કોરોનાને લઈ ભારત માટે ગંભીર ચેતવણી, આંકડો થયો 50 લાખને પાર, જેમાં છેલ્લા 11 દિવસમાં વધ્યા આટલા બધા કેસ…

સમગ્ર વિશ્વમાં કોરોના ચેપ લાગી રહ્યો છે ત્યારે હવે કોરોનાએ ભારતને પણ બાનમાં લીધું છે અને પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. દેશમાં કોરોના દર્દીઓનો આંકડો મંગળવારે 50 લાખને પાર થઈ ગયો છે. અમેરિકા બાદ ભારત બીજો એવો દેશ છે, જ્યાં 50 લાખથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. એક સમયે ભારતનો નંબર ૫ પછી હતો જ્યારે આજે વિશ્વમાં બીજા નંબર પર આવી ગયો છે. અહીં દર 10 લાખ લોકોમાં 42 હજાર લોકોની તપાસ થઈ રહી છે અને તેમાંથી 3500 લોકો પોઝિટિવ મળી રહ્યાં છે. સંક્રમણ વધવાની ગતિ જો આમ જ રેહશે તો ઓક્ટોબર મહિના સુધી અમેરિકાને છોડીને વિશ્વમાં સૌથી વધુ દર્દીઓ ભારતમાં હશે એક એવી પણ શંકા જતાવવામાં આવી રહી છે.

image source

આંકડો ૫૦ લાખને પાર

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 90123 દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાથી 1290 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 50,20,360 પાર ગયો છે. જેમાંથી 9,95,933 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જ્યારે 39,42,361 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે.

image source

દરરોજ આવી રહ્યા છે ૯૦ હજાર પોઝિટિવ કેસ

હાલમાં ભારતમાં દરરોજ 90 હજાર લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. આ હિસાબે ચાલીએ તો 31 ઓક્ટોબર સુધી 90 લાખ દર્દી અને સંક્રમણથી મૃત્યુઆંકની સંખ્યા 95 હજાર સુધી પહોંચી શકે છે. ડિસેમ્બર સુધી દર્દીઓની સંખ્યા 1.50 કરોડ અને મૃત્યુઆંક 1.84 લાખથી વધુ હોઈ શકે છે. કે જે આંકડા ખૂબ જ ભયંકર સાબિત થઈ શકે છે.

image source

હાલમાં કોરોનામાં ૧૦૦ ટકા કારગર નીવડે એવી તો કોઈ દવા કે રસી માર્કેટમાં આવી નથી. પરંતુ ઓછા વધતે અંશે દેશી દવા અને બીજી સારવાર લોકોને મદદ કરી રહી છે. જેથી લોકો સાજા પણ થઈ રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે રાહતની વાત છે કે 50 લાખ સંક્રમિતોમાંથી 39 લાખ સાજા થઈ ચુક્યા છે. હજુ પણ 10 લાખ જેટલા સંક્રમિતો એવા છે જેની સારવાર ચાલી રહી છે. દેશમાં સંક્રમિતોના સાજા થવાનો દર હવે 78 ટકાથી વધુ થઈ ચુક્યો છે. મતલબ છે કે 100માથી 78 દર્દીઓ સાજા થઈ રહ્યાં છે. અમેરિકામાં રિકવરી રેટ 59.68 ટકા છે. એટલે એ રીતે ભારત અમેરિકા કરતાં ઘણું આગળ છે જે આપણા માટે સારી બાબત છે.

કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ વધ્યો આંકડો

image source

30 જાન્યુઆરીએ પહેલો કેસ આવ્યાના 109 દિવસ બાદ દેશમાં સંક્રમિતોનો આંકડો 1 લાખ પહોંચ્યો હતો. બાકી 9 લાખ કેસ 69 દિવસમાં આવ્યા હતા. પછી દર્દીઓનો આ આંકડો 10થી 20 લાખ થવામાં 21 દિવસ, 20થી 30 લાખ થવામાં 16 દિવસ લાગ્યા. ત્યારબાદ 30થી 40 લાખ કેસ થવામાં 13 અને 40થી 50 લાખ સંક્રમિત થવામાં 11 દિવસ લાગ્યા છે. અત્યાર સુધી દેશમાં 5.90 કરોડથી વધુ લોકોનું કોરોના ટેસ્ટિંગ થઈ ચુક્યું છે. તેમાંથી 8.47 ટકા લોકો પોઝિટિવ મળ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે વાયારસને માત આપવા માટે કયો દેશ સૌથી પેહલા કારગર રસી દુનિયાને ભેટ કરે છે.

ગુજરાતમાં પણ કોરોનાની ગંભીર સ્થિતિ

image source

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના વધુ ૧૩૪૯ પોઝિટિવ રિપોર્ટ મળતા ગુજરાતમાં કોરોનાના કુલ કેસોની ૧.૧૬ લાખને પાર થઈ છે. જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ ૧૭ દર્દીઓએ દમ તોડતા કુલ મૃત્યઆંક ૩૨૪૭એ પહોંચ્યો છે. મંગળવાર સાંજની છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં ૯૬ જેટલા દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવામા આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત