કહાની ભારતના એ કિલ્લાની…જેના પર તોપના ગોળાઓ પણ હતા બેઅસર, અને અંગ્રેજોએ પણ માની લીધી હતી હાર

આપણા દેશ ભારતમાં એવા ઘણા ઐતિહાસિક કિલ્લાઓ છે, જે તેમના વિશેષ કારણોસર ખૂબ પ્રખ્યાત છે. આવો જ એક કિલ્લો રાજસ્થાનના ભરતપુરમાં પણ છે, જેને ‘લોહાગઢ(લોહગઢ) નો કિલ્લો’ કહેવામાં આવે છે. આ કિલ્લો ભારતનો એકમાત્ર અજેય ગઢ કહેવાય છે. કારણ કે ક્યારેય કોઈ આ કિલ્લાને જીતી શક્યું નથી. તમને જણાવી દઈએ કે બ્રિટિશરોએ પણ આ કિલ્લા સામે હાર સ્વીકારી લીધી હતી.

કિલ્લો બનાવવા માટે વિશેષ પ્રયોગ કરવામાં આવ્યો

image soucre

લોહગઢ કિલ્લાને જાટ શાસક મહારાજા સૂરજ માલ દ્વારા 19 ફેબ્રુઆરી 1733માં બનાવવામાં આવ્યો હતો. જેમ કે તે સમયે તોપ અને બારૂદનું ચલણ પ્રચલિત હોવાથી, આ કિલ્લો બનાવવા માટે એક વિશેષ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેથી બારૂદના ગોળા પણ આ કિલ્લાની દિવાલ સાથે ટકરાઈને બેઅસર થઈ જાય.

ગોળા માટીની દિવાલમાં ફસાઈ જતા

image socure

આ કિલ્લાના નિર્માણ સમયે પહેલા એક પહોળી અને મજબૂત પથ્થરની ઉંચી દિવાલ બનાવવામાં આવી હતી. જેના પર તોપના ગોળાની અસર ન થાય તે માટે, આ દિવાલોની આસપાસ સેંકડો ફુટ પહોળી કાચી માટીની દિવાલો બનાવવામાં આવી હતી અને તેમાં ઉંડી અને પહોળી ખાણ બનાવીને તેમા પાણી ભરાવામાં આવ્યું હતુ. આવી સ્થિતિમાં જો કોઈ દુશ્મન પાણીને પાર કરી પણ લે તો સપાટ દિવાલ પર ચઢવું અશક્ય હતું. લોહગઢ કિલ્લા ઉપર હુમલો કરવો કોઈના પણ માટે સરળ નહોતું. કારણ કે તોપમાંથી નિકળેલા ગોળા માટીની દિવાલમાં ફસાઈ જતા હતા અને તેમની આગ ઠંડી થઈ જતી હતી. આનાથી કિલ્લાને નુકસાન થતું નહોતુ. આ જ કારણ છે કે દુશ્મનો આ કિલ્લાની અંદર ક્યારેય પ્રવેશ કરી શક્યા નહોતા.

આ ગોળાનો કિલ્લા પર કોઈ પ્રભાવ પડ્યો નહીં

image soucre

એવું કહેવામાં આવે છે કે બ્રિટિશરોએ આ કિલ્લાને કબજે કરવા માટે 13 વાર હુમલો કર્યો હતો. અંગ્રેજી સૈન્યએ અહીં તોપોના સેંકડો ગોળા છોડ્યા હતા, પરંતુ આ ગોળાના કિલ્લા પર કોઈ પ્રભાવ પડ્યો નહીં. તે 13 માંથી એક પણ વાર કિલ્લામાં પ્રવેશ કરી શક્યા નહીં.

image soucre

એવું કહેવામાં આવે છે કે વારંવારની પરાજયથી નિરાશ થઈને બ્રિટીશ સૈન્ય ત્યાંથી રવાના થઈ ગયુ. બ્રિટિશ ઇતિહાસકાર જેમ્સ ટાડના જણાવ્યા મુજબ, આ કિલ્લાની સૌથી મોટી વિશેષતા તેની દિવાલો હતી, જે ખાસ માટીથી બનેલી છે.

image soucre

આ કિલ્લો જીતવો લોખંડના ચણા ચાવવા બરાબર હતો. આ કિલ્લાએ હંમેશાં દુશ્મનોને પાછી પાની કરવા માટે મજબૂર કર્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!