આ છે ભારતના સૌથી ડરામણા રેલ્વે સ્ટેશન, સાંજ પડતા જ થઈ જાય છે સન્નાટો

ભારતના જાહેર પરિવહનમાં રેલવેનું મોટુ યોગદાન છે. ભારતીય રેલ્વે વિશ્વનું ચોથુ અને એશિયાનું બીજું સૌથી મોટું રેલ્વે નેટવર્ક છે. પરિવહનની આ સુવિધા એ પરિવહનના સૌથી અનુકૂળ સાધનોમાનું એક છે. દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. તમને જાણાવી જઈએ કે ભારતમાં લગભગ 8,000 રેલ્વે સ્ટેશન છે. આમાંના કેટલાક સ્ટેશનો એટલા ડરામણા છે કે સાંજ પડતાની સાથે જ બિલકુલ સન્નાટો છવાઈ જાય છે. કેટલાક લોકો આ સ્ટેશનોને ભૂતિયા પણ માને છે. ચાલો જાણીએ આવા સ્ટેશનો વિશે કે જ્યાં રાત્રે એકલા જતા લોકો આજે પણ ડરે છે.

નૈની જંકશન

image source

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સ્થિત નૈની જંકશનને લોકો ભૂતિયુ માને છે. નૈની જેલ આ રેલ્વે સ્ટેશનની નજીક છે. દેશની આઝાદીની લડાઈમાં મુખ્ય ભુમિકા નિભાવનાર ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ આ નૈની જેલમાં બંધ હતા. જેલમાં રહેલા લોકોને અનેક પ્રકારના ત્રાસનો સામનો કરવો પડ્યો હતો. જેલમાં ઘણા લોકો ત્રાસથી મરી ગયા. લોકો માને છે કે સ્વાતંત્ર્ય સેનાનીઓની આત્માઓ નૈની જંકશન પર ફરી છે.

ચિત્તૂર રેલ્વે સ્ટેશન

image source

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં સ્થિત ચિત્તૂર રેલ્વે સ્ટેશન પણ ભયાનક રેલ્વે સ્ટેશનમાંનું એક છે. સ્ટેશનની આસપાસ રહેતા લોકોનું માનવું છે કે હરી સિંહ નામનો સીઆરપીએફ જવાન ઘણા સમય પહેલા અહીં આવ્યો હતો. ટ્રેનમાંથી ઉતર્યા બાદ આરપીએફ જવાનને ટીટીઇને એટલો માર્યો કે તેનું મોત નીપજ્યું. આ ઘટના પછી હરિસિંહની આત્મા ન્યાય માટે રેલ્વે સ્ટેશન પર ભટકતી રહી છે.

મુલુંડ રેલ્વે સ્ટેશન

મુંબઈમાં મુલુંડ રેલ્વે સ્ટેશન પણ ભૂતિયા રેલ્વે સ્ટેશનમાં ગણાય છે. આ સ્ટેશન પર આવતા મુસાફરો અને નજીકમાં રહેતા લોકોનો દાવો છે કે તેઓ અહીંની લોકોની ચીસો અને રડવાનો અવાજ સંભળાય છે.

image source

બેગુનકોદર રેલ્વે સ્ટેશન

પશ્ચિમ બંગાળના પુરૂલિયા જિલ્લામાં સ્થિત આ રેલ્વે સ્ટેશનની વાર્તા ખૂબ રસપ્રદ છે. ભૂતિયા દાવાને કારણે સ્ટેશન 42 વર્ષથી બંધ હતું. જો કે, તે 2009 માં ફરીથી ખોલવામાં આવ્યુ .

બડોગ રેલ્વે સ્ટેશન

image source

બડોગ રેલ્વે સ્ટેશન હિમાચલ પ્રદેશના સોલનમાં સ્થિત છે. કાલકા-સિમલા રેલ્વે રૂટ પર આવતું આ સ્ટેશન જેટલું સુંદર છે, તેટલું જ ડરામણુ અને ત્રાસદાયક છે. બારોગ રેલ્વે સ્ટેશનની બાજુમાં જ એક ટનલ છે. આ ટનલ બ્રિટીશ એન્જિનિયર કર્નલ બારોગ દ્વારા બનાવવામાં આવી હતી, પરંતુ બાદમાં તેણે આત્મહત્યા કરી હતી. લોકો માને છે કે આ ટનલમાં કર્નલ બારોગની આત્મા ભટકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!