Site icon News Gujarat

ભારતી સિંહે પુનીતનાં લગ્નમાં મન મૂકીને ડાન્સ કર્યો, જુઓ ઢોલના સથવારે ભાંગડા કરતી ભારતીનો વીડિયો

ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ થી કારકિર્દીની શરૂઆત કરનાર ડાન્સર, કોરિયોગ્રાફર અને અભિનેતા પુનીત પાઠક હવે લગ્નના બંધનમાં બંધાયો છે. તાજેતરમાં જ તેણે તેની પ્રેમિકા નિધિ સિંહ સાથે લગ્ન કર્યા, જેના ફોટા અને વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

image source

હાલમાં પુનીત પાઠકની મહેંદી સમારોહનો એક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભારતી સિંહ તેના બેસ્ટ ફ્રેન્ડના મહેંદી સમારોહમાં જબરદસ્ત સ્ટાઇલમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ભારતી સિંહ ઢોલ પર જબરદસ્ત શૈલીમાં ભાંગડા કરી રહી છે.

image source

વીડિયોમાં ભારતી સિંહ તેના પતિ હર્ષ લિંબાચિયા, પુનિત પાઠક અને નિધિ સિંહ સાથે ગ્રીન કલરનો પોશાક પહેરીને જબરદસ્ત રીતે ડાન્સ કરી રહી છે.

વીડિયોને વાયરલ ભાયાણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. લોકો આ વીડિયો પર ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે.

image source

પુનીત પાઠકની કારકિર્દીની વાત કરીએ તો તેણે તેની કારકિર્દી ડાન્સ ઈન્ડિયા ડાન્સના સ્ટેજથી શરૂ કરી, જ્યાં તે બીજા નંબરનો રનર-અપ હતો. ડાન્સની દુનિયામાં પ્રવેશ્યા પછી, પુનીત પાઠકે ડાન્સ પ્લસની અનેક સીઝનમાં જજ તરીકે પણ કામ કર્યું. તે જ સમયે જો આપણે ભારતી સિંહ વિશે વાત કરીએ, તો તે પ્રખ્યાત કોમેડિયન છે. કપિલ શર્મા શોમાં તે તેની શ્રેષ્ઠ કોમેડીથી બધાને મનોરંજન કરતી જોવા મળે છે.

image source

કોમેડિયન ભારતી સિંહ અને તેમના પતિ હર્ષ લિંબાચિયાની નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો એટલે કે NCBએ ડ્રગ્સ મામલામાં ધરપકડ કરી હતી. ભારતી અને હર્ષના ઘરેથી NCBને ગાંજો મળી આવ્યો હતો. જેના પછી બંનેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે બીજા જ દિવસે ભારતી સિંહ અને હર્ષ લિંબાચીયાને જામીન મળી ગયા હતા. ત્યારબાદ એવા પણ સમાચાર મળી રહ્યા હતા કે ભારતીને ‘ધ કપિલ શર્મા શો’માંથી કાઢી નાંખવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ચેનલે ભારતી સિંહને ‘ધ કપિલ શર્મા શો’માંથી નીકાળી દેવાનો નિર્ણય કર્યો છે. પરંતુ તેને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

image source

જો કે એક ખાનગી સમાચાર સાથે વાત કરતા કૃષ્ણા અભિષેકે આ વાતને ખોટી જણાવી હતી. કૃષ્ણાએ કહ્યું હતુ કે ચેનલ તરફથી આવું કોઈ હજુ સુધી પગલુ ભરવામાં આવ્યું નથી. કપિલ અને હું હંમેશા ભારતી સિંહ(Bharti Singh) ની સાથે ઉભા રહીશું. પછી ભલે કંઈ પણ કેમ ન થઈ જાય. અમે હંમેશા ભારતીને સપોર્ટ કરતા રહીશું. તેને કામ ઉપર પરત આવવુ જ પડશે. જે થવાનું હતું તે થઈ ગયું. અમે ભારતી સાથે ઉભા છીએ. તેમને મારા તરફથી સંપૂર્ણ સપોર્ટ છે અને ચેનલ દ્વારા હજુ કોઈ આવી કાર્યવાહી કરવામાં આવી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version