Site icon News Gujarat

UK : ભારતીય મૂળના ડોક્ટરની હોટેલના રુમમાંથી મળી લાશ, મોતનું કારણ હજુ પણ અકબંધ

બ્રિટનના એક હોસ્પિટલમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે ફ્રંટલાઈન પર કામ કરનાર એક ભારતીય મૂળના ડોક્ટરની લાશ મળતા ભારે ચકચાર મળી છે. આ ડોક્ટરની લાશ હોટેલના રુમમાંથી શંકાસ્પદ અવસ્થામાં મળી આવી હતી. ડોક્ટર પોતાના પરીવારથી આઈસોલેટ રહી અને છેલ્લા કેટલાક દિવસોથી આ હોટેલમાં જ રહેતા હતા.

image source

દક્ષિણ પૂર્વ ઈંગ્લેંડના બર્કશાયરમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા રુન વેક્સહમ પાર્ક હોસ્પિટલમાં તેઓ સલાહકાર એનેસ્થેટિસ્ટ તરીકે ફરજ બજાવતા હતા. તેમનું નામ ડો. રાજેશ ગુપ્તા હતું. આ સપ્તાહમાં જ તેઓ પોતાના રુમમાંથી મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. જો કે હજુ સુધી તેમના નિધનનું કારણ સ્પષ્ટ થઈ શક્યુ નથી.

ફ્રિમલી હેલ્થ એનએચએસ ફાઉંડેશન ટ્રસ્ટ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, આ સમાચાર દુખદ છે કે તેમના ફ્રિમલી હેલ્થ સહયોગી ડો. રાજેશ ગુપ્તાનું નિધન થઈ ગયું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વેક્સહમ પાર્ક હોસ્પિટલમાં સલાહકાર તરીકે તેઓ કામ કરતાં હતા અને તેઓ મૃત અવસ્થામાં હોટેલના રુમમાં મળી આવ્યા હતા. ડો ગુપ્તા હોટેલમાં આઈસોલેટ થઈ રહેતા હતા.

image source

તેઓ કોરોના મહામારી વચ્ચે કામ કરી રહ્યા હોવાથી સંક્રમણ પરીવાર સુધી ન પહોંચે તે માટે તેઓ આ હોટેલમાં જ રહેતા હતા. પોતાના પરીવારથી દૂર રહેતા ડોક્ટરને એ વાતનો ખ્યાલ ન હતો કે હોટેલમાં રોકાવું તેમને પોતાના પરીવારથી કાયમ માટે દૂર કરી દેશે. તેમનો પરીવાર પણ આઘાતમાં સરી પડ્યો છે. જો કે ડો. ગુપ્તાનું મોત કયા કારણે થયું છે તે હજું સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી તે વાત આશ્ચર્ય પમાડનાર છે.

image source

ટ્રસ્ટના જણાવ્યાનુસાર ડો. ગુપ્તા એક લોકપ્રિય અને પ્રસિદ્ધ વ્યક્તિ હતા. તેઓ પોતાના કામ પ્રત્યે ઝનૂની હતા અને ફ્રિમલી પાર્કમાં કંસલ્ટેંટ તરીકે કામ કર્યા બાદ તેમને તાજેતરમાં જ યૂકેના એક હોસ્પિટલમાં એક મહત્વપૂર્ણ પદ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની સાથે કામ કરનાર સહયોગીઓ જણાવે છે કે તેઓ પ્રતિભાશાળી કવિ, ચિત્રકાર, ફોટોગ્રાફર અને કુક હતા. તેઓ હંમેશા ઉત્સાહથી ભરપુર રહેતા અને તેમનો સ્વભાવ પણ શાંત અને દયાવાન હતો. તેમનું કોઈ દુશ્મન હોય તે શક્ય નથી જણાતું.

image source

ડો ગુપ્તા બ્રિટનમાં પોતાની પત્ની અને દીકરા સાથે રહેતા હતા. તેઓ યૂકે ગયા તે પહેલા તેમણે જમ્મૂથી અભ્યાસ કર્યો હતો.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version