લોકડાઉન ખુલ્યા બાદ ભારત ઈટલીના રસ્તે, કોરોના કુલ કેસ 10 લાખ પર પહોંચ્યા

ભારતમાં કોરોના દર્દીઓનો આંકડો દસ લાખને પાર, પાછળના ૨૪ કલાકમાં સામે આવ્યા ૩૫૦૦૦ કેસ.

ભારતમાં છેલ્લા ઘણા સમયથી સતત કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે. આવા સમયે હવે આ આંકડો દસ લાખને પાર કરી ગયો છે. ભારતમાં કોરોનાનું સંક્રમણ હવે રોકેટની ગતિએ વધી રહ્યું છે. હાલનો સમય દેશ માટે સૌથી ગંભીર છે, આ સ્થિતિની ગંભીરતા આ દસ લાખના આંકડા પરથી જ સમજી શકાય છે. જો કે મળતી માહિતી પ્રમાણે માત્ર એક જ દિવસમાં નવા કોરોનાના ૩૫૦૦૦ જેટલા કેસ નોધાયા છે.

image source

૨૪ કલાકમાં સૌથી વધારે ૩૪,૯૫૬ નવા કેસ નોધાયા

હાલમાં જ્યારે રાજ્ય અને દેશમાં કોરોના સંક્રમણના આંકડામાં સતત ઉછાળો આવી રહ્યો છે ત્યારે, સ્થિતિની ગંભીરતા સમજવા માટે દેશની પાછળના ૨૪ કલાકની સ્થિતિને સમજવી જરૂરી છે. પાછળના ૨૪ કલાકમાં આવેલા નવા કેસની સાથે ભારત હવે કુલ કોરોના સંક્રમિત કેસમાં દસ લાખને પાર થઇ ચુક્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવારના દિવસે જાહેર કરલા આંકડા પ્રમાણે વીતેલા ૨૪ કલાકના સમયમાં દેશભરમાંથી સૌથી વધારે એટલે કે ૩૪,૯૫૬ નવા કેસ નોધાયા છે. આ વધારા સાથે હવે દેશમાં કુલ કોરોના સંક્રમણ આંક ૧૦,૦૩,૮૩૨ થઇ ગયો છે. તો આ ૨૪ કલાકમાં દેશ ભરમાં લગભગ ૬૮૭ જેટલા લોકો મૃત્યુ પામ્યા છે, આ સાથે કુલ મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૨૫,૬૦૨ થઇ ગઈ છે.

image source

ભારતમાં કોરોનાનો રીકવરી રેટ ૬૩.૩૪ %

કોરોના વાયરસના વધતા પ્રકોપ સામે ભારતમાં સારા થવા વાળા લોકોની સંખ્યા દર ૧૦૦ દર્દીઓમાંથી ૬૪ જેટલા લોકોની છે, જે સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા છે. આ પ્રમાણે ભારત ભરમાં કોરોના મહામારી સામેનો રીકવરી રેટ ૬૩.૩૪ % જેટલો છે. આ રીકવરી રેટ સાથે ભારતમાં અત્યાર સુધી ૬,૩૫,૭૫૭ લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે હજુ પણ ભારતમાં ૩ લાખથી વધારે એક્ટીવ કેસ ચાલી રહ્યા છે, જેમાં સતત વધારો થઇ રહ્યો છે.

image source

મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ સૌથી વધારે

જો કોરોના સંક્રમણ બાબતે રાજ્યો આધારે જોઈએ તો મહારાષ્ટ્રમાં આ મહામારીનો પ્રકોપ સૌથી વધારે જોવા મળી રહ્યો છે. એકલા મહારાષ્ટ્રમાં જ પાછળના ૨૪ કલાકમાં ૮૬૪૧ નવા કેસ સામે આવ્યા છે. તો તમિલનાડુમાં આ આંકડો ૪૫૪૯ નવા કેસ સામે આવ્યા છે. તો કર્નાટકમાં ૪૧૬૯, આંધ્રપ્રદેશમાં ૨૫૯૩ અને ઉત્તર પ્રદેશમાં ૨૦૫૮ નવા કોરોનાના કેસ નોધાયા છે. આ દરમિયાન મૃત્યુ આંક પણ મહારાષ્ટ્રમાં ૨૬૬, કર્ણાટકમાં ૧૦૪, તમિલનાડુમાં ૬૯, દિલ્લીમાં ૫૮ અને આંધ્રપ્રદેશમાં ૪૦ લોકોએ જીવ ગુમાવ્યા છે.

image source

મહત્વની વાત એ સામે આવી રહી છે કે હવે કોરોના સંક્રમણમાં પ્રથમ પાંચ રાજ્યોમાંથી દિલ્લીનું નામ નીકળી ગયું છે. જો કે પાછળના કલાકોમાં દિલ્લીમાં ઝડપથી સુધાર જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ઉત્તરપ્રદેશ અને બિહારની સ્થિતિ ચિંતાજનક બનતી જઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત