ભયંકર મોટો સાપ ડ્રમમાં ફસાઈ ગયો અને જોઈને લોકોની આંખો ફાટી ગઈ, જુઓ ધબકારા વધારી દેતો વીડિયો

સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ વીડિયો વાયરલ થતાં રહે છે અને લોકો ચોંકી જતા હોય છે. કેમ કે અમુક વીડિયો એટલા ખતરનાક હોય છે કે પહેલી નજરમાં તો વિશ્વાસ પણ ન આવે. હાલમાં પણ એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ખરેખર ચોંકાવનારો અને ભયંકર છે. જો કે તેની હકીકત કંઈક અલગ જ સામે આવી રહી છે. સાપને લઈ માણસોને હંમેશાં રસ પડ્યો છે. આવો જ એક વિશાળ એનાકોન્ડાનો વીડિયો સોશિયલ મીડિયા પર લાખો વખત જોવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એનાકોન્ડાનો આ વીડિયો વાયરલ થતાં વધારે વાર લાગી નહીં. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે પાણીમાં ઝડપથી આવી રહેલો એક એનાકોન્ડા કેવી રીતે કાંઠે રાખેલા ડ્રમમાં ફસાઈ જાય છે અને તેમાંથી બહાર નીકળવા માટે કલાકો સુધી ફફડે છે.

image source

વીડિયોમાં એક કાદવ ભરેલા તળાવના કાંઠે વાંસના વાદળી ડ્રમમાં એક વિશાળ સાપ ફસાઈ ગયો હતો. તે ડ્રમમાંથી બહાર આવવા માટે તરફડી રહ્યો હતો, પરંતુ કોઈએ તેની નજીક જવાની હિંમત ન કરી. જેણે પણ આ વીડિયોને ટ્વિટર પર શેર કર્યો છે તે જોઈને તેની આંખો પહોળી રહી ગઈ. એમાં એનાકોન્ડાની લંબાઈ 50 ફુટથી વધુ કહેવામાં આવી રહી છે.

image source

જો કે વીડિયોમાં સાપ જેટલો વિશાળ દેખાતો હતો, તે ખરેખર તેટલો ભીષણ નહોતો. ફેક્ટ ચેકિંગ વેબસાઇટ સ્નૂપ્સ અનુસાર, વીડિયો નાના સાપને એક વિશાળમાં હેરાફેરી કરવા માટે બનાવવામાં આવ્યો હતો.

image source

વીડિયોમાં જોવા મળેલ વાદળી રંગનો ડ્રમ એ નાના પાઇપ સિવાય બીજું કશું નહોતું. જ્યારે વીડિયોની મૂળ ક્લિપ સામે આવી ત્યારે તે જાણવા મળ્યું કે કાદવવાળા તળાવમાં એક જગ્યાએ થોડું પાણી ભરેલું હતું.

એટલું જ નહીં મોટા વાંસના અવરોધકો માત્ર નાની નાની ડાંડીઓ જ હતી. આ પહેલીવાર નથી જ્યારે કોઈ સાપ સાથે કોઈ વીડિયોમાં ચેડાં કરવામાં આવ્યા હોય અને તેને આટલો વિશાળ બતાવવામાં આવ્યો હોય. ઇન્ટરનેટ પર જ્.યારે જ્યારે આવા વીડિયો સામે આવ્યા છે ત્યારે ત્યારે જોનારાઓની આંખો ફાટી ગઈ છે. આવા વીડિયોઝ ઇન્ટરનેટ પર વાયરલ થવામાં વધુ સમય લાગતો નથી અને તરત જ વાયરલ થઈ જાય છે. તે જ રીતે આ વીડિયો પણ વાયરલ થઈ ગયો અને જનતા ચોંકી ગઈ છે.

પરંતુ ત્યારે હકીકત સામે આવી ત્યારે કઈક અલગ જ રાહત થઈ અને લોકોને આવા ખોટા વીડિયો વિશે જાણકારી મળી એનો આનંદ થયો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત