કોરોનાના બધા જ વેરિઅન્ટ પર પ્રભાવી છે ભારતની આ વેકસીન, 100 ડિગ્રીએ રહી શકે છે સુરક્ષિત

ઈંડિયન ઈંસ્ટીટ્યુટ ઓફ સાયન્સ અને બાયોટેક કંપની મિનવૈક્સ દ્વારા ભારતમાં બનાવવામાં આવેલી વોર્મ વેકસીન કોરોનાના દરેક વેરિયંટ પર પ્રભાવી છે. આ વેકસીન પર સ્વતંત્ર રીતે કરવામાં આવેલા વિશ્લેષણમાં આ વાત સામે આવી છે. આ સાથે જ સામે આવ્યું છે કે તેને શા માટે વોર્મ વેકસીન કહેવામાં આવે છે. કારણ કે 90 મિનિટ સુધી તે 100 ડિગ્રી તાપમાનમાં પણ સુરક્ષિત રહે છે. સાથે જ 37 ડિગ્રી સેલ્સિયસ પર તે સ્થિર રહે છે.

image source

સીએસઆઈઆરઓ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં આ વાત સામે આવી છે કે વોર્મ વેકસીન અન્ય રસીથી અલગ એટલા માટે પણ છે કે તે રાખવા માટે ખૂબ ઓછા તાપમાનની જરૂર હોય છે. ઉંદર અને હેમસ્ટરમાં આ રસીનો વાયરસ વિરુદ્ધ જબરદસ્ત પ્રભાવ જોવા મળ્યો હતો. આ રસી કોરોના વાયરસના સ્પાઈક પ્રોટીનના એક ભાગમાં બદલાવ કરી બનાવવામાં આવી છે.

image source

પ્રાણીઓ પર થયેલી સ્ટડીમાં સામે આવ્યું છે કે ભારતીય વિજ્ઞાન સંસ્થાન બેંગલુરુ દ્વારા વિકસિત કરવામાં આવેલી આ વોર્મ વેકસીન કોરોનાના તમામ ઘાતક વેરિયંટ પર પણ પ્રભાવી છે. કોરોનાના વેરિયંટ જેવા કે અલ્ફા, બીટા, ડેલ્ટા, કપ્પા પર પણ તે અસર દેખાડે છે. એક જર્નલમાં પ્રકાશિત આ રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે વોર્મ વેકસીને ઉંદરમાં મજબૂત ઈમ્યૂન સિસ્ટમ વિકસિત કરી છે.

વોર્મ વેકસીનની ખાસિયતો

  • – રિસર્ચ અનુસાર વોર્મ વેકસીનનું ફોર્મૂલેશન 37 ડિગ્રી સેંટીગ્રેટ પર એક મહિના માટે સ્થાયી રહી શકે છે અને 100 ડિગ્રી સેંટીગ્રેટ પર 90 મિનિટ સુધી.
  • – ખૂબ ઓછા તાપમાન પર રહેવાના કારણે વેકસીનના આ ફોર્મૂલેશનને વોર્મ વેકસીન નામ આપવામાં આવ્યું છે.
  • – વોર્મ વેકસીનને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવામાં સમય લાગશે નહીં. તેને ઝડપથી પહોંચાડી શકાશે.
image source

વોર્મ વેકસીનનો અન્ય એક ફાયદો એ પણ છે કે તેના માટે કોલ્ડ ચેનનું નિર્માણ કરવું પડશે નહીં જેથી રસી ઝડપથી પહોંચતી કરી શકાય છે. અત્યાર સુધીની કોરોના વાયરસ માટેની રસીને કોઈપણ જગ્યાએ મોકલવી હોય તો તેના માટે કોલ્ડ ચેઈન તૈયાર કરવી પડે છે. જે સમય લગાડે છે. પરંતુ આ રસીમાં આવું થશે નહીં.

જો કે હાલ જ્યારે કોરોનાના અલગ અલગ વેરિયંટ દેશમાં ફેલાઈ રહ્યા છે ત્યારે રાહતની વાત તો એ છે કે આ રસી તમામ પ્રકારના વેરિયંટ પર પ્રભાવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!