કોમેડિયન ભારતી સિંહ આવી ગઈ NCBના સકંજામાં, ઘર અને ઑફિસમાંથી આટલા ગાંજો મળતા થઈ જેલભેગી

સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ પછી બહાર આવેલા બોલિવૂડ અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં છાનેખૂણે ચાલતા ડ્રગ્સના સેવનના અંકોડા મેળવવા માટે NCB સતત સેલિબ્રિટીઓનાં ઘરે દરોડા પાડી રહી છે. દિવાળી પહેલાં જ એક્ટર અર્જુન રામપાલને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. ત્યારે હવે ડ્રગ્સ કેસમાં ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી હાસ્ય કલાકાર ભારતી સિંહની NCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેના પતિ હર્ષની પણ પૂછપરછ ચાલી રહી છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે ભારતી સિંહ અને તેના પતિ હર્ષ એ પૂછપરછમાં ડ્રગ્સનું સેવન કર્યું હોવાની વાતને સ્વીકારી હતી.

હાલમાં જે પ્રમાણે માહોલ છે એની વાત કરીએ તો NCB ડ્રગ્સ કેસમાં સતત પોતાનું વલણ કડક બનાવતી જઈ રહી હોય તેવુ જણાઈ રહ્યું છે. શનિવારે NCB એ મુંબઈમાં જાણીતી હાસ્ય કલાકાર ભારતી સિંહની ધરપકડ કરી છે. તેના પતિ હર્ષની પૂછપરછ કરવામાં આવી રહી છે. હવે હાલમાં હર્ષ પર પણ ધરપકડની તલવાર લટકી રહી છે. હર્ષની ધરપકડ પણ થઈ શકે છે. ભારતી સિંહને આજે રાત્રે NCB કચેરી ખાતે કસ્ટડીમાં રાખવામાં આવશે અને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

image source

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, એટલે કે NCBએ જાણીતી કોમેડિયન ભારતી સિંહની ડ્રગ્સ રાખવા અને તેનું સેવન કરવાના આરોપસર ધરપકડ કરી છે. તેના પતિ હર્ષ લિંબાચિયાની પૂછપરછ હજુ પણ ચાલુ છે. NCB સાથેની પૂછપરછમાં ભારતી સિંહે તેના પતિ હર્ષ સાથે ગાંજાનું સેવન કરવાની વાત કબૂલી હતી. મળતી માહિતી પ્રમાણે શનિવારે રાત્રે ભારતીને NCBની ઑફિસમાં જ રાખવામાં આવશે. આવતીકાલે રવિવારે ભારતીને કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા છે. શનિવારે સવારે આ દંપતીનાં મુંબઈસ્થિત ઘરે દરોડા પાડ્યા હતા.

image source

કહેવામાં આવી રહ્યું છે કે, ભારતી અને હર્ષ લિંબાચિયાના ઘર અને ઑફિસેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આથી NCBએ વધુ પૂછપરછ માટે બંનેની અટકાયત કરી હતી. ન્યૂઝ એજન્સી ANIના સમાચાર પ્રમાણે, NCBએ શનિવારે સવારે અંધેરી, લોખંડવાલા અને વર્સોવાનાં ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા.


કઈ રીતે આ સમગ્ર કેસ અને નામો સામે આવ્યા એ વિશે વાત કરીએ તો એક ડ્રગ પેડલર સાથેની પૂછપરછ દરમિયાન આ બંનેનાં નામ સામે આવ્યાં હતાં. ત્યાર બાદ અંધેરી, લોખંડવાલા અને વર્સોવાસ્થિત ઘરમાં રેડ પાડવામાં આવી હતી. NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું કે, હર્ષ અને ભારતીને અમે કસ્ટડીમાં પૂછપરછ માટે લીધાં છે. બંનેને ઝોનલ ઓફિસમાં આવીને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત