NCRB ના આંકડા સામે આવતા મચ્યો હડકંપ, ભારતના આ 10 રાજ્યો બળાત્કારમાં છે અવ્વલ

સમગ્ર દેશમાં અત્યારે મહિલા સુરક્ષાને લઈને જબરજસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે.

ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં કથિત ગેંગરેપ બાદ 19 વર્ષની યુવતીનાં મોતને લઈને દેશભરમાં આક્રોશ છે. ગુનેગારોને કડક સજા આપવાની અને દેશમાં મહિલાઓની વધુ સુરક્ષાની માંગ સર્વત્ર સાંભળવા મળી રહી છે. દેશમાં દિવસેને દિવસે બળાત્કારની ઘટના વધી રહી છે. આવી સ્થિતિમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના આંકડા દર્શાવે છે કે 2012માં ભારતને હચમચાવી નાખનાર નિર્ભયા ગેંગરેપની ઘટના પછી, હકીકતમાં, દેશમાં બળાત્કારના કેસ ઘટવાનાં બદલે તેનું પ્રમાણ વધ્યું છે.

image source

આ 10 રાજ્યો છે મહિલાઓ માટે નર્ક સમાન

ભારતના આ 10 રાજ્યો મહિલાઓ માટે નર્ક સમાન છે. આ 10 રાજ્યોમાં યુપીથી રાજસ્થાન અને મધ્યપ્રદેશથી કેરળ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. મહિલાઓની સુરક્ષાને લઈને છેલ્લાં 10 વર્ષોમાં આ રાજ્યોમાં સ્થિતિ વધુ કથળી છે. NCRBના તાજેતરના ઉપલબ્ધ આંકડા દર્શાવે છે કે ભારતમાં નોંધાયેલા બળાત્કારમાંથી પાંચ બળાત્કાર પીડિતોમાંથી ચાર આ રાજ્યોમાંથી છે, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ, આસામ, હરિયાણા, ઝારખંડ, ઓડિશા અને દિલ્હી.

image source

બળાત્કારના કેસોનું ડેટા વિશ્લેષણ

ડેટા ઈન્ટેલિજન્સ યુનિટ (DIU) એ છેલ્લા 10 વર્ષમાં રાજ્યવાર બળાત્કારના કેસોનું ડેટા વિશ્લેષણ કર્યા. DIUએ શોધી કાઢ્યું કે વર્ષ 2019 માં દેશમાં નોંધાયેલા કુલ બળાત્કારમાં બે તૃતીયાંશ કરતા વધારે 10 રાજ્યોમાં નોંધાયા છે.

છેલ્લા 10 વર્ષમાં સામે આવેસા આંકડાઓ ચોંકવનારા છે

ચિંતા જનક વાત એ છે કે આ 10 રાજ્યોમાં બળાત્કારના કુલ કેસ છેલ્લા 10 વર્ષમાં લગભગ બમણા થયા છે, જે 2009 માં 12,772 થી 2019 માં 23,173 થઈ ગયા છે. દેશના બાકીના 26 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 10 વર્ષમાં બળાત્કારના કેસોમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો નથી.

image source

આ રાજ્યમાં રોજના 11 બળાત્કાર

ભાકરતમાં સરેરાશ છેલ્લા 10 વર્ષોમાં ભારતમાં મહિલાઓ સાથે બળાત્કારનું જોખમ લગભગ ચાર ગણું વધ્યું છે. 2009 માં ઉપરોક્ત 10 રાજ્યોમાં દરરોજ લગભગ ત્રણ મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ નોંધાઈ છે. 2019 માં આ 10 રાજ્યોમાં આ આંકડો ત્રણથી વધીને 11 થયો છે.

આ 10 રાજ્યમાં 7 વર્ષમાં 23થી વધુ કેસ

image source

ભારતમાં સરેરાશ, આ 10 રાજ્યોમાં છેલ્લા સાત વર્ષોમાં 23,173 બળાત્કારના કેસ નોંધાયા છે, જે 3 ટકા ઉંચો આંકડો છે. બીજી તરફ, અન્ય 26 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં, સમાન સમયગાળા દરમિયાન બળાત્કારના કેસો 21 ટકા ઘટીને 11,173 થી ઘટીને 8,860 પર આવી ગઇ.

કડક કાયદા છતાં ગુનેગારો છાકટા

નિર્ભયા કેસ પછી સરકારે કડક કાયદા અમલમાં મૂક્યા હતા. આ કેસ પછીના ડેટા દર્શાવે છે કે આ કાયદા મોટાભાગના ગુનેગારો માટે ભય પેદા કરી શક્યા નથી, કે જે આ કાયદાઓનો હેતુ હતો.

image source

કાયદનો લોકોમાં નથી ડર

ભારતના કેટલાક રાજ્યોમાં, કાયદાના અમલીકરણમાં ખામીઓ હોવાને કારણે બળાત્કારના વધુ કેસો નોંધાયા છે. હાથરસમાં જે બન્યું તેણે ફરી એક વાર દેશને હચમચાવી નાખ્યો છે. આવી સ્થિતિમાં કાયદાના કડક પાલનની માંગ ફરીથી જોર પકડી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત