કોરોનાની વચ્ચે UNએ આપી ચેતવણી, અને કહ્યું 2 અઠવાડિયામાં..જાણો અને ખાસ રાખજો ધ્યાન

કોરોના સંકટ વચ્ચે હવે ભારત પર વધુ એક સંકટ આવવા જઈ રહ્યું છે, UN એ ભારતને ચેતવણી આપતા જણાવ્યું કે…

કોરોના સંકટ સમયે હવે ફરી એક વાર હવે ભારત પર તીડના આક્રમણનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ તીડના હમલાનો સામનો અગાઉ પણ ભારત કરી ચુક્યું છે, એવા સમયે હવે ફરી એક વાર તીડના હમલા બાબતે આંતરરાષ્ટ્રીય એજન્સી દ્વારા ભારતને ચેતવણી આપી દેવામાં આવી છે. આ ચેતવણી મુજબ ભારતને તીડના હમલાથી બચવા માટે આગાહ કરવામાં આવ્યા છે. મળેલી માહિતી પ્રમાણે એમણે સલાહ આપી છે કે આવનારા બે અઠવાડિયામાં આ હમલો થઇ શકે છે. એમણે વધુમાં જણાવ્યું હતું કે આ હમાલની સૌથી વધુ અસર ભારત પર છે. યુએને જણાવ્યું છે કે આગામી બે સપ્તાહમાં ભારત પર તીડ ત્રાટકી શકે છે.

image source

યુએન એજન્સી ફૂડ-એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા ચેતવણી

તીડના હમલાને લઈને કેવી સ્થિતિ સર્જાય છે એ અંગે આપણે બધા જાણીએ છીએ, ત્યારે હવે ફરી એકવાર તીડના હમલા અંગે યુએન એજન્સી ફૂડ-એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા ચેતવણી આપવામાં આવી છે. યુએન દ્વારા આવનારા બે સપ્તાહમાં આ હમલો થવાની માહિતી આપવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે તીડની દિશા જોતા ભારત પર મોટો ખતરો સર્જાઈ શકે છે. તીડનું એક મોટું ઝુંડ ચાર હાજર કિલોમીટર દુરથી ભારતના પશ્ચિમી કિનારા તરફ આગળ વધી રહ્યું છે. આ ઘટનાની માહિતી આપતા UNની એજન્સી ફૂડ-એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતને આ માટે તૈયાર રહેવા સુચન આપવામાં આવ્યું છે. FOA દ્વારા વધુમાં કહેવાયું છે કે આફ્રિકાના સોમાલિયાથી આ તીડનું ઝુંડ આવી રહ્યું છે.

image source

તીડના હમલાની અંદાઝીત લોકેશન પાકિસ્તાન ભારત બોર્ડર

વધુમાં આ બાબતે FOA દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ હુમલો માત્ર ભારતમાં જ નહિ પણ પાકિસ્તાન પર પણ થશે. FOA દ્વારા જણાવાયું છે કે લગભગ ૨ અઠવાડિયાના સમયગાળામાં સોમાલિયાથી તીડનું બીજું ઝુંડ ભારત તરફ આવી શકે છે. જો કે આ તીડના ઝુંડના હમલાની અંદાઝીત લોકેશન પાકિસ્તાન ભારત બોર્ડર બતાવવામાં આવી રહી છે. એટલે કે ભારત સાથે પાકિસ્તાન પણ આ હુમલાનો શિકાર બનશે. જો કે આ તીડનું ઝુંડ ભારત પાકિસ્તાન બોર્ડર પર ત્રાટકશે જેની અસર રાજસ્થાન અને એના આસપાસના વિસ્તારોને પણ થશે.

image source

જે વિસ્તારમાં આ આવશે ત્યાનો પાક બારબાદ થઇ જશે

મળતી માહિતી પ્રમાણે સોમાલિયાથી આ તીડના ઝુંડનો નિકાલ કરવામાં આવ્યો છે, ત્યારે એક ઝુંડ ઉત્તર પૂર્વ તરફ નિકાલ કરવામાં આવ્યું છે. આ નિકાલ કરવામાં આવેલ તીડનું ઝુંડ ભારત પાકની સીમા પર પ્રજનન સ્થાપશે અને ત્યાંથી ચાલ્યા જશે એવી માહિતી આપવામાં આવી છે. જો કે જે વિસ્તારમાં આ આવશે ત્યાનો પાક બારબાદ થઇ જશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ભારતમાં સૌથી ખરાબ તીડનો હમલો થઇ ચુક્યો છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના લગભગ 24 જેટલા જિલ્લાઓ અસરગ્રસ્ત થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત