Facebookના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટઃ ભારત સરકારે 40 હજાર શકમંદ ભારતીયોના ડેટા માંગ્યા

ફેસબુક ટ્રાન્સપરન્સી રિપોર્ટમાં થયો ખુલાસો, ભારત સરકારે યુઝર ડેટા માટે મોકલી છે 40, 300 રિકવેસ્ટ.

ફેસબુકે કહ્યું છે કે એને ભારત સરકાર તરફથી જુલાઈ અને ડિસેમ્બર 2020ની વચ્ચે ભારત સરકાર પાસેથી યુઝર ડેટા માટે 40, 300 રિકવેસ્ટ મળી છે. ગુરુવારે સોશિયલ નેટવર્કિંગ દિગગજે જણાવ્યું છે કે ભારત સરકાર તરફથી મળેલી 40, 300 રિકવેસ્ટમાંથી 37, 865 રિકવેસ્ટ લીગલ હતી. ભારત સરકાર તરફથી મળેલી કુલ રિકવેસ્ટમાંથી 52 ટકા રિકવેસ્ટ પર અમુક ડેટા સરકારને આપવામાં આવ્યો છે. ફેસબુકે પોતાની લેટેસ્ટ ટ્રાન્સપરન્સી રિપોર્ટમાં આ વિશે જાણકારી આપી છે.

image source

આ 6 મહિના દરમિયાન ફેસબુકે ભારત સરકારની અલગ અલગ રિકવેસ્ટ અને સ્થાનીય કાયદાના આધાર પર 944 કોન્ટેન્ટને પ્રતિબંધિત કર્યા છે. અત્રે મહત્વપૂર્ણ વાત એ છે કે જાન્યુઆરીથી જૂન 2020 દરમિયાન 824 વાર કોન્ટેન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

અમેરિકાની સોશિયલ મીડિયા કંપનીએ રિપોર્ટમાં કહ્યું છે કે “અમે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિકસ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના દિશા નિર્દેશના આધારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ના સેક્શન 69Aનું ઉલ્લંઘન કરવા અને રાજ્ય તેમજ જનતાની સુરક્ષાની વિરુદ્ધમાં હોય એવા 879 કોન્ટેન્ટને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. અમે કોર્ટના આદેશ પર પણ 54 એવી આઈટમનું એક્સીસ બંધ કરી દીધું છે.” ફેસબુકે એ નથી જણાવ્યું કે કોના દિશા નિર્દેશ પર કંપનીએ 12 કોન્ટેન્ટને બ્લોક કરી દીધા છે.

image source

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આ સમય દરમિયાન 62, 754 ફેસબુક યુઝર્સનો ડેટા માંગ્યો છે. એ સિવાય 8530 યુઝર એકાઉન્ટના ડેટાને પ્રિઝર્વ કરવા માટે પણ 4400 રિકવેસ્ટ મોકલવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આ ત્રણ મહિનામાં સરકાર દ્વારા મોકલવામાં આવેલી રિકવેસ્ટ જાન્યુઆરી અને જૂન 2020માં મોકલેલી રિકવેસ્ટની સરખામણીમાં લગભગ 13 ટકા વધુ હતી.

image source

ભારત સરકાર અને એની એજન્સીઓ દ્વારા મળેલી રિકવેસ્ટ સિવાય ફેસબુકે બ્રાઝિલના પ્રેસિડેન્ટ jair bolsonaroના સ્પોર્ટ વાળા 12 પેજ અને પ્રોફાઈલ પર પણ પ્રતિબંધ લગાવવા આવ્યો હતો. તમને જણાવી દઈએ કે વર્ષ 2013 પછી દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારની રિકવેસ્ટ સતત વધી રહી છે.

ફેસબુકે જણાવ્યું કે ભારત સરકારે વર્ષ 2020માં 62, 754 ફેસબુક યુઝર્સ વિશે જાણકારી પણ માંગી હતી. એમને લગભગ 52% એકાઉન્ટસનો કોઈને કોઈ ડેટા સરકારને આપ્યો હતો. ફેસબુક અનુસાર એ દેશના કાયદા અને કંપનીની સેવાની શરતો અનુસાર સરકારને આ ડેટા આપતું રહેશે. સરકાર દ્વારા કરવામાં આવેલી દરેક માંગને સાવધાની પૂર્વક કાયદાકીય દ્રષ્ટિએ મૂલ્યાંકન કર્યું અને યોગ્ય કારણ હોય તો સરકાર દ્વારા કરવામાં આવેલી આ માંગને નકારી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!