હવે દરેક ભારતીયોનું બનશે યુનિક હેલ્થ આઈડી, PM મોદી આ તારીખે શરૂ કરશે યોજના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસથી પાછા ફરતાની સાથે જ આગામી સપ્તાહે દેશમાં એક મોટી આરોગ્ય યોજના શરૂ કરવા જઈ રહ્યા છે. આ યોજનાનું નામ પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન છે, જે અંતર્ગત દરેક ભારતીયને યુનિક હેલ્થ આઈડી મળશે. પ્રધાનમંત્રી મોદી 27 સપ્ટેમ્બરે આ મહત્વાકાંક્ષી યોજનાનો પ્રારંભ કરશે. આરોગ્ય મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓએ માહિતી આપી છે કે દરેક વ્યક્તિ માટે યૂનિક આઈડી જનરેટ કરવા માટે આધાર અને મોબાઈલ નંબર જેવી વિગતો સાથે હેલ્થ આઈડી કાર્ડ જનરેટ કરવામાં આવશે. હાલમાં આ મિશન ટ્રેક પર છે અને ત્રણ મૂળભૂત પ્લેટફોર્મ – હેલ્થ આઈડી, ડોક્ટર રજિસ્ટ્રેશન અને હેલ્થ સેન્ટર રજિસ્ટ્રેશન કાર્યરત કરવામાં આવ્યા છે.

image socure

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે એક મોટી યોજના શરૂ કરવા જઈ રહ્યા છે. આમાં, દરેક ભારતીયને એક યૂનિક હેલ્થ આઈડી મળશે. પીએમ મોદી 27 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશનનો પ્રારંભ કરશે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ માહિતી આપી છે.

જણાવી દઈએ કે યુનિક હેલ્થ આઈડીમાં તે વ્યક્તિનો સંપૂર્ણ આરોગ્ય રેકોર્ડ હશે. જાણકારી અનુસાર, જે યુનિક આઈડી પ્રાપ્ત થશે તે આધાર કાર્ડ અને લોકોના મોબાઈલ નંબરની મદદથી જનરેટ થશે. PM-DHM નો મુખ્ય ઉદ્દેશ ભારતની હેલ્થકેર સિસ્ટમમાં વધુ સુધારો કરવાનો છે. તે હેલ્થકેર જરૂરિયાતો માટે વન-સ્ટોપ સોલ્યુશન બનવા માટે તૈયાર છે. આ સાથે, આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓ સુધી પહોંચવું સરળ બનશે અને તેમની જવાબદારી પણ વધશે.

યુનિક હેલ્થ આઈડી શું છે?

યુનિક હેલ્થ આઈડી 14 અંકની રેન્ડમલી જનરેટેડ નંબર હશે. આની મદદથી વ્યક્તિનો આરોગ્ય રેકોર્ડ રાખી શકાય છે. તે જરૂરી નથી કે તે આધાર કાર્ડમાંથી બને, માત્ર ફોન નંબરની મદદથી જ યુનિક આઈડી પણ બનાવી શકાય છે.

આધારને યુનિક હેલ્થ આઈડી તરીકે કેમ વાપરી શકાતો નથી? આનો જવાબ આપતા મંત્રાલય પહેલાથી જ જણાવી ચૂક્યું છે કે માત્ર તે જ સ્થળોએ આધાર લિંક કરવું જરૂરી છે જ્યાં સીધો લાભ ટ્રાન્સફર કરવાની વાત છે. તેનો બીજે ક્યાંય ઉપયોગ કરી શકાતો નથી. પ્રધાનમંત્રીના ડિજિટલ હેલ્થ મિશન (Pradhan Mantri Digital Health Mission)પહેલા આ યોજના નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (NDHM) તરીકે ઓળખાતી હતી.

પ્રધાનમંત્રીનું ડિજિટલ હેલ્થ મિશન પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચલાવવામાં આવી રહ્યું છે

image soucre

પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચલાવવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર ટાપુઓ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, લદ્દાખ, લક્ષદ્વીપ અને પુડુચેરીમાં ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે. આ ક્ષણે જો તમે NDHM ની સાઇટ પર જાઓ. ત્યાં તમને હેલ્થ આઈડી બનાવવાનો વિકલ્પ દેખાશે. પરંતુ હવે તે સુવિધા માત્ર ઉપર જણાવેલ રાજ્યો માટે જ ઉપલબ્ધ છે