ભયાનક અકસ્માત બાદ અનુજની ડેડ બોડી પોલીસને મળશે, શું અનુપમાની લવસ્ટોરીનો અંત આવશે ? જાણો અહીં…
આ દિવસોમાં અનુપમા અને અનુજની લવ સ્ટોરી ટીવી શો ‘અનુપમા’માં સંકટનો સામનો કરી રહી છે. શાહ પરિવાર સતત અનુપમાને અનુજ સાથે સંબંધ તોડી નાખવા માટે કહી રહ્યો છે. અનુપમા પણ એ જ મૂંઝવણમાં ફસાઈ ગઈ છે કે શું તેણે દાદી બનવા માટે તેના પ્રેમનું ગળું દબાવવું જોઈએ ? આ દરમિયાન, કંઈક એવું થવા જઈ રહ્યું છે, જે જાણીને શોના ચાહકો ચોંકી જશે.
અનુપમાની સાથે આ ટીવી સિરિયલ જોનારા દર્શકોને પણ આજે મોટો આંચકો લાગવાનો છે. છેલ્લા કેટલાક સમયથી અનુપમા અને અનુજ કાપડિયા તેમના સંબંધોને નવું નામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. કિંજલની પ્રેગ્નન્સીની જાહેરાત બાદથી બંને વચ્ચેના સંબંધો પર બ્રેક આવી ગઈ છે, જેને વનરાજ ખૂબ એન્જોય કરી રહ્યો છે. પરંતુ હવે અનુપમાના આગામી એપિસોડમાં અનુજના અકસ્માતનો ટ્રેક શરૂ થવાનો છે.
અનુપમાનો આગામી એપિસોડ (અનુપમા 23 માર્ચ 2022) અનુજ અને અનુપમા સાથે શરૂ થશે. બંને પરિસ્થિતિ સામે લાચાર દેખાશે અને જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરશે. બીજી બાજુ બાપુજી ઘરમાં અનુપમાના જ વખાણ કરશે અને આ વાત બાને પચશે નહીં. આવી સ્થિતિમાં તે તેનો ઉલ્લેખ વનરાજને પણ કરશે. વનરાજ તેમને શાંત રહેવા માટે કહેશે અને સાથે જ ખાતરી પણ આપશે કે આજથી બધું બરાબર થઈ જશે.

અનુપમા આ દિવસે ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેવા જઈ રહી છે. તે સ્થળ પર અનુજની રાહ જોશે. આ સાથે તેના મગજમાં ઘણી બધી વાતો પણ ચાલશે. અનુપમા આજે અનુજ કાપડિયા સામે છેલ્લો નિર્ણય આપવા જઈ રહી છે. અનુજ પણ અનુપમાનું પર્ફોર્મન્સ જોવા માટે આતુર હશે પણ રસ્તામાં તેનો અકસ્માત થશે. અનુપમા સાથે, બાકીના લોકો પણ અનુજની રાહ જોશે, પરંતુ પોલીસ તેમને અનુજના અકસ્માત વિશે ટૂંક સમયમાં જાણ કરશે. હવે જોવાનું એ રહેશે કે અનુજ કાપડિયાના અકસ્માત પાછળનું રહસ્ય શું છે ? પોલીસને કોની લાશ મળશે ? શું ખરેખર અનુજ કાપડિયાનું મૃત્યુ થશે ? અનુપમાનો નવો એપિસોડ જોયા પછી લોકોના મનમાં આવા અનેક સવાલો આવવાના છે.