ભારતીય ગ્રાહકો માટે પ્રસિદ્ધ ઇ કોમર્સ વેબસાઈટ amazon દ્વારા લોન્ચ કરશે આ ખાસ ફીચર

અહીં આ આર્ટિકલ વાંચનારા વાંચકો પૈકી ઘણા ખરા વાંચકો એવા હશે જે પ્રખ્યાત ઇ કોમર્સ વેબસાઈટ એમેઝોન પરથી ઓનલાઇન ખરીદી કરતા હશે.

ત્યારે Amazon ઇન્ડિયા દ્વારા તાજેતરમાં જ જણાવવામાં આવ્યું હતું કે તે સ્થાનિક સ્તરે પ્રચલિત ભાષાને એકસ્પેન્ડ કરી રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર તે આગામી અમુક સપ્તાહમાં જ વોઇસ શોપિંગના અનુભવને હવે હિન્દી ભાષાના શોખીનો માટે પણ શેયર કરશે. એટલે કે હવે Amazon પર ખરીદી કરવા માટે આવતા ભારતીય ગ્રાહકો તેમની સ્થાનિક ભાષાઓ જેમ કે હિન્દી, મરાઠી અને બંગાળી ભાષામાં જ amazon.in ને એક્સેસ કરી શકશે. અહીં એ પણ નોંધનીય છે કે આ પહેલા જ કંપનીએ હિન્દી, ઈંગ્લીશ, કન્નડ, મલયાલમ, તમિલ અને તેલુગુને પણ સપોર્ટમાં લીધી હતી.

image soucre

Amazon ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ લોન્ચિંગ સાથે અમે સ્થાનિક ભાષાનું બેરિયર તોડવા જઈ રહ્યા છીએ અને ઇ કોમર્સ ને લાખો ભારતીય ગ્રાહકો માટે એક્સેસિબલ બનાવીશું. નોંધનીય છે કે વેબસાઈટને મરાઠી અને બંગાળીમાં એક્સેસ કરવા માટે અમેઝોન એ એક્સપર્ટ સાથે કામ કર્યું જેના કારણે લોકોને મુશ્કેલી ન પડે. અને તેઓ સરળતાથી પોતાની સ્થાનિક ભાષામાં સાઇટ એક્સેસ કરી શકે.

image soucre

Amazon ગ્રાહકો પોતાની પસંદગીની ભાષાને એન્ડ્રોઇડ અને iOS મોબાઈલ અને ડેસ્કટોપ સાઇટ પર સિલેક્ટ કરી શકે છે. એક વખત સિલેક્ટ કર્યા બાદ લેંગ્વેજ પરેફ્રેન્સને રેકોર્ડ ક4ઇ લેવામાં આવશે અને તમારી ફ્યુચર વિઝીટને ધ્યાનમાં રાખવામાં આવશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે કંપનીએ વર્ષ 2020 માં વોઇસ શોપિંગને અંગ્રેજી ભાષામાં શરૂ કર્યું હતું અને ત્યારબાદ હવે તેને હિન્દી ભાષામાં શરૂ કરવામાં આવે રહ્યું છે.

આ ફિચરના કારણે ગ્રાહકને શું ફાયદો થશે ?

image soucre

જ્યારે ઉપર વાત કરી તે ફિચરને લોન્ચ કરવામાં આવશે તો ભારતીય ગ્રાહક એ ફિચરનો ઉપયોગ કરીને પોતાની ભાષામાં એટલે કે હિન્દીમાં બોલીને જે તે ચીજવસ્તુ કે પ્રોડક્ટને સર્ચ કરી શકશે. એટલું જ નહિ ભારતીય ગ્રાહકો આ ફિચરની મદદથી પોતાના ઓર્ડર સ્ટેટ્સની માહિતી પણ જાણી શકશે. વોઇસ સર્ચ કરવા માટેનું આ ફીચર હાલ પૂરતું ફક્ત એન્ડ્રોઇડ ડિવાઇસ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ફીચર લોન્ચ થવાની સાથે સાથે ભારતીય ગ્રાહકો અનેક ટચ પોઇન્ટ પર નેવિગેટ કરી શકશે. જેમાં amazon.in, સર્ચ ફોર પ્રોડકટ અને તમારા કાર્ટમાં આઈટમને એડ કરવાનું પણ શામેલ હશે. આ બધું ગ્રાહક પોતાની સ્થાનિક ભાષા હિન્દી અને ઈંગ્લીશમાં કરી શકશે.

અત્રે એ પણ નોંધનીય છે કે જૂન 2020 થી જ અમેઝોન એ સેલર રજિસ્ટ્રેશન અને અકાઉન્ટ મેનેજમેન્ટ સર્વિસને હિન્દી, તમિલ, કન્નડ, મરાઠી, તેલુગુ, મલયાલમ.અને બંગાળીમાં શરૂ કરી છે.