ભારતના દાનવીરોને શત શત નમન, પરમાર્થને કાજે વાપરી નાખ્યા કરોડો રૂપિયા, જાણો કોણે કેટલી રકમ ખુલ્લા મને આપી દીધી

વિપ્રો કંપનીના સંસ્થાપક અઝીમ પ્રેમજીએ નાણાકીય વર્ષ 2020-21માં કુલ 9713 કરોડ રૂપિયા એટલે કે 27 કરોડ રૂપિયાનું રોજ દાન કરી પરમાર્થ કાર્ય કરનાર ભારતીયોની યાદીમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. એડેલગિન હુરુન ઈંડિયા ફિલૈંથ્રોપી લિસ્ટ 2021 અનુસાર મહામારીથી પ્રભાવિત વર્ષ દરમિયાન પ્રેમજીએ પોતાના દાનમાં અંદાજે એક ચતુર્થાંશ વૃદ્ધિ કરી છે.

image soucre

અઝીમ પ્રેમજી પછી એચસીએલના શિવ નાડર બીજા સ્થાને આવે છે. જેમણે પરમાર્થ કાર્યો માટે ગત વર્ષે 1263 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

image soucre

જ્યારે વાત કરીએ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયંસ ઈંડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણીની તો તેમણે વર્ષ 2020-21માં પરમાર્થ કાર્યો માટે 577 કરોડ રૂપિયાનું યોગદાન કર્યું છે. આ સાથે તે દાનવીરોની યાદીમાં ત્રીજા સ્થાને છે.

image soucre

એડેલગિવ હુરુન ઈંડિયા ફિલૈંથ્રોપી લિસ્ટ 2021 અનુસાર કુમાર મંગલમ બિરલાએ 377 કરોડ રૂપિયા દાન કર્યા છે. આ સાથે જ આ લિસ્ટમાં તેમણે ચોથું સ્થાન મેળવ્યું છે.

image soucre

જ્યારે દેશના બીજા સૌથી અમીર વ્યક્તિ અને અદાણી ગૃપના પ્રમુખ ગૌતમ અદાણીએ આપદા રાહત માટે 130 કરોડ રૂપિયા દાન કર્યા હતા. આ સાથે જ તેઓ દાનકર્તાઓની આ યાદીમાં ગૌતમ અદાણી આઠમા સ્થાને છે.

image soucre

દેશના દાનવીરોની વાત કરીએ તો ટોપ 10 દાનકર્તાઓમાં હિંદુજા પરિવાર, બજાજ પરિવાર અને અનિલ અગ્રવાલ તેમજ બર્મન પરિવારનો સમાવેશ થાય છે. તે સાથે જ ઈન્ફોસિસના સહ-સંસ્થાપક નંદન નીલેકણીની રેકિંગમાં પણ સુધારો થયો છે. નાણાકીય વર્ષ 2020-21માં નંદન નીલેકણીએ 183 કરોડ રૂપિયા દાન કર્યા હતા. આ સાથે જ ઈન્ફોસિસના સહ સંસ્થાપક નંદન નીલેકણીએ આ યાદીમાં પાંચમુ સ્થાન મેળવ્યું છે.

image soucre

મહત્વનું એ પણ છે કે દેશના ટોચના દાનવીરોની યાદીમાં આ વર્ષે પણ અઝીમ પ્રેમજી મોખર રહ્યા છે. વિપ્રોના સંસ્થાપક અઝીમ પ્રેમજીએ ગત નાણાકીય વર્ષમાં કુલ 9713 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ દાન તેમણે વિવિધ મદદ માટે અને પરમાર્થના કામોમાં કર્યું છે. આ સિવાય ભારતના ટોચના દાનદાતાઓમાં હિંદુજા પરિવાર, બજાજ પરિવાર, અનિલ અગ્રવાલ અને બર્મન પરિવારનો સમાવેશ થાય છે.