ભારતમાં કોરોનાને કારણે 42 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, ન્યૂયોર્ક ટાઈમ્સનો રિપોર્ટ

ભારતમાં કોરોનાથી 42 લાખ લોકોના મોતની આશંકા, 70 કરોડથી વધુ લોકો સંક્રમિત થયા હશે, ન્યુયોર્ક ટાઇમસે રજૂ કર્યો અહેવાલ

છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી સમગ્ર દુનિયા કોરોનાની ઝપેટમાં આવેલી છે. ભારતમાં પણ કોરોનાનો પગપેસારો થયેલો ક છે. ભારતમાં અત્યાર સુધીમાં સત્તાવાર રીતે 2.69 કરોડ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, જ્યારે 3.07 લાખ લોકોને કોરોના ભરખી ગયો છે. જો કે મોતના આ આંકડાઓ કોરોના મહામારીનું અસલી ચિત્ર નથી દર્શાવતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને અનુમાન લગાવ્યું છે કે દુનિયામાં કોરોનાને કારણે મોતના આંકડા સત્તાવાર રીતે 2થી 3 ગણા વધુ હોય શકે છે. ભારતમાં સત્તાવાર રીતે ઓછા મોત રિપોર્ટ થયા હોવાની શક્યતા વધુ છે.

image source

એમોરી યુનિવર્સિટીના મહામારી વૈજ્ઞાનિક કાયોકા શિયોડા કહે છે કે ભારતમાં બધી જ હોસ્પિટલ હાઉસફુલ હતી. કોરોનાથી કેટલાય લોકોના મોત ઘરે જ થયા છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમા. આ મોત સત્તાવાર આંકડાથી બહાર થઈ જાય છે. ભારતમાં એવી લેબોરેટરીની પણ કમી છે, જે મોતનું સાચા કારણની પુષ્ટિ કરી શકે. કોવિડ-19થી પહેલાં પણ ભારતમાં દર પાંચમાંથી ચાર મોતની મેડિકલ તપાસ જ કરવામાં આવતી ન હતી.

ધ ન્યૂયોર્ક ટાઈમ્સે ભારતમાં કોરોનાના કારણે થયેલા મોતના સાચા આંકડાની શક્યતા લગાડવા માટે એક ડઝનથી વધુ એક્સપર્ટની મદદ લીધી છે. આ એક્સપર્ટે ભારતમાં મહામારીને ત્રણ સ્થિતિઓમાં વ્હેંચી છે- જેમાં સામાન્ય સ્થિતિ, ખરાબ સ્થિતિ અને ઘણી જ ખરાબ સ્થિતિ છે. રિપોર્ટ મુજબ સૌથી સામાન્ય સ્થિતિમાં પણ સંક્રમણ અને મોતના આંકડા સરકારી આંકડાથી અનેક ગણા વધારે જોવા મળે છે.

image source

સામાન્ય સ્થિતિમાં 40 કરોડથી વધુ સંક્રમિત

એક્સપર્ટસે બેસ્ટ કેસ સિનારિયોના આધારે માન્યું હતું કે કોરોના સંક્રમણના જે સત્તાવાર આંકડા જાહેર કરાયા છે તેનાથી 15 ગણા વધુ સંક્રમણ ફેલાયું છે. સંક્રમણથી મૃત્યુ દર પણ 0.15% માનવામાં આવ્યો હતો. આ આધારે મોતના આંકડા રિપોર્ટના આંકડાથી બમણા મળ્યા છે. આ આધારે એક્સપર્ટે અનુમાન લગાવ્યું કે દેશમાં 40.42 કરોડ લોકો સંક્રમિત થયા હશે અને તેનાથી 6 લાખ લોકોના મોત નિપજ્યા હશે.

ખરાબ સ્થિતિમાં લગભગ 54 કરોડ સંક્રમિત

image source

જો ભારતમાં એક કોરોના પોઝિટિવ કેસથી 20 લોકોમાં સંક્રમણ ફેલાયું અને મોતની દર 0.30% છે તો આ કેસમાં ભારતમાં કોરોનાથી મોતના આંકડા સત્તાવાર સંખ્યાથી 5 ગણા વધારે હોવા જોઈએ. સેન્ટર ફોર ડિસીઝ ડાયનમિક્સના ડાયરેક્ટર ડૉ.રમનન લક્ષ્મીનારાયણને કહ્યું કે ભારતમાં ઈન્ફેક્શન અને ડેથના આંકડા ઓછા ગણવામાં આવ્યા છે. તેમના કહેવા મુજબ આ સંભવિત સ્થિતિ સુધી પહોંચવા માટે ત્રણ અલગ-અલગ સોર્સથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેનાથી લગભગ 50-60 કરોડ લોકોને સંક્રમણ થયું હશે તેવી વાત સામે આવી રહી છે.

સૌથી ખરાબ સ્થિતિમાં 70 કરોડથી વધુ સંક્રમિત

આ સ્થિતિમાં એક કોરોના પોઝિટિવ કેસથી 26 ગણું વધારે સંક્રમણ થયું હશે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. સંક્રમણથી મૃત્યુ દરનું અનુમાન પણ 0.60% રાખવામાં આવ્યું છે. આ અનુમાન કોરોનાની બીજી લહેર અને દેશની ડગમગી ગયેલી સ્વાસ્થ્ય વયવસ્થાને જોતા લગાડવામાં આવ્યું છે. આ સ્થિતિમાં 70 કરોડ લોકો સંક્રમિત થયા હશે અને 42 લાખ લોકોના મોતની શક્યતા સેવવામાં આવી રહી છે.

image source

તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોના સંક્રમણ અને મોતના સાચા આંકડાઓનું અનુમાન લગાવવા માટે ત્રણ સીરો સર્વેના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સર્વે આખા દેશમાં અલગ અલગ સમયમાં કરવામાં આવ્યો છે. જે પણ કોરોનાથી સંક્રમિત હોય છે તેના શરીરમાં તેની સામે લડવા માટે એન્ટીબોડી બની જાય છે.

સીરો સર્વેમાં આ એન્ટીબોડીની તપાસ કરવામાં આવે છે. યેલ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના એસોસિએટ પ્રોફેસર ડેન વીનબર્ગરે કહ્યું કે સીરો સર્વેની કેટલીક મર્યાદા છે, પરંતુ વાસ્તવિક મોતના આંકડાની ગણતરી કરવામાં આ સૌથી વધુ ઉપયુક્ત ડેટા છે.

સંક્રમણથી ફેલાતી બીમારીઓના સંક્રમણને મોનિટર કરવા માટે સીરો સર્વે કરાવવામાં આવે છે. જેમાં કોઈ પણ સંક્રામક બીમારી વિરૂદ્ધ શરીરમાં પેદા થયેલા એન્ટીબોડીની માહિતી પણ મેળવવામાં આવે છે. કોરોનાકાળ દરમિયાન ભારતે ત્રણ સીરો સર્વે કરાવ્યા. ત્રણેયમાં તે ખ્યાલ આવ્યો કે કોરોનાના કન્ફર્મ મામલાની તુલનાએ હકિકતમાં સંક્રમિત થયેલા લોકોની સંખ્યા ઘણી જ વધારે છે.

image source

આ સીરો સર્વેના પરિણામમાં કહેવામાં આવ્યું કે ભારતમાં કોરોનાના દર્દીઓને લઈને જે આંકડા આપવામાં આવી રાજ્ય છે એના કરતાં સંક્રમણનો શિકાર થયેલા લોકોની હકિકતમાં સંખ્યા લગભગ 13.5થી 28.5 ગણી વધારે છે.

તમને જણાવી દઈએ કે આ આંકડા માત્ર ત્યાં સુધીના છે જ્યારે સર્વે કરાવવામાં આવ્યો હતા. સર્વે પછી પણ સંક્રમણ યથાવત જ હતું. જો સર્વેના સમયે પણ સંક્રમિતોનો આંકડો આ રીતે વધતો જ રહ્યો હશે તો એમ કહી શકાય કે ભારતની લગભગ અડધી જનસંખ્યા કોરોનાા ઝપેટમાં આવી હતી.

ડૉ. શિયોડા કહે છે કે, ભારતમાં કરાવવામાં આવેલા સીરો સર્વેની ગણતરી પણ હકિકતમાં કોરોના પોઝિટિવ કેસની તુલનાએ ઓછી જ હશે, કારણ કે એન્ટીબોડી બન્યા તેના મહિનાઓ પછી તે જાણવું મુશ્કેલ હોય છે કે તે વ્યક્તિને સંક્રમણ થયું હતું કે નહીં. તેથી આ સર્વેમાં યોગ્ય રીતે એ અંદાજ ન લગાવી શકાય કે તે ખાસ વ્યક્તિ સંક્રમિત થયો હતો કે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!