Site icon News Gujarat

ઘોર લાપરવાહી, ભરૂચ કોવિડ હોસ્પિટલ આગ કાંડ મામલે સૌથી મોટો ખુલાસો, આગ વીજ તણખાથી નહીં પણ આ રીતે લાગી

કોરોના આવ્યો પછી લગભગ ગુજરાતમાં 6 હોસ્પિટલોમાં આગ લાગી છે. ત્યારે કેટલાય લોકોના જીવ પણ ગયા છે. જો કે આપણે હજુ વ્યવસ્થામાં તો હતાં ત્યાંના ત્યાં જ છીએ. હાલની જ ઘટના વિશે જો વાત કરવામાં આવે તો ભરૂચ બાયપાસ વિસ્તારમાં આવેલી પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ સેન્ટરના ICUમાં શુક્રવારે મધરાતે લાગેલી આગમાં 18 લોકો જીવતા ભૂંજાયા હતા. જેમાં તંત્ર દ્વારા વેન્ટીલેટરમાં સ્પાર્કથી આગ લાગી હોવાની પ્રાથમિક તબક્કે બહાર આવ્યું હતું, પરંતુ હવે આ મામલે કઈક નવો જ ઘટસ્ફોટ થયો છે.

કારણ કે હવે જ વાત બહાર આવી છે એ ખરેખર ચોંકાવનારી છે અને લોકોનું કાળજું કંપાવનારી છે, કારણ કે આ ઘટનામાં જીવ ગુમાવનાર ટ્રેઈની નર્સ માધવીના નાનાભાઈએ કેવી રીતે સમગ્ર ઘટના બની તે અંગેનો વીડિયો વાયરલ કર્યો હતો અને લોકોને હચમચાવી દીધા છે. વીડિયોમાં તેણે કહ્યું કે-ICU વોર્ડમાં લાગેલી આગ વીજ તણખાથી નહીં પણ લાઈટરના તણખાથી લાગી હતી. જ્યારે ઘટનાના તપાસ અધિકારી અને હોસ્પિટલના સત્તાધિશોએ આ વાતને નકારી કાઢી હતી, જેમણે આ વીડિયો વાયરલ કર્યો એમને જ્યારે સવાલો કરવામાં આવ્યા ત્યારે કઈક આવા ઘટસ્ફોટ થયા હતા.

image source

જ્યારે મૃતકના ભાઈને પુછવામાં આવ્યું કે હોસ્પિટલમાં લાગેલી આગ વિશે તમારું શું કહેવું છે? ત્યારે મૃતકનો ભાઈ કહે છે કે ICU વોર્ડના બેડ નંબર 5 ના વેન્ટીલેટરમાં સ્પાર્ક થવાથી આગ લાગ્યાની વાત ખોટી છે. વોર્ડમાં રહેલા લાઈટરે આ સમગ્ર અગ્નિકાંડ સર્જ્યો છે. જેથી ઘટનામાં નિષ્પક્ષ તપાસ થાય અને મારી બહેન માધવી સાથે અન્ય 17 મૃતકોને પણ ન્યાય મળવો જોઈએ એવી પણ વાત મૃતકના ભાઈએ કરી હતી.

હોસ્પિટલમાં ત્રણ જ નર્સ હતી તે વાત સાચી? એવા સવાલ પર મૃતકનો ભાઈ કહે છે કે ઘટનાની રાત્રે ICUમાં ટ્રેઈની નર્સ ફારીગા, મારી બહેન માધવી, ચાર્મી અને જયમીની એમ ચાર નર્સ હાજર હતા. ડોકટર સહિતનો સ્ટાફ દરરોજ 1થી 1.30 કલાકે રાત્રે નાસ્તો કરવા જતો હતો. જો કે ઘટનાની રાત્રે પોણા બાર પહેલાં જ નાસ્તો કરવા માટે જતા રહ્યા હતા.

આ સાથે જ મૃતકના ભાઈનું કહેવું છે કે શુક્રવારની મધરાતે ICUવોર્ડમાં ખરેખર શું બન્યું તે જાણવા મારી બહેન સાથેની ટ્રેઈની નર્સોને મેં ફોન કર્યો હતો. જેમાં બચી ગયેલી નર્સે સાચી ઘટના અંગે વાત કરી હતી અને સમગ્ર ઘટસ્ફોટ થયો હતો. લાઈટરથી આગની વાત કેવી રીતે સ્પષ્ટ થઈ? ત્યારે મૃતકનો ભાઈ કહે છે કે મારી બહેન સાથે જયમીની ICU વોર્ડમાં ફરજ પર હતી. તેની સાથે જે મારી વાત થઈ તે મુજબ ટેબલ પર લાઈટર હતું. જે લાઈટર ક્યાંથી આવ્યું તેવો સવાલ પણ જયમીની, ચાર્મી અને બન્ને મૃતક નર્સોને થયો હતો. જો કે જવાબ હજુ કોઈને નથી મળ્યો.

image source

આગળ વાત કરતાં મૃતકનો ભાઈ કહે છે કે માધવી, ફરીગા ખાતુન PPE કીટ પેહરી ICUમાં હતી. ત્યારે ચાર્મી અને જયમીની પણ ત્યાં આવ્યા હતા. તે સમયે જે લાઈટર ટેબલ પર હતું તે ફર્શ પર પડતાં જ સ્પાર્ક થયો અને સેનેટાઈઝરને પણ ચપેટમાં લીધું. ત્યારબાદની વાત કંઈક એમ હતી કે આગની ચિનગારી ફરાગીની PPEકીટમાં લાગતા ફરીગાએ બૂમ પાડી અને માધવી તેને બચાવવા દોડી પણ PPE કીટમાં આગ પકડાઈ ગઈ હતી. બન્નેએ PPE કીટ પર પાણી છાંટી આગ ઓલવવાનો પણ પ્રયત્ન કર્યો અને બાથરૂમ તરફ દોડી હતી. આ જ સમયે આગના કારણે વીજ પુરવઠો પણ ઠપ થઈ જતા આગ વચ્ચે ICUમાં એકદમ અંધકાર છવાઈ ગયો હતો.

image source

ત્યારબાદ મૃતકના ભાઈને એવો પણ સવાલ કરવામાં આવ્યો કે લાઈટ ગઈ તો ચાર્મી કેવી રીતે બચી ગઈ? એના જવાબમાં તેમણે કહ્યું કે ચાર્મી ગોહિલ છેલ્લા કેટલાય દિવસોથી આ ICU વોર્ડમાં ફરજ બજાવતી હતી. તેને અંધારામાં આગ વચ્ચે બહાર જવાનો રસ્તો ખબર હતો. એટલે તે બહાર નીકળવાનો પ્રયાસ કરી જેમ તેમ કરીને બહાર નીકળી. આ સાથે જ જ્યારે એવું પૂછવામાં આવ્યું કે તંત્ર કહે છે આગ તો સ્પાર્ક થવાથી લાગી તો એનો જવાબ આપતાં કહે છે કે ICUમાં લાઈટર આવ્યું ક્યાંથી આવ્યું, કોણ મૂકી ગયું હતું, કોનુ હતું તેની વાતથી તમામ નર્સ અજાણ હતી.

કોઈ અજાણી વ્યક્તિ લાઈટર લાવી હતી. પરંતુ ઘટના બાદ ચાર્મીને કોઈ ડો. હારીશે હોસ્પિટલની રેપ્યુટશનનો સવાલ છે. એટલે વેન્ટીલેટરમાં સ્પાર્ક થતા આગ લાગી અને PPE કીટ તેની ચપેટમાં આવતા સેનેટાઇઝરથી વધુ ફેલાયાનું કહેવા જણાવ્યું હતું. જેથી ચાર્મીએ હોસ્પિટલના દબાણમાં શનિવારે આવું નિવેદન આપ્યું છે. હવે આ મામલે તપાસ થાય અને 18 મૃતકોના પરિવારને ન્યાય મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version