આ વ્યક્તિને કહેવામાં આવે છે ભારતનો સૌથી શાતિર ચોર, તેના પરાક્રમ શાંભળીને હોંશ ઉડી જશે

ધનીરામ મિત્તલ, એક એવુ ચર્ચિત નામ, જેના વિશે તમે ઘણુ સાંભળ્યું જ હશે. કારણ કે આ માણસ ભારતનો સૌથી શાતિર ચોર માનવામાં આવે છે. આ ચોરે કપટપૂર્વક બે મહિના સુધી ન્યાયાધીશની ખુરશી પર બેસીને ચુકાદો આપતો રહ્યો. હવે જો આવા વ્યક્તિને શાતિર મગજ ચોર ન કહેવામાં આવે તો તે બીજું શું કહેશે? તો ચાલો જાણીએ આ ચોર વિશે ઘણી ખાસ વાતો.

image source

એવું કહેવામાં આવે છે કે ધનીરામ મિત્તલે 25 વર્ષની ઉંમરે ચોરીને તેમનો વ્યવસાય બનાવી લીધો હતો. 1964માં તેને પોલીસે પ્રથમ વખત ચોરી કરતા પકડાયો હતો. હાલ તે 81 વર્ષનો થઈ ચુક્યો છે. જો કે, હવે કોઈને ખબર નથી કે આ ચોર ક્યાં છે અને તે કેવી રીતે જિંદગી જીવે છે?

image source

ધની રામ મિત્તલ ચોરીના ઇતિહાસમાં સૌથી વધુ વાર ધરપકડ થનાર પહેલો અને એકમાત્ર ચોર છે. તેની છેલ્લે 2016 માં ચોરી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જો કે પોલીસને ચકમો આપીને તે ફરાર થઈ ગયો હતો. એવું કહેવામાં આવે છે કે ધનીરામે અત્યાર સુધીમાં એક હજારથી વધુ વાહનોની ચોરી કરી છે. સૌથી અગત્યની બાબત એ છે કે આ ચોર ફક્ત દિવસે જ ચોરીના બનાવને જ અંજામ આપે છે.

image source

ધની રામ મિત્તલને લગતી એક રસિક કહાની છે. થોડા વર્ષો પહેલા તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તે સમયે જે ન્યાયાધીશ હતા તે તેને ઘણી વખત અદાલતમાં જોઈ ચુક્યા હતા, તેથી તેમણે ગુસ્સે થઈને કહ્યું કે તમે મારી કોર્ટની બહાર જતા રહો. ત્યારબાદ તે બહાર જવા માટે ઉભો થયો, તેની સાથે આવેલા બે પોલીસકર્મીઓ પણ ઉભા થઈને બહાર જતા રહ્યા. તે પછી તે ત્યાંથી ગાયબ થઈ ગયો. જ્યારે તેનું નામ કોર્ટમાં બોલવામાં આવ્યું ત્યારે પોલીસના હોંશ ઉડી ગયા. કારણ કે તે ત્યાથી ભાગી ગયો હતો. એવું કહેવામાં આવે છે કે તેણે પોલીસકર્મીઓને કહ્યું હતું કે જજે તેમને જવા કહ્યું હતું.

image source

કહેવાય છે કે ધનીરામ મિત્તલે એલએલબીનો અભ્યાસ પણ કર્યો હતો. આ સિવાય તેણે હેન્ડરાઈટિંગ વિશેષજ્ઞ અને ગ્રાફોલોજીની ડિગ્રી પણ મેળવી હતી. તેણે આ ડિગ્રીઓ ચોરી કરવા મેળવી હતી. આ ડિગ્રીને લીધે તે કાર ચોરી કરતો હતો અને તેના બનાવટી કાગળો તૈયાર કરતો અને વેચતો હતો.

image source

ધનીરામની સૌથી રસપ્રદ અને વિચિત્ર કિસ્સો એ છે કે તે બે મહિનાથી જજની ખુરશી પર બેઠો બેઠો ચુકાદા આપતો રહ્યો હતો અને આ વિશે કોઈને ખબર નહોતી પડી. વિશ્વમાં ભાગ્યે જ કોઈએ આવું પરાક્રમ કર્યું હોય. હકીકતમાં, તેણે બનાવટી દસ્તાવેજો બનાવીને હરિયાણાની ઝજ્જર કોર્ટના એડિશનલ સેશલ જજને લગભગ બે મહિનાની રજા પર મોકલી આપ્યા હતો અને તેના બદલે તે પોતે જજની ખુરશી પર બેસી ગયો હતો.

image source

આ બે મહિનામાં તેણે 2000 થી વધુ ગુનેગારોને જામીન પર મુક્ત કર્યા હોવાનું કહેવાય છે, પરંતુ તેણે પોતાના નિર્ણય સાથે ઘણાને જેલમાં પણ મોકલી દીધા છે. જોકે બાદમાં આ મામલો બહાર આવ્યો ત્યારે તે ત્યાંથી ભાગી ગયો હતો. આ પછી, જે ગુનેગારોને તેણે જામીન પર મુક્ત કર્યા હતા, તેઓને ફરીથી પકડી લેવામાં આવ્યા અને જેલમાં ધકેલી દેવાયા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!