ભારતના વધારે એક કેન્દ્રીય મંત્રીનું કોરોનાથી મોત, સતત 4 વખત જીત્યા’તા લોકસભા ચૂંટણી, PM મોદી પણ દુખી

આખા વિશ્વની જેમ કોરોનાએ ભારતમાં પણ આકરુ રૂપ ધારણ કર્યું છે. રોજ હજારોની સંખ્યામાં નવા કેસો આવે છે અને કોરોનાના કારણે રોજ એટલા લોકોના મોત પણ થાય છે. ત્યારે હવે રેલવે રાજ્યમંત્રી સુરેશ અંગડીનું કોરોનાને કારણે અવસાન થયું છે. 11 સપ્ટેમ્બરના રોજ તે કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ સમયે એઈમ્સની સારવાર ચાલી રહી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ વડા પ્રધાન એચડી દેવે ગૌડાએ રેલવે રાજ્ય પ્રધાનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સુરેશ અંગડી કર્ણાટકના બીજા સાંસદ છે જે કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. અગાઉના દિવસોમાં અશોક ગસ્ટી કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હતા. તેઓ રાજ્યસભાના સાંસદ હતા. સુરેશ લોકસભાના સાંસદ હતા.

image source

પ્રધાનમંત્રી મોદીએ દુખ વ્યક્ત કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાથી રેલવે રાજ્યમંત્રીના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે ‘સુરેશ અંગડી એક અસાધારણ કાર્યકર હતા જેમણે કર્ણાટકમાં પાર્ટીને મજબૂત બનાવવા માટે સખત મહેનત કરી. તેઓ એક સમર્પિત સાંસદ અને પ્રભાવશાળી મંત્રી હતા, જે પુરા સ્પેક્ટ્રમમાં વખાણાયેલા હતા. તેનું મૃત્યુ દુખદ છે. આ દુખની ઘડીમાં મારું આશ્વાસન તેમના પરિવાર અને મિત્રો સાથે છે. શાંતિ.

મોટાલ મોટા રાજનેતાઓએ શોક વ્યક્ત કર્યો

પૂર્વ વડા પ્રધાન એચડી દેવે ગૌડાએ પણ રેલવે રાજ્યમંત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેમના નિધનથી મને આંચકો લાગ્યો છે. રેલવે મંત્રી પિયુષ ગોયલે પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ મારા ભાઈ જેવા હતા. લોકો પ્રત્યેની કટિબદ્ધતા અને તેમના સમર્પણનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ આ નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. હાલમાં દેશમાં રાજકીય શોક જોવા મળી રહ્યો છે. ત્યારે દેશની જનતા પણ તેમના આત્માની શાંતિની ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે.

સતત 4 વખત લોકસભાની ચૂંટણી જીતી

રેલવે રાજ્યમંત્રી સુરેશ અંગડી કર્ણાટકના બેલગામથી લોકસભા સાંસદ હતા. તેઓ 4 વખત બેલગામથી લોકસભાના સાંસદ બન્યા. તેમણે 2019ની ચૂંટણીમાં પણ વિજય મેળવ્યો હતો. તેઓ 2004, 2009, 2014 અને 2019માં લોકસભાની ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા હતાં. સુરેશના મોતના સમાચાર મળતાની સાથે જ કર્ણાટકના તમામ સાંસદો સુરેશના ઘરે જવા રવાના થયા હતા.

2001માં તેમને જિલ્લા અધ્યક્ષ બનાવવામાં આવ્યા

અંગડી પહેલીવાર 1996માં કર્ણાટકના બેલગાવી જિલ્લામાંથી ભાજપના એકમના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. જે પછી તેમણે 1999 સુધી આ પદ સંભાળ્યું. ત્યારબાદ 2001માં તેમને જિલ્લા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 2004 સુધી આ પદ સંભાળતાં તેમણે પક્ષ માટે કામ કર્યું, પરંતુ આ વર્ષે તેમને ભાજપ તરફથી લોકસભાની ટિકિટ મળી અને તેઓ પહેલી વખત સાંસદ તરીકે ચૂંટાયા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત