ભારતીય સૈનિકની સેલેરી સાથે જોડાયેલ આ સત્ય તમે નહિ જાણતા હોવ..

ભારતીય સેનાના જવાન નામ સાંભળતા જ સલામ કરવાનું મન થઈ જાય. શું આપ જાણો છો કે, ભારતીય સેનામાં ડ્યુટી કરી રહેલ જવાનોને તેમનું કામ કેવી રીતે કરવાનું હોય છે ? આ ઉપરાંત ભારતીય સેનાના જવાનોને વર્ષ દરમિયાન ક્યાં ક્યાં લાભો મળે છે કે પછી કેટલા દિવસની રજા મળે છે.

image source

શું આપ જાણો છો કે ક્યાં કારણોથી ભારતીય સેનાના જવાનો અન્ય કોઈ નોકરીની તુલનાએ સૌથી વધુ રજા આપવામાં આવે છે. ઉપરાંત જો ભારતીય સેનાના જવાન સેનામાં નોકરી કરવા દરમિયાન જો રજા નથી લેતા તેમને રીટાયરમેન્ટ સમયે ક્યાં ક્યાં લાભ મળે છે ?

image source

સ્વાભાવિક બાબત છે કે, આપણને ભારતીય સેનામાં કામ કરી રહેલ જવાનો વિષે ખુબ જ ઓછી માહિતી હોય છે. એટલા માટે આજે અમે આપને આ લેખની મદદથી આપની સાથે ભારતીય સેનામાં કામ કરતા જવાનો વિષે કેટલીક ખાસ જાણકારીઓ વિષે જણાવીશું.

image source

ભારતીય સેનામાં જવાનોને ૬૦ દિવસની વાર્ષિક રજાઓ અને ૩૦ દિવસની કેઝ્યુઅલ લીવ મળે છે અને આ કોઇપણ ડીપાર્ટમેન્ટ માંથી મળનાર રજાઓમાં સૌથી વધુ રજાઓ છે. પરંતુ ભારતીય સેનાના જવાન પણ અન્ય ડીપાર્ટમેન્ટની ૮ કલાકની ડ્યુટી કરવાને બદલે ૨૪ કલાકની ડ્યુટી કરે છે અને ભારતીય સેનામાં જવાનની ડ્યુટીનો કોઈ પણ સમય નિર્ધારિત હોતો નથી.

image source

ઇન્ડીયન આર્મી સોલ્જરની ડ્યુટી દિવસ, રાત અને ૭૨ કલાક સુધીની પણ હોઈ શકે છે. ભારતીય સેના જવાન પોતાના પરિવારથી પણ કેટલાક મહિનાઓ સુધી દુર પણ રહે છે એટલા માટે ભારતીય સેનાના જવાન ૯૦ દિવસની રજાને પણ લાયક છે. ભારતીય સેનાના જવાન વર્ષમાં ૩૦ દિવસની એન્યુઅલ લીવ જમા કરી શકે છે અને પોતાની આખી સર્વિસ દરમિયાન જવાન ૩૦૦ દિવસ સુધીની એન્યુઅલ લીવ જમા કરી શકે છે.

image source

જયારે ભારતીય સેનાના જવાનનો રીટાયરમેન્ટ થવાનો સમય આવે છે તો જમા કરવામાં આવેલ રજાઓ માટે ભારતીય સેનાના જવાનને એક્સ્ટ્રા પેમેન્ટ મળે છે. ભારતીય સેનાના જવાન જમા કરવામાં આવેલ રજાઓ માંથી ૯૦ દિવસ સુધીની રજા પણ લઈ શકે છે.

ભારતીય સેનાના જવાન દ્વારા જમા કરવામાં આવેલ રજાઓ માંથી ૯૦ દિવસની રજા ત્યારે પણ લઈ શકે છે જયારે જવાનની પાસે કેઝ્યુઅલ લીવ સિવાયની રજા તેમની પાસે બચી ના હોય અને તે વર્ષ દરમિયાન જવાને ઓછામાં ઓછા છ મહિનાની નોકરી કરી લીધી હોય.

image source

ભારતીય સેનાના જવાનો પોતાના પરિવારથી દુર રહીને પણ દેશની સીમાની સુરક્ષા કરે છે એટલા માટે આ જવાનોને જો અન્ય કોઈ નોકરીની તુલનાએ વધુ રજાઓ આપવામાં છે તો તેમાં કોઈ આશ્ચર્યની વાત છે નહી. ઉપરાંત ભારતીય સેનાના જવાનોનો હક બને છે.

Source : dailyhuntnews

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત