હાલમાં સમગ્ર દેશમાં લવ જેહાદને લઈને અનેક વિવાદ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં તો તેને લઈને કાયદો પણ બનાવવામાં આવ્યો છે. જેના ઉપર પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે. તો બીજી તરફ ભાવનગરના મહિલા પોલીસ કોન્સ્ટેબલના પ્રેમ પ્રકરણે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે ભાવનગરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે રાજકોટમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા વિધર્મી યુવક સાથે લીવ ઈનમાં રહેતા હોવાની વાત સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જો કે આ યુવકના પહેલા લગ્ન થઈ ગયા હોવાની વાત પણ સામે આવી છે.
વિધર્મી કોન્સ્ટેબલ સાથે હાલમાં લિવ-ઇનમાં રહે છે
નોંધનિય છે કે ભાવનગરમાં ફરજ બજાવતાં મહિલા કોન્સ્ટેબલ થોડા દિવસ પહેલા પોતાનું ઘર છોડીને ભાગી ગઈ હતી. પરિવારના સભ્યોએ અનેક સ્થળોએ શોધખોળ કરવા છતાં તેમની કોઈ ભાળ મળી નહોતીય ત્યાર બાદ પરિવારજનોએ ભાવનગર પોલીસ સ્ટેશનમા આ અંગે ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદ બાદ મહિલા પોલીસ કોન્સ્ટેબલનો એક વિડિયો સામે આવ્યો હતો.
જેમાં તેણે કહ્યું હતું કે પોતે રાજકોટમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા વિધર્મી કોન્સ્ટેબલ સાથે હાલમાં લિવ-ઇનમાં રહે છે. મહિલા કોન્સ્ટેબલે એમ પણ કહયું હતું કે વિધર્મી પોલીસમેન તેને ધમકાવીને લાવ્યો નથી. પરંતુ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ છે અને લગ્ન કરી લીધાં છે. આ વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી હતી અને પરિવાર ચિંતાતૂર બન્યો હતો.
પોલીસ તાલીમ વખતે પ્રેમ સંબંધ બંધાયો
આ વીડિયો સામે આવ્યા બાદ રાજકોટ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજકોટ પોલીસે બન્નેની શોધખોળ શરૂ કરી હતી. ત્યાર બાદ રાજકોટ પોલીસે બન્નેને શોધી કાઢી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બન્નેનો સંપર્ક કરી લીધો હતો અને મંગળવારે સાંજે બન્નને ભાવનગર પોલીસને સોંપ્યા હતા.
આ અંગે પોલીસસૂત્રોએ જણાવ્યું હતુ કે ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ અને રાજકોટના પોલીસમેન વચ્ચે પોલીસ તાલીમ વખતે પ્રેમ સંબંધ બંધાયો હતો. તમને જણાવી દઈએ કે રાજકોટનો પોલીસમેન પરિણીત છે. જો કે પોલીસ કોન્સ્ટેબલે પોલીસ સમક્ષ એવો દાવો કર્યો હતો કે તેના અગાઉ લગ્ન થયા હતા, પરંતુ બે મહિનામાં જ છૂટાછેડા આપી દીધા હતા અને ત્યાર બાદ ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ સાથે લગ્ન કરી લીધા હતા. જો કે હાલમાં આ પ્રેમ પ્રકરણ સમગ્ર પોલીસબેડામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત