ભારતીયો માટે ટ્રમ્પ સરકારે લીધો વધુ એક કડક નિર્ણય, જાણી લો નહિં તો પાછળથી પસ્તાશો

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના આવ્યા પછી અમેરિકામાં આવનારા લોકો માટે અનેક નિયમો બદલવામાં આવ્યા છે. આવા સમયે હાલમાં જ વળી એક માઠા સમાચાર આવી રહ્યા છે. જો કે અમેરિકામાં આવતા બીજા દેશના લોકો માટે આ કોઈ નવું નથી. અમેરિકન પ્રમુખ અવારનવાર આવા ઝટકા આપતા રહ્યા છે.

image source

હવે નવા આવેલા નિયમોથી અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોઈ રહેલા અનેક ભારતીયોનું સપનું રોળાઈ જશે. મળતી માહિતી પ્રમાણે હવે યુએસ ફેડરલમાં નોકરી મેળવવા માટે H-1B વિઝાધારકોને યોગ્ય ગણવામાં આવ્યા છે. આ આદેશ પ્રમાણે અમેરિકાની ફેડરલ એજન્સી વિદેશી લોકો અને ખાસ કરીને H-1B વિઝાધારકોને નોકરી પર રાખી શકશે નહિ.

ફેડરલ એજન્સી H-1B વિઝાધારકોને નોકરી આપશે નહિ

image source

મળતી માહિતી પ્રમાણે H-1B વિઝાધારકો માટે અમેરિકામાં એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિણામે હવે અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોઇ રહેલા ભારતીયોને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત એક પછી એક ઝાટકા આપતા જઈ રહ્યા છે. હાલમાં જ આ બધા ઝટકા ઓછા છે એમ હવે એમણે H-1B વિઝા અંગે એક નવો જ કાર્યકારી આદેશ જાહેર કર્યી છે.

image source

આ આદેશ મુજબ અમેરિકાની ફેડરલ એજન્સીઓ હવે H-1B વિઝા પર વિદેશથી આવેલા લોકોને નોકરી પર રાખી શકશે નહિ. ઉલ્લખેનીય છે કે ટ્રમ્પ દ્વારા સોમવારના દિવસે આ અંગેના કાર્યકારી આદેશ પર સહી સિક્કા કર્યા છે. આ આદેશમાં જણાવવામાં આવ્યું છે જે અમેરિકી ફેડરલ એજન્સીઓ વિદેશી વર્કર જેમાં પણ ખાસ કરીને H-1B વિઝા પર અમેરિકા આવતા વર્કર્સને કોન્ટ્રાક્ટ કે સબ-કોન્ટ્રાક્ટ પર નોકરી પર નહીં રાખી શકે.

ફેડરલ સરકાર હવે એક સરળ નિયમ પર ચાલશે

image source

આ આદેશ બાબતે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વ્હાઇટ હાઉસની પોતાની ઓવલ ઓફિસમાં આ અંગેના આદેશ પર સહી-સિક્કા કરતી વખતે જણાવ્યું હતું કે, આજે હું એક કાર્યકારી આદેશ પર સહી કરી રહ્યો છું. આ દ્વારા એ સુનિશ્ચિત થઇ શકે કે ફેડરલ સરકાર હવે એક સરળ નિયમ પર ચાલશે. આ નિયમ પ્રમાણે અમેરિકી નાગરિક સૌથી ઉપર ગણાશે.

image source

આ પહેલા ટ્રમ્પે ગત 23 જૂનના દિવસે પણ પોતાના એક આદેશમાં H-1B સહિત અન્ય ઘણા ફોરેન વર્ક વિઝા ડિસેમ્બર, 2020 સુધીમાં રદ કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના આ નિર્ણયોને લોકો દ્વારા આવનાર નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે.

H-1B વિઝા એ એક નોન-ઇમિગ્રન્ટ પ્રકારના વિઝા

image source

ઉલ્લેખનીય બાબત એ છે કે H-1B વિઝાની ભારતીય આઇટી પ્રોફેશનલ્સમાં સૌથી વધારે ડીમાન્ડ હોય છે. આમ જોઈએ તો H-1B વિઝા એ એક નોન-ઇમિગ્રન્ટ પ્રકારના વિઝા છે. આ વિઝા પ્રમાણે કંપનીઓ થિયોરિકલ કે ટેક્નિકલ સ્કિલ ધરાવતા વિદેશી પ્રોફેશનલ્સ લોકોને પોતાને ત્યાં નોકરી પર રાખી શકે છે. આ વિઝા અંતર્ગત અમેરિકાની અનેક કંપનીઓ દર વર્ષે હજારો ભારતીય લોકોને નોકરી પર રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત