Site icon News Gujarat

ભૂતકાળમાં માતાના સંઘર્ષને યાદ કરતાં આજે પણ કોમેડિયન ભારતી સિંહની આંખોમાં આવી જાય છે આસું

લોકોને હસાવીને લાખોની કમાણી કરી લેતી ભારતી સિંહની માતા એક વખતે બીજાના ઘરે જઈને રસોઈ બનાવવાનું કામ કરતા હતા – તે દિવસોને યાદ કરીને આજે પણ ભારતી દુઃખી થઈ જાય છે

ભૂતકાળમાં માતાના સંઘર્ષને યાદ કરતાં આજે પણ ભારતીની આંખો ભીની થઈ જાય છે

image source

ભારતી સિંહ કોમેડીની દુનિયામાં એક ટ્રેન્ડ સેટર રહી છે. તેણી એવી પહેલી મહિલા કોમેડિયન છે જેણે પોતાની જાતને વારંવાર સાબિત કરી છે. તેણીએ આ મુકામ ઘણા બધા સંઘર્ષોમાંથી પસાર થઈને પ્રાપ્ત કર્યું છે. તાજેતરમાં ભારતી સિંહે એક જાણીતી મિડિયા વેબસાઇટ સાથે વાત કરી હતી. તે દરમિયાન તેણીએ પોતાના જીવનની અનેક ચડ-ઉતર વિષે જણાવ્યું હતું. ભારતી સિંહ એ કોમેડિયનોમાંની એક છે જેણે પોતાના અંગત જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. આ વાતચીત દરમિયાન ભારતી સિંહે પોતાના તેમજ પોતાની માતાના સંઘર્ષ વિષે થોડી વાતચીત કરી હતી.

image source

પોતાના બાળપણના દિવસોને યાદ કરતાં ભારતી સિંહે કહ્યું, ‘હું ગરીબીની ભટ્ટીમાં ખૂબ શેકાઈ છું. મેં ખૂબ કામ કર્યું છે અને મારા કરતાં પણ વધારે મારી માતાએ કામ કર્યું છે. મને આજે પણ યાદ છે કે જ્યારે મારી માતા બીજાના ઘરે રસોઈ કરવા જતી હતી અને ક્યારેક ક્યારેક હું પણ તેમની સાથે જતી હતી. ત્યાં જઈને હું જ્યારે લોકોના ઘર, કિચન અને ફ્રીઝ વિગેરે જોતી ત્યારે વિચારતી કે ક્યારેક મારે પણ આવું ઘર હશે.’

image source

ભારતી સિંહ પોતાના ભુતકાળને યાદ કરતાં આગળ કહે છે, ‘ભગવાનની કૃપાથી આજે મારી પાસે સારું ઘર છે. મારી માતાએ હંમેશા મને એક વાત શીખવી છે કે મહેનત ક્યારેય ન છોડવી. જ્યારે તમે મહેનત કરો છો ત્યારે ખૂબ મુશ્કેલીઓ આવે છે. બે વર્ષની ઉંમરમાં મારા પિતા ગુજરી ગયા હતા. ત્યાર બાદ મારી માતાએ અમારા માટે બધું જ કર્યું. અમને ત્રણ ભાઈ-બહેનોને ભણાવ્યા-ગણાવ્યા. આજે પણ હું જ્યારે મારા બાળપણનો સમય યાદ કરું છું તો ચિંતિત થઈ જાઉં છું.’

આ ઉપરાંત ભારતી સિંહે એ પણ જણાવ્યું કે કોમેડિયન તરીકે તેને કેવી રીતે તેનો ફર્સ્ટ ચાન્સ મળ્યો. પોતાના કોલેજના દિવસોને યાદ કરતાં ભારતી સિંહ જણાવે છે, ‘જ્યારે હું મારી કોલેજમાં હતી ત્યારે મારા મિત્રો સાથે હું ગાર્ડનમાં મસ્તી કરી રહી હતી. આ દરમિયાન નજીકથી સુદેશ લહરી પસાર થયા. ત્યાર બાદ તેમણે મારી ટીચરને જઈને કહ્યું કે ગાર્ડનમાં એક છોકરી ખૂબ મસ્તી કરી રહી છે તેને તમે બોલાવો.’

image source

ભારતી પોતાના આ રોમાંચક અનુભવને આગળ વર્ણવતા કહે છે, ‘ટીચરે મને કહ્યું કે આ સુદેશ લહરી છે તને પોતાના કેમેડી ડ્રામામા લેવા માગે છે. ત્યાર બાદ મને ટીચરે સુદેશ લહરીના કોમેડી ડ્રામા સાથે જોડાયેલી કેટલીક લાઈનો વાંચવા માટે આપી જે મેં વાચીં. સુદેશ લહરીને તે ખૂબ પસંદ આવી. તેમણે ટીચરને કહ્યું કે આ છોકરી અમને કોઈ પણ સંજોગોમાં જોઈએ છે. મેં શરૂઆતમાં તો ડ્રામા કરવાની ના પાડી દીધી હતી,પણ પછી ટીચરે મને જણાવ્યું કે તું સુદેશ લહેરીના ડ્રામાને કરી લે તેનાથી આપણી સ્કૂલનું નામ રોશન થશે. સાથે સાથે તારી ફી પણ માફ થઈ જશે. આ બધું વિચારીને મેં સુદેશ લહરીને ડ્રામા માટે હા પાડી દીધી અને તે ડ્રામાને રાષ્ટ્રીય સ્તર પર ખૂબ પ્રશંસા મળી.’

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version