કાશી બાદ સૌથી પ્રાચીન નગરી ગુજરાતનું ભરૂચ, 2000 વર્ષ પહેલાં ભારતના દુબઈ તરીકે ઓળખાતું

ભારતમાં કાશી બાદ સૌથી જુની પ્રાચિન નગરીમાં સમાવિષ્ટ આઠ હજાર વર્ષ જુની ભૃગુકચ્છ એટલે કે ભરૂચ. લક્ષ્મીજીના શ્રીનગર , ભૃગુઋષિનુ ભૃગુકચ્છ, અંગ્રેજોનું બ્રોચ અને હાલનુ ભરૂચ સુધીની ઐતિહાસિક સફરમાં ભરૂચે પ્રાચીનકાળથી હાલના આધુનિક સમયમાં તેની ખ્યાતી દેશ અને દુનિયામાં વિવિધ સમયોના વહાણા વચ્ચે ઝળહળતી રાખી છે.

image soucre

નર્મદા નદીના ઉત્તર કિનારે કુર્મની ( કાચબા ) ની પીઠ ઉપર વિશ્વકર્માનો સ્મરણ કરી ભૃગુઋષિએ પોતાના અઢાર હજાર શિષ્યો સાથે ભૃગુકચ્છ ( ભરૂચ ) વસાવ્યુ હતુ. જેનો ઉલ્લેખ નર્મદા પુરાણના રેવા ખંડમાં કરવામાં આવ્યો છે. વસંત પંચમીએ હાલના ભરૂચની સ્થાપના થઈ હતી. ભરૂચ શહેરનો ઝળહળતો અને ભવ્ય ભૂતકાળ વિવિધ પુસ્તકો સાથે વિશ્વભરના પ્રવાસીઓ , વેપારીઓ , શાસનકર્તાઓના પુસ્તકોમાં અંકિત થયેલો છે.

image soucre

પુરાતનકાળમાં લક્ષ્મીજી ના શ્રીનગર તરીકે ઓળખાતી ભરૂચ નગરી ભૃગુઋષિના આગમન બાદ ભૃગુનગર તરીકે પ્રસ્થાપિત થયું હતું. સદીઓના વહાણા વિત્યા બાદ સમૃધ્ધ ભરૂચમાં વેપાર ધંધા વિકસાવવા અને આધિપત્ય જમાવવા ફીરંગીઓ , ડચ , મોગલ , અંગ્રેજો સહિતે આક્રમણ કર્યા હતા. નર્મદા નદી કિનારે પાઘડી ની પેઠે વસેલા ભરૂચની દેશ અને દુનિયામાં વેપાર ક્ષેત્રે કિર્તી હતી . વિદેશોમાંથી આયાત થતી વસ્તુઓ મોટા જહાજોમાં ભરૂચ બંદરે આવતી હતી જયારે નિકાસ થતી ચીજવસ્તુઓ અહીંથી વિશ્વભરમાં મોકલાતી હતી.

image soucre

ફ્રાન્સના ચિત્રકાળ જેકબ પીટર અને વિવિધ સ્થળોએ ફરીને ભરૂચના કીલ્લાઓ , નદીઓ , ટાપૂઓના વર્ણનને ચિત્રના રૂપમાં રજુ કરવાનો પ્રયાસ કર્યો હતો . ભરૂચમાં મોગલોના શાસનમાં 1690 માં ભરૂચનુ ચિત્ર દોળ્યુ હતુ . જેમાં બોચ તરીકે જાણિતા ભરૂચની ભવ્યતાને ઈમારતો , કિલ્લા અને નદીમાં વિહાર કરતા મોટા જહાજોના સ્વરૂપમાં નિહાળી શકાય છે. ભરૂચમાં ત્રણસો વર્ષ પહેલા પણ ત્રણ મંજલી ઈમારતો હતી જે એક ગૌરવવંતી બાબત છે.

image socure

ભરૂચમાં વર્ષ 1874 માં દસ હજાર ચારસો તેતાલીસ મકાનો હતા ભરૂચ શહેરની બીજી વખત 1874-75 માં કરાયેલી માપણી મુજબ કુલ દસ હજાર ચારસો તેતાલીસ મકાનો હતા જેમાં ત્રણ માળથી વધારેમાં એકોતેર મકાનો , બે માળના છસો એકસઠ મકાનો , એક માળના ત્રણ હજાર બસો એકવીસ મકાનો અને માળ વગરના બે હજાર આઠસો આડત્રીસ મકાનો હતા. શહેરમાં બે હજાર ત્રણસો ચોપન કાચા ઝૂપડા હતા. આ સાથે જ ઓગણીસ કારખાના , એક હજાર બસો ઈઠોતેર દુકાનો હતી , ઘરવેરો માળીયાના પ્રમાણમાં લેવાતો હતો.

155 વર્ષ પહેલા પહેલી માપણી ₹1.07 લાખના ખર્ચે 9 વર્ષે પૂર્ણ થઈ

image soucre

ભરૂચ શહેર ની પહેલી માપણી એક ફેબ્રુઆરી 1866 માં આજથી એકસો પંચાવન વર્ષ પહેલા શરૂ થઈ હતી જે પંદર ઓકટોબર 1875 માં નવ વર્ષ બાદ પુર્ણ થઈ હતી . શહેર અને પરા મળી બાવન લાખ અઢાર હજાર ચોરસવાર જમીન મપાઈ હતી. જેમાં અગિયાર લાખ ત્રેસઠ હજાર ચોરસવારમાં ખાનગી મકાનો, દસ લાખ છનું હજાર ચોરસવાર જમીનમાં લોકો પાસેથી સમરી સેટલમેન્ટ લેવાતા હતા. શહેરની માપણી કરવા તે સમયે એક કરોડ સાત લાખ નો ખર્ચ થયો હતો .