Site icon News Gujarat

ભારતના કોર્પોરેટ ઈતિહાસનો પ્રથમ મામલો, પ્રથમ વખત કર્મચારીઓ જ કોઇ કંપની ખરીદશે

કોર્પોરેટ જગતમાં પહેલીવાર કંપનીના કર્મચારીઓ જ કંપનીમાં હિસ્સાની ખરીદી કરશે, દિવાળીના તહેવાર પછી ઓફિસમાં વાતચીત દરમિયાન એર ઈન્ડિયાને ખરીદવાની યુક્તિ સુઝી, ફાઈનાન્સર તૈયાર થયા તો ઉમ્મીદ મળી.

૬૯ હજાર કરોડ રૂપિયા કરતા વધારેના દેવા ફસાઈ ગયેલ સરકારી ઉડ્ડયન કંપની એર ઇન્ડિયાને તારણહાર મળી જવાના લીધે નવી આશા મળી છે. નવાઈની વાત એ છે કે, ઉચ્ચ અધિકારીઓના એક ગ્રુપ દ્વારા પોતાની જ કંપનીને ખરીદવા માટે આગળ આવ્યું છે. આ ઉચ્ચ અધિકારીઓનું ગ્રુપ પ્રાઈવેટ ઇક્વિટી ફર્મ સાથે સરકારી બોલીમાં ભાગ લેવા માટે પોતાની તૈયારીઓ કરી રહ્યા છે. જો આ વાત બની જશે તો દેશના કોર્પોરેટ જગતના ઈતિહાસમાં પહેલીવાર આવી બાબત થશે, જયારે કોઈ સરકારી કંપનીના કર્મચારીઓ કંપનીનો ભાગ ખરીદશે.

image source

એર ઇન્ડિયા કંપનીના તારણહાર બનવા તૈયાર થઈ રહેલ વરિષ્ઠ અધિકારીઓના ગ્રુપ માંથી એક અધિકારીએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર પછી તેઓ એર ઇન્ડિયા કંપનીના હેડક્વાર્ટરમાં ૪- ૫ સાથીઓ સાથે બેઠા હતા. આ બધા કર્મચારીઓ એર ઇન્ડિયા કંપનીમાં અંદાજીત ૩૦ થી ૩૨ વર્ષથી નોકરી કરી રહ્યા છે. એવી વાતચીત થવા લાગી કે, આ વર્ષે તો દિવાળીનો તહેવાર ઉજવી રહ્યા છીએ પરંતુ આવનાર વર્ષમાં દિવાળીના તહેવારના સમયે એર ઇન્ડિયાની સ્થિતિ કેવી હશે ? કર્મચારીઓનું શું થશે? જેના વિષે કોઈ જાણકારી છે નહી.

image source

બધા સાથીઓ પોતાના જોઈનીંગના પહેલા દિવસનો અનુભવ જણાવતા જણાવતા દરેક વ્યક્તિ ભાવુક થઈ ગયા. ત્યારે જ એક અધિકારીએ કહ્યું કે, આપણે જે એર લાઈન્સમાં આખું જીવન પસાર કરી દીધું, કદાચ એને આપણે ખરીદી શક્યા હોત! આ વાત પર એક અધિકારીએ કહ્યું છે કે, આપણે આટલી માતબર રકમ ક્યાંથી લાવીશું? ત્યારે યુક્તિ સુજી છે કે, કોઈ ફાઈનાન્સરને શોધીને કર્મચારીઓની જ ભાગીદારીથી કેમ ના ખરીદી શકાય? આ યુક્તિ પર બધા ગંભીર રીતે વિચારવા લાગ્યા.

image source

આ વિષે એક અધિકારી જણાવે છે કે, જાણે કે, અમારા વિચારોને પાંખો લાગી જાય છે અને અમે બધા ફાઈનાન્સરને શોધવાની શરુઆત કરી દીધી અને એક નામ સાથે બધાની સહમતિ મળી ગઈ. એક પ્રાઈવેટ ઇક્વિટી ફર્મ અમારા આ પ્રસ્તાવ સાથે તૈયાર થઈ ગઈ છે ત્યાર પછી એર ઇન્ડીયાના એક અધિકારી અને કર્મચારીઓની પસંદગી કરવામાં આવી, જેઓની નોકરી અંદાજીત ૩૦ થી ૩૨ વર્ષ પુરા થઈ ગયા છે. આવી પસંદગી કરવા માટે એવો ટ્રક છે કે, જુના કર્મચારીઓનું કંપની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા રહેશે અને તેઓ સંપૂર્ણ રીતે આ અભિયાનમાં સાથ આપશે.

image source

એર ઇન્ડીયાના આ અભિયાનમાં અત્યાર સુધીમાં ૨૦૦ કરતા પણ વધારે કર્મચારીઓ જોડાઈ ગયા છે. અત્યારે ૧- ૧લખ રૂપિયા ભેગા કરવામાં આવી રહ્યા છે. એર ઇન્ડિયા કંપનીમાં હાલમાં કુલ ૧૪ હજાર કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે. આ અભિયાન સાથે જોડાયેલ એક અધિકારીએ જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા કંપનીમાં આજે પણ શક્યતાઓ ધરાવે છે. જો બધું જ ધારણા પ્રમાણે રહેશે તો બે વર્ષના સમયગાળામાં જ એર ઇન્ડિયા કંપની ટ્રેક પર આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version