તેને ભગવાન શ્રીકૃષ્ણનો ચમત્કાર માને છે અને કેટલાક તેને અંધશ્રદ્ધા માને છે. એવું કહેવામાં આવે છે કે ઘણા લોકોએ રાત્રે આ મંદિરનું રહસ્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ કાં તો તે પાગલ થઈ ગયા અથવા મૂંગા થઈ ગયા, અને આ મંદિરનું રહસ્ય હજી ઉકેલું લાયું નથી.

9. રામેશ્વરમ

image source

રામેશ્વરમ જેમના કાંઠે એવા પત્થરો જોવા મળે છે, જે પાણીમાં પણ ડૂબતા નથી, જેનાથી દરેકને વિચાર આવે છે. અને તેનો ઇતિહાસ રામાયણ સાથે સંબંધિત છે, જે તમે બધાએ વાંચ્યું જ હશે. પરંતુ વિજ્ઞાન ધાર્મિક બાબતોમાં વિશ્વાસ કરવાનો ઇનકાર કરે છે અને તેઓ માને છે કે આ પથ્થર Pumice Stone છે જે જ્વાળામુખી વિસ્ફોટથી રચાયા છે, પરંતુ તેમની દલીલ પણ યોગ્ય જણાતી નથી કારણ કે આ સ્થાનની આજુબાજુ કોઈ જ્વાળામુખી નથી અને આ પથ્થર પ્યુમિસ પથ્થરથી પણ ભારે છે . તેમ છતાં હિન્દુ ધર્મના લોકો તેને ધાર્મિક દૃષ્ટિકોણથી જુએ છે, તે હજી પણ બાકીના વિશ્વ માટે રહસ્ય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version