ભરૂચ અગ્નિકાંડની દર્દનાક તસવીરો આવી સામે, કાચા-પોચા હૃદયના લોકો ભૂલથી પણ ન જોતાં આ નજારો

આમ તો એવું કહી શકાય કે અગ્નિકાંડ શબ્દ એ ગુજરાત માટે હવે નવો નથી. કારણ કે સરકારની બર્બરતાને કારણે અવાર નવાર આગ લાગતી જ રહે છે. જ્યાં પણ આગ લાગે ત્યાં કોઈ જ સુવિધા હોતી નથી. આ પહેલાં પણ જેટલી જગ્યાએ આગ લાગી ક્યાંય પણ સુવિધાના નામે ઝીરો જ હતું. આમ ને આમ ગુજરાતીઓ ભૂંજાતા રહે છે અને સરકાર પોતાના વટમાંથી ઉંચી નથી આવતી.

image source

ત્યારે ફરી એકવાર ગુજરાતીઓને આ વાત ભોગવવાની આવી છે. શુક્રવારની રાત ભરૂચની વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફ માટે કાળ રાત્રી સાબિત થઇ છે. હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગે 18 જેટલી જીંદગીઓને જીવતી ભુંજી નાખી છે. જેમાં 12 જેટલા દર્દી હતા કે જે જીવનદાન મેળવવા માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા.

image source

જો વિગતે વાત કરીએ તો આ આગમાં કેટલાક દર્દી બેડ પર જ જીવતા ભુંજાયા હતા. વેલ્ફેર હોસ્પિટલમાં લાગેલી આગ કેટલી ભયાવહ હશે અને એ પળ કેટલો બિહામણો અને દર્દનાક હશે તે આ વિચલીત કરતી તસવરો હવે સામે આવી છે. કાચા પોચા હદયના લોકો આ તસવીરો ન જુએ એ ખાસ અપીલ છે. કારણ કે લોકો જે રીતે ભૂંજાયા છે તે ખરેખર ભયાવહ છે.

image source

ભરૂચ જંબુસર બાયપાસ રોડ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી હતી. તેવામાં મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં અચાનક આગ લાગતા 12 દર્દીઓ, 2 કર્મી અને સહિત 18 લોકો બળીને ભડથું થઇ ગયા હોવાના અહેવાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યાં છે.

ત્યારે જો હાલમાં આ બનાવ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર વાત કરવામાં આવે તો ભરૂચની વેલ્ફેર હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતા. તેવામાં તા. 30 એપ્રિલની મધ્યરાત્રીએ હોસ્પિટલાના કોવિડ વોર્ડમાં અચાનક આગ ભભૂકી અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુ વેગની જેમ ફેલાઈ ગઈ અને ભરૂચના પશ્ચિમ વિસ્તારના 5થી 6 હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાડા કરી રહ્યાં હતા.

image source

જો કે આ કોઈ આજની કાલની વાત નથી. ગુજરાતીઓ તો આગકાંડથી હવે ટેવાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાની મહામારી સાથે સાથે કોવિડ-19 હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ પણ મહામારીની જેમ બેફામ બની છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટમાં પણ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ ICUની આગમાં લપેટાયા છે. છેલ્લા એક વર્ષમાં ભરૂચની ઘટના મળી પાંચ અગ્નિકાંડ થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!