બોલીવુડ ડ્રગ્સ કનેક્શન: ફેમસ કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ફ્લેટ પર NCBના દરોડા, લાગ્યો આ મોટો આરોપ

કોમેડિયન ભારતી સિંહના મુંબઈ ખાતેના ઘરે NCBની રેડ – NCB એ અંધેરી, લોખંડ, વર્સોવા ઉપરાંતના વિસ્તારોમાં પાડ્યા દરોડા

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસની તપાસ દરમિયાન બોલીવૂડમાં ચાલી રહેલા ડ્રગ્સના વપરાશને લઈને મોટા ખુલાસા થયા હતા. ત્યાર બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબી એકધારું આ અંગે તપાસ કરી રહી છે. છેલ્લા કેટલાક મહિનાથી એનસીબી મુંબઈના ઘણા બધા વિસ્તારો પર દરોડા પાડી રહી છે. તો વળી ઘણા બધા બોલીવૂડ સ્ટાર્સના ઘરે પણ ટીમે દરોડા પાડ્યા છે. તાજેતરમાં એનસીબીની ટીમે દેશની જાણીતી કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાના મુંબઈ ખાતેના ઘરે પણ દરોડા પાડ્યા છે. એએનઆઈ ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે શનિવારે વહેલી સવારે એનસીબીએ મુંબઈના અંધેરી, વર્સોવા, લોખંડવાલા એમ ત્રણ વિવિધ સ્થળો પર દરોડા પડ્યા હતા. એક અહેવાલ પ્રમાણે આ કોમેડિયન દંપત્તિ પર ડ્રગ્સનુ સેવન કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

ભારતી સિંહ અને તેના પતિના ઘર પર પાડવામા આવેલા દરોડાની પુષ્ટિ એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે દ્વારા કરવમાં આવી હતી. અને તેમના માર્ગદર્શન હેઠળ જ આ દરોડાની કામગીરી હાથ ધરાઈ હતી.

image source

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનો કેસ એટલો બધો ચગ્યો હતો કે ત્યાર બાદ કેસની તપાસના બે ફાંટા પડી ગયા એક તો સુશાંતની હત્યા થઈ હતી કે તેણે આત્મહત્યા કરી હતી તેની તપાસનો અને તપાસ દરમિયાન સુશાંત અને તેના સાથી મિત્રો ડ્રગ્સનું સેવન કરતા હતા તેનો પણ ખુલાસો થયો હતો અને તેના આધારે બોલીવૂડમાં છાનાખૂણે ચાલી રહેલા ડ્રગના વપરાસ તેમજ ડ્રગ રેકેટની તપાસ પણ ચાલુ થઈ હતી. જેમાં બોલીવૂડની મોટી મોટી હસ્તીઓ જેમ કે સારા અલી ખાન, રકુલ પ્રિત, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર વિગેરેની પણ પૂછપરછ કરવામા આવી હતી. હજુ થોડા દિવસ પહેલાં અર્જુન રામપાલની પણ આ બાબતે પૂછપરછ કરવામા આવી હતી.

image source

તમને જણાવી દઈએ કે ભારતી સિંહ છેલ્લા ઘણા વર્ષોથી નાના પરદા પર કોમેડિયન તરીકે લોકોને હસાવી રહી છે. હાલ તેણી ધ કપિલ શર્મા શો, તેમજ ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરને હોસ્ટ કરી રહી છે. આ પહેલા તેણી કોમેડી સર્કસ, ઝલક દિખલા જા, તેમજ નચ બલિયે જેવા શોમાં કોમેડી તેમજ એંકરિંગ કરી ચુકી છે. તેણીએ 2017માં ટેલિવિઝન રાઇટર હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યા હતા. હાલ આ બન્ને પતિ-પત્ની સોની ટેલિવિઝન પર આવતા રિયાલીટી શો ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરને હોસ્ટ કરી રહ્યા છે અને લોકોને મનોરંજન પુરુ પાડી રહ્યા છે.

શંકાસ્પદ પદાર્થ ગાંજો મળી આવ્યો

મળેલી માહિતી પ્રમાણે ભારતી સિંહના ઘરમાંથી ગાંજો મળી આવ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના મુંબઈ ઝોનલ યુનિટે આ રેડ પાડી છે. મળેલા અહેવાલ પ્રમાણે પકડાયેલા ડ્રગ પેડલર દ્વારા આપવામા આવેલી જાણકારી પર ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ઘર પર રેડ પાડવામા આવી હતી. એનસીબીને રેડ દરમિયાન શંકાસ્પદ પદાર્થ (ગાંજો) મળ્યો છે. ભારતી સિંહ ટેલિવિઝનની પ્રથમ પોપ્યુલર એક્ટ્રેસ છે જેના ઘરે એનસીબીએ રેડ પાડી છે.

ઉપર જણાવ્યું તે પ્રમાણે આ પહેલાં અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડના ઘરે પણ રેડ પાડવામા આવી હતી. 9મી નવેમ્બરે પાડવામા આવેલી આ રેડ દરમિયાન લેપટોપ, મોબાઈલ અને ફોન તેમજ ટેબલેટ જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓને જપ્ત કરી લેવામાં આવી હતી અને અર્જુનના ડ્રાઇવરની પણ પુછપરછ કરવામા આવી હતી. અર્જુન રામપાલના ઘરે રેડ પાડ્યા અગાઉના દિવસે એનસીબીએ બોલીવૂડ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાની પત્નીને જૂહુમાં આવેલા તેના ઘર પર કથિત રીતે ગાંજો મળી આવતા ધરપકડ કરી હતી.

આ પહેલાં અર્જુનની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાના ભાઈ અગિસિયાલોસના અપાર્ટમેન્ટમાંથી ડ્રગ્સ મળી આવ્યા બાદ તેની ધપકડ કરવામા આવી હતી. અધિકારીએ જણાવ્યુ હતું કે ગયા મહિને, એનસીબીએ ગેબ્રિએલાના ભાઈ અગિસિલાઓસ ડેમેટ્રિએડ્સને એક ડ્રગ કેસમાં પૂણે જિલ્લાના લોનાવાલા સ્થિત એક રિઝોર્ટથી એરેસ્ટ કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત