Site icon News Gujarat

ભારતમાં આવેલું એક એવું શહેર જ્યાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલેલું છે, એક વાર જશો તો વારંવાર થશે અહિંયા જવાનું મન

જો તમે કયારેય એવું વિચારતા હોય કે ફરવા માટે વિદેશ જેવી જગ્યા ક્યાંય નથી અને તમે વિદેશ ફરવા જવાનો પ્લાન કરવાના હોય તો થોભજો. ઘણા લોકો વિદેશ ફરવાની લ્હાયમાં અજાણ્યા દેશમાં ફરવા જાય છે અને પરિણામે તોતિંગ રકમ ચૂકવે છે. એ રકમ એટલી મોટી ઓન હોઈ શકે કે જો એ રકમ ભારતમાં આવેલા પર્યટન સ્થળોએ ફરવા માટે વાપરવામાં આવે તો એક નહિ પણ અનેક જગ્યાઓએ ફરી શકાય અને એ પણ કોઈ અજાણ્યા લોકો વચ્ચે નહિ પણ આપણા પોતાના ભારતીયોની વચ્ચે.

image soucre

આપણા દેશ ભારતમાં પણ એવા અનેક સ્થાનો છે જેની પ્રાકૃતિક સુંદરતા પર્યટકોનું મન મોહી લે છે. આવા જ સ્થાનો પૈકી એક છે ચાંગલાંગ. અરુણાચલ પ્રદેશમાં આવેલું ચાંગલાંગ ત્યાંના સૌથી લોકપ્રિય પર્યટન ક્ષેત્ર પૈકી એક છે અને અહીં દર વર્ષે હજારોની સંખ્યામાં પર્યટકો ફરવા માટે આવે છે. આ એક વિવિધતાથી ભરપૂર સ્થાન છે અહીં ક્યાંક ક્યાંક ખુલ્લા મેદાનો છે તો ક્યાંક ક્યાંક ઊંચા પહાડો. પ્રકૃતિના ખોળે વસેલ આ શહેરમાં આવીને પર્યટકોને શાંતિનો અનુભવ થાય છે. આ શહેરમાં ફરવા જેવું શું શું છે ? ચાલો જાણીએ.

લેક ઓફ નો રીટર્ન

image soucre

ચાંગલાંગમાં એક તળાવ છે જેને લેક ઓફ નો રીટર્નના નામથી ઓળખવામાં આવે છે. આ નામ પાછળનો ઇતિહાસ પણ ઘણો રોચક છે. અસલમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અનેક સમુદ્રી જહાજો આ તળાવમાં દફન થઈ ગયા હતા અને તેના કારણે આ તળાવ લેક ઓફ નો રીટર્નના નામથી ઓળખાય છે.

મિયાઓ

image soucre

ચાંગલાંગમાં નોઆ દેહિંગ નદીના કિનારે વસેલા મિયાઓને તિબ્બત શરણાર્થીઓનું ઘર પણ કહેવાય છે. નદીના કારણે મિયાઓની સુંદરતામાં જાણે ચાર ચાંદ લાગી જાય છે. મિયાઓમાં તમને યાદ રહી જાય તેવા કુદરતી દ્રશ્યો જોવા મળી શકશે.

નામદફા નેશનલ પાર્ક

image soucre

વર્ષ 1983 માં ભારત સરકારે નામદફા નેશનલ પાર્કને ટાઇગર રિઝર્વ જાહેર કર્યું હતું. ઊંચા ઊંચા પર્વતો પાસે સ્થિત હોવાને કસરને આ પાર્કની સુંદરતા પર્યટકોને પોતાની તરફ આકર્ષે છે. વાઘ ઉપટસન્ટ અહીં એ સિવાયના જંગલી પ્રાણીઓ જેવા કે હિમલયી રીંછ, હીમ ચિત્તા અને હાથી પણ જોવા મળે છે.

સ્થાનિક સંસ્કૃતિ

image soucre

ચાંગલાંગ આવતા પર્યટકોને અહીંની સ્થાનિક સંસ્કૃતિ પણ બહુ પસંદ આવે છે. અહીં અનેક જાતિઓ રહે છે જેના કારણે અહીંની સ્થાનિક સંસ્કૃતિમાં પણ વિવિધતા જોવા મળે છે. અહીં વસ્તી જાતિઓમાં મુખ્યત્વે તાંગ્સા અને તૂતલાસ છે. અહીંના લોકો વર્ષમાં કેટલાય ઉત્સવો અને તહેવારો પણ ઉજવે છે અને આ ઉત્સવોમાં સ્થાનિકોની સાથે પર્યટકો પણ ભાગ લઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version