ભારતમાં ભલે Tiktok પર પ્રતિબંધ હોય પણ આ બાબતે ફેસબુકને પણ છોડી પાછળ, જાણો તમે પણ

લગભગ દરેક સ્માર્ટફોન યુઝરના ફોનમાં અવનવી અને પોતાની પસંદગીની એપ્સ હોય છે. અમુક સમય પહેલા ભારતમાં ટિકટોક એપ લોકપ્રિય થઈ હતી. બાદમાં જ્યારે ભારતમાં જ્યારે ટિકટોક બંધ કરવામાં આવ્યું હતું ત્યારે કંપનીને થોડું ઘણું નુકશાન થયું હતું પરંતુ આજના દિવસે આ હોરત વિડીયો પ્લેટફોર્મ આખી દુનિયામાંથી પૈસા બનવી રહ્યું છે.

image soucre

જ્યારે ટિકટોકને ભારતમાં બંધ કરવામાં આવ્યું ત્યારે એ સમયે ક્રિએટર માટે અઘરો સમય હતો. અને એ સમયગાળા દરમિયાન ઘણી એવી એપ્સ આવી જેણે ટિકટોકનું સ્થાન લીધું. અને ટિકટોકની વિદાય બાદ ઘણા ભારતીય ટિકટોક યુઝરે અન્ય એપ્સને અપનાવી લીધી હતી. એ સમયે જો કે ટિકટોકને બહુ ઝાઝું નુકશાન તો ન થયું પરંતુ આજના સમયમાં આ એપ્લિકેશન વિશ્વભરમાં લોકપ્રિય બનતી જઈ રહી છે. ભારતમાં પ્રતિબંધિત હોવા છતાં ટિકટોકના વિશ્વભરમાં કરોડો યુઝરો છે.

image soucre

આ સંબંધે એક મીડિયા અહેવાલ પણ આવ્યો છે જેણે ફેસબુકને ચોંકાવી દીધી છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે પણ ચાઈનીઝ શોર્ટ વિડીયો એપ ટિકટોક હવે વિશ્વમાં સૌથી વધારે ડાઉનલોડ થનારી એપ બની ગઈ છે અને તેણે ફેસબુકને પણ પાછળ છોડી દીધી છે. નિક્કેઇ એશિયાના એક અહેવાલ અનુસાર વર્ષ 2020 માં ડાઉનલોડના એક ગ્લોબઓ ટેસ્ટમાં પ્રથમ વખત ટિકટોકે એવી કમાલ દેખાડી હતી કે તે ટોપ પર પહોંચી ગયું.

image soucre

નોંધનીય છે કે ટિકટોકની મૂળ કંપની બાઈટડાન્સ વર્ષ 2017 માં આ વીડિયો પ્લેટફોર્મનું ગ્લોબલ વર્ઝન લઈને આવી હતી. અને ત્યારબાદ જ આ એપએ ફેસબુક, whatsapp, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જરને પાછળ રાખી દીધા છે. એપની ડાઉનલોડસની વાત કરીએ તો તેની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધી રહી છે. આ એપ હવે યુરોપ, દક્ષિણ અમેરિકા અને અમેરિકામાં ડાઉનલોડ લિસ્ટમાં ટોપ પર આવી ગઈ છે.

શા માટે પાછળ રહી ગયું ફેસબુક

image soucre

Whatsapp ની પ્રાઇવસી પોલિસીના એલાન બાદ લોકોએ આ એપથી છુટકારો મેળવવાનું શરૂ કરી દીધું હતું સાથે જ ફેસબુક પણ આ માટે જવાબદાર હતું. આ સ્થિતિમાં બન્ને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મની લોકપ્રિયતા ઘટવા લાગી હતી. ત્યારે બીજી એપ્સ એ આ તકનો ફાયદો ઉઠાવ્યો અને પોતાની લોકપ્રિયતા વધારી હતી. આ દરમિયાન ટિકટોક સૌથી આગળ નીકળી ગયું. કોરોના મહામારીમાં લોકોએ આ એપને મનોરંજનના વિકલ્પ તરીકે ખૂબ પસંદ કરી.

ભારત ચીન વિવાદ અને ડેટા શેયરને લઈને સરકારે અનેક ચાઈનીઝ એપને ભારતમાં પ્રતિબંધિત કરી દીધી હતી જેમાં ટિકટોક પણ શામેલ હતી. પરંતુ હાલના સમયમાં MX ટકાટક અને રિલ્સ પણ ભારતના લોકોને પસંદ પડી છે અને નવા ક્રિએટરો પણ હવે આ એપ પર શિફ્ટ થઈ રહ્યા છે.