લોકડાઉનના ભણકારા વાગતાં જ લોકો ભાન ભૂલ્યા, ભરબપોરે ખરીદી કરવા મોલ-શાક માર્કેટ તરફ દોટ મૂકી઼

હાલમાં કોરોનાએ કકળાટ મચાવ્યો છે. એમાં પણ ચૂંટણી પછી તો રાજ્યમાં કોરોના માતેલા સાંઢની જેમ વધી રહ્યો છે અને હવે દરરોજ 3000 ઉપર કેસ આવી રહ્યા છે. સાથે જ લોકોના મોત પણ થઈ રહ્યા છે. તો વળી બીજી તરફ સરકાર જાણે ઉંઘી રહી હોય એવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. હાલમાં જે રીતે રાજ્યમાં વિકરાળ રૂપ લઈ રહેલા કોરોનાવાયરસ પર અંકુશ લગાવવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે તે જોતા લાગે છે કે કોરોના હજુ ગુજરાતમાં વધારે સમય માટે મહેમાન બનીને રહેવાનો છે. તો આ બધાની વચ્ચે એવી ચર્ચા ચાલી છે કે ગુરુવાર રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવાર 6 વાગ્યા સુધી રાજ્યમાં લોકડાઉન કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં લોકોમાં સૌથી મોટી ચિંતા લોકડાઉનમાં શું ચાલુ રહેશે અને શું બંધ થશે

image source

હાલમા આ વાત વાયરલ થતાં જ માહોલ એવો બની ગયો છે કે અમદાવાદ સહિત રાજ્યનાં મોટાં શહેરોમાં લોકડાઉનના ભણકારાને પગલે લોકો ખરીદી કરવા માટે મોલ તેમજ શાક માર્કેટ સહિતમાં લાઈનો લગાવીને ઊભા રહેલા નજરે ચઢી રહ્યા છે. ત્યાં કોરોનાના કોઈ જ નિયમોનું પણ પાલન થતું નથી અને ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે.

image source

હજુ આજે જ વેપારી, મેડિકલ એસોસિયેશન તેમજ હાઈકોર્ટ દ્વારા રાજ્ય પર કર્ફ્યૂ તેમજ લોકડાઉન લાદવા દબાણ કરવામાં આવી રહ્યું છે. જો કે આ બધી અટકળો વચ્ચે મુખ્યમંત્રીએ આજે સાંજે કોર કમિટીની બેઠકમાં લોકડાઉન અંગેની જાહેરાત કરવાની વાત કરી છે. સરકાર પણ એમનેમ નથી જાગી. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે પણ સરકારને નિર્દેશ આપતાં જણાવ્યું હતું કે કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે.

image source

ચીફ જસ્ટિસે આજે વાત કરતાં એવી વાત કરી હતી કે કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકારે નિર્ણય લેવો જોઈએ. બીજી તરફ સરકાર પણ લોકડાઉન અંગે વિચારણા કરી રહી હોય એવું લાગી રહ્યું છે. આજે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્ય સચિવ સહિતના અધિકારીઓ સુરતમાં કોરોનાને કાબૂમાં લેવા માટે વિચારણા કરી રહ્યા છે, ત્યાર બાદ દાંડિયાત્રાનો સમાપન કાર્યક્રમ પૂર્ણ કરી સાંજે મુખ્યમંત્રી સહિતના અધિકારીઓ ગાંધીનગર પહોંચશે, જ્યાં કોર કમિટીની બેઠક મળશે, જેમાં કોરોના અંગે હાઈકોર્ટે આપેલા નિર્દેશો તેમજ વેપારી અને મેડિકલ એસોસિયેશને કરેલી માગણી અંગે ગંભીરતાથી ચર્ચાવિચારણા કરી ગુરુવાર રાતથી 3 દિવસનું લોકડાઉન આપે એવી શક્યતાઓ બતાવવામાં આવી રહી છે

image source

હવે જો હાલમાં બજારોમાં જે માહોલ જોવા મળી રહ્યો છે એના વિશે વાત કરીએ તો લોકડાઉન અંગે ચર્ચા ચાલુ થતાં જ શહેરીજનો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા ભરબપોરે બજાર અને મોલમાં મોટી સંખ્યામાં ઊમટી પડ્યા છે. લોકોમાં લોકડાઉનને લઈને એક પેનિક જોવા મળી રહ્યું છે, જેને પગલે શહેરના મોલ અને બજારમાં ખરીદી માટે લાઇનો લાગી છે. શાક માર્કેટમાં પણ લોકો શાકની એકસાથે વધુ પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે અને કોરોનાના નિયમોનો ભંગ થઈ રહ્યો છે.

image source

એ જ રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા માધુપુરા અને કાલુપુરનાં બજારમાં કરિયાણા અને શાકભાજીની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં ઊમટ્યા છે, જ્યારે પશ્ચિમ વિસ્તારમાં આવેલા મોલ અને શાક માર્કેટમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. પશ્ચિમ વિસ્તારમાં આવેલા મોલમાં લોકો 30-40 મિનિટ સુધી બહાર લાઈનમાં ઊભા રહીને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે ઊભા હોવાના પણ સીન જોવા મળી રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરત તેમજ વડોદરાના રહેવાસીઓ કપડાં, કરિયાણું સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે મોલ તેમજ અન્ય બજારોમાં એકઠા થઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!