Site icon News Gujarat

સોશ્યલ મીડિયા પર લોકોનું મનોરંજન કરતી ભારતી સિંહના પતિએ કરેલો વીડિયો થયો વાયરલ, જાણો સચ્ચાઈ

ભારતી સિંહ અને હર્ષ લીંબચીયા ટીવીના ફેવરિટ કપલમાંથી એક છે. બન્ને દર્શકોને ખૂબ જ હસાવે છે. સોશિયલ મીડિયા પર પણ ભારતી સિંહ અને હર્ષ લીંબચીયા ઘણા જ સક્રિય ચર અને મજેદાર વિડીયો શેર કરતા રહે છે..હવે હર્ષ લીંબચીયાએ એક વિડીયો દ્વારા ભારતીનું અલગ જ રૂપ બતાવ્યું છે.

ભારતીને શુ થયું?

image source

વિઇડયો જોઈને તમને પણ વિશ્વાસ નહિ આવે કે આખરે ભારતી સિંહ આ ઉંમરે ઘરડી કેમ દેખાવા લાગી. એમના વાળ સફેદ થઈ ચૂક્યા છે, ચહેરા પર કરચલીઓ દેખાવા લાગી છે અને દાંત પણ નથી.

પરેશાન થવાની જરૂર નથી.

image source

ભારતી સિંહનો વિડીયો શેર કરતા હર્ષ કહે છે કે એ ઘરડી થઈ ચૂકી હતી પણ એને મોબાઈલની લત હજી પણ હતી. એમના આટલું કહેતા જ ભારતી ખાંસી ખાવા લાગે છે.ભારતી સિંહને આવી જોઈને પરેશાન થવાની જરૂર નથી.વાત જાણે એમ છે કે હર્ષે ઇન્સ્ટાગ્રામ ફેસ ફિલ્ટરનો ઉપયોગ કર્યો છે. એમને કેપશનમાં લખ્યું છે કે મોહબ્બત તો હંમેશા જવાન રહે છે, ઘરડી તો હંમેશા પત્ની જ થાય છે.

ફેન્સ આપી રહ્યા છે રિએક્શન.

આ વીડિયો પર ફેન્સ જબરદસ્ત કમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો પર કૃષ્ણા અભિષેક, યુવીકા ચૌધરી, ઉમંગ કુમાર, ધર્મેશે પણ રિએક્શન આપ્યું છે. અત્યાર સુધીમાં આ વીડિયોને નવ લાખથી વધુ લોકોએ જોઈ લીધો છે.

image source

ભારતી સિંહ અને હર્ષ લીંબચીયા હાલના દિવસોમાં ડાન્સ રિયાલિટી શો ડાન્સ દિવાને 3 હોસ્ટ કરી રહ્યા છે. બન્ને પોતાની કૉમેડીથી ખૂબ જ હસાવે છે. શોમાં માધુરી દીક્ષિત જજ તરીકે છે. શોમાં ભારતી સિંહ અને હર્ષ લીંબચીયાની મસ્તી ચાલતી રહે છે અને બન્ને ઘરમાં પણ જ્યારે પણ સમય મળે છે તો અમુક એવા જ ફની વિડીયો દ્વારા ફેન્સનું મનોરંજન કરતા રહે છે. તો જલ્દી જ ભારતી ધ કપિલ શર્મા શોમાં પણ દેખાવાની છે. શોની ત્રીજી સિઝન જલ્દી જ આવી રહી છે. જેમાં એકવાર ફરી ભારતી લોકોને ખૂબ જ હસાવતી દેખાશે.

image source

ટીવીના સૌથી જાણીતા કૉમેડિયનમાંથી એક ભારતી સિંહ અને હર્ષ લીંબાચિયાની જોડીને દર્શકો ખૂબ જ પસંદ કરે છે ભારતીએ હર્ષ સાથે 3 ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા. હર્ષ કોમેડી શોઝના લેખક રહી ચૂક્યા છે અને શોના સેટ પર જ બંને મળ્યા હતા. બંને 2014થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે ભારતી સિંહ પણ હર્ષ લીંબાચિયા કરતા 8 વર્ષ મોટી છે

Exit mobile version