PM મોદીની ભત્રીજી સોનલને ભાજપે ટિકિટ ના આપી, જાણો શું છે ટિકિટ ના આપવાનું કારણ…

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન કહી ખુશી કહી ગમ જેવો ઘાટ સર્જાયો છે. ભાજપની નવી ગાઈડ લાઈન પ્રમાણે ઘણા ઉમેદવારના નામ પર કાતર ફરી ગઈ છે. જેને લઈને વિરોધનો વંટોળ શરૂ થયો છે. આ વખતે ભાઈ ભત્રિજા વાદ અને 60 વર્ષથી મોટી ઉમરના લોકોને ટિકિટ નહીં આપવાનું નક્કી કર્યું હતું. જેને લઈને અનેક દિગ્ગજ નેતાઓની પાખ કપાઈ ગઈ છે. તમને અમદાવાદની વાત કરીએ તો શહેરમાં પીએમ મોદીની ભત્રીજી પણ ટિકિટ આપવામાં આવી નથી.

image source

હિતેશ બારોટને થલતેજમાંથી ટિકિટ મળી

આ ઉપરાંત શહેરના પૂર્વ મેયરના દીકરાને ટિકિટ આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે પૂર્વ મેયર અમિત શાહના પુત્ર અને ખાડિયાના પૂર્વ ધારાસભ્યના પુત્રને ટિકિટ આપવામાં આવી નથી. બંનેએ ટિકિટ માગી હતી. તો બીજી તરફ ગત ટર્મના કોર્પોરેટર અતુલ પટેલના પુત્રને તેમજ પૂર્વ મેયર કાનાજી ઠાકોરના ભત્રીજાને ટિકિટ અપાઈ છે. તમને જણાવી દઈએ કે ગૃહમંત્રી અમિત શાહના નજીકના ગણાતા હિતેશ બારોટને થલતેજમાંથી ટિકિટ મળી છે.

image source

કોણ છે સોનલ મોદી

સોનલ મોદી પીએમ મોદીના ભાઈ પ્રહલાદભાઈ મોદીની પુત્રી છે. સોનલ મોદીને મંગળવારે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, AMCના બોડકદેવ વોર્ડમાંથી ચૂંટણી લડવા માટે ભાજપ પાસે ટિકિટની માગણી કરી હતી. તમને જણાવી દઈએ કે સોનલ મોદી એક ગૃહિણી છે. બીજી તરફ સોનલ મોદીનું કહેવું છે કે, મેં વડાપ્રધાનના પરિવારના સભ્ય તરીકે નહીં, ભાજપના કાર્યકર તરીકે ટિકિટ માગી હતી. મને ટિકિટ આપવી કે નહી તે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જ નક્કી કરવાનું હતું. પાર્ટી દ્વારા મને કોઈ પણ કામગીરી સોંપવામાં આવશે તે હું કરીશ.

image source

આખરે કેમ ન મળી સોનલ મોદીને ટિકિટ

તમને જણાવી દઈએ કે ભાજપે આ વર્ષે ટિકિટ આપવાને લઈને કડક નિયમો બનાવ્યા છે. જેમા 60 વર્ષથી ઉપરના અને નેતાઓના સગા સંબંધીઓને ટિકિટ આપવામાં નહી આવે તેમ નક્કી કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ સોનલ મોદીને ટિકિટ ન આપવા મુદ્દે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર પાટિલે જણાવ્યું હતું કે, નિયમો બધા માટે સરખા છે. ગુજરાત ભાજપે હાલમાં જ જાહેરાત કરી હતી કે પાર્ટીના નેતાઓના સંબંધીઓને ટિકિટ આપવામાં નહી આવે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોના નામની જાહેરાત પહેલા જ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે પાર્ટીના નેતાઓના પરિવારજનોને ટિકીટ મળશે નહિ. આ ઉપરાંત 60 વર્ષથી ઉપરના સાંસદો કે ધારાસભ્યો, ત્રણ ટર્મની જીતતા કોર્પોરેટર અને નેતાઓના સગાઓને ટિકીટ મળશે નહિ.

image source

કોણ છે પ્રહલાદ મોદી

પ્રહલાદ મોદી પીએમ મોદીના મોટા ભાઈ છે અને સોનલ મોદીના પિતા છે. પ્રહલાદભાઈ મોદી ગુજરાત ફેર પ્રાઈઝ એસસોશિયેશનના પ્રમુખ છે. પ્રહલાદભાઈે કહ્યું કે, મારા પરિવારે લાભ માટે ક્યારેય નરેન્દ્ર મોદીના નામનો ઉપયોગ કર્યો નથી. અમે અમારી મહેનતથી કમાઈએ છીએ. સગાવાદ અગે વાત કરતા પ્રહલાદભાઈએ કહ્યું કે, મારા રેશનકાર્ડમાં નરેન્દ્ર ભાઇનું નામ નથી. તેમણે એમ પણ કહ્યું કે, મારા પરિવારનો કોઇ સભ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટોના ઉપયોગ કરતો નથી.

image source

ભારત સરકાર પરિવારની પરિભાષા માટે રાશનકાર્ડને એક બુનિયાદી પ્રમાણ માન્ય ગણે છે તથા મારા રાશનકાર્ડમાં નરેન્દ્ર મોદીનું નામ નથી. નોંધનિય છે કે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અમૌસી એરપોર્ટ બહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીએ બુધવારે ધરણા શરુ કર્યા હતા. પ્રહલાદ મોદીએ લખનઉ પોલીસની કાર્યશૈલી સામે આ ધરણા પ્રદર્શન શરુ કર્યા હતા. મળતી માહિતી પ્રમાણે પોતાના સમર્થકોની ધરપકડ થવાના કારણે નારાજ થયેલા પ્રહલાદ મોદીએ ધરણા પ્રદર્શન શરુ કર્યા હતા. સાથે જ તેમના સમર્થકોને છોડવામાં ના આવ્યા તો ઉપવાસ આંદોલનની ધમકી પણ આપી હતી.

image source

21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે

નોધનિય છે કે 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. 21 ફેબ્રુઆરીએ 6 મહાનગર પાલિકાઓ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર માટે મતદાન થશે. જ્યારે જૂનાગઢની બે બેઠક પર પણ ચૂંટણી થશે.

સોર્સ : દિવ્યભાસ્કર

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત