લો બોલો ભેંસે પાણી પીધું ને લથડીયા ખાવા લાગી, તપાસ કરી તો મળી આવ્યો દારૂનો જથ્થો.

ગાંધીનગરના ચિંલોડામાંથી પાંચ દિવસ અગાઉ વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો અને હવે એ અંગે એક નવો ખુલાસો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે ગાંધીનગરના ચિલોડા પંચવટીવાસથી થોડેક દૂર આવેલા ગમાણમાં બે ભેંસ અને બે પાડી હવાડાનું પાણી પીધા પછી અચાનક જ ડોલવા લાગી હતી અને આ જોઈને તેનો માલિક આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

ભેંસો દારૂ પીધેલાની જેમ લથડિયાં ખાવા લાગી હતી એટલે ભેંસોની સારવાર કરનારા ડોક્ટર પાસે લઈ જવામાં આવી, આ ડોકટરે ક્રાઇમ બ્રાંચને ફરિયાદ કરતાં પોલીસે 35 હજારની કિંમત 101 બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડી ફરાર બે ઈસમોને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.

image source

ગાંધીનગરના ચિલોડા મુકામે બે ભેંસ અને એક પાડો પંચવટી વાસ ખાતેની ગમાણની જગ્યામાં ચરવા માટે ગઈ હતી અને એ વખતે આ ભેંસોએ ગમાણના હવાડામાંથી ધરાઈને પાણી પીધું હતું, પણ પાણી પીધાંની થોડી વાર પછી અચાનક જ ભેંસો લથડિયાં ખાવા લાગી હતી અને ભેંસોના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું હતું. આ જોઈ ભેંસોનો માલિક આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

ભેંસોની તબિયત થોડીવાર પછી વધુ લથડવા લાગી હતી એટલે એમના માલિકે કુજાડના પશુ-ચિકિત્સકનો સંપર્ક કર્યો હતો. સ્થળ પર આવેલા પશુ-ડોક્ટરે ભેંસોને ચકાસી જરૂરી દવા લખી આપી હતી, પરંતુ ભેંસોએ જે હવાડામાંથી પાણી પીધું હતું એ પાણી દારૂ મિશ્રિત હોવાની ડોકટરને શંકા ગઈ હતી જેથી આ અંગે ડોક્ટરે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરી હતી, જેને પગલે ક્રાઇમ બ્રાંચના જમાદાર દિલીપસિંહ દ્વારા ઉક્ત સ્થળ પર રેડ કરવામાં આવી હતી.

image source

જ્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રેડ પાડવામાં આવી એ દરમિયાન ગમાણના હવાડામાં એક ઈસમ કાંઈ કરતો હોવાનું માલૂમ પડતાં પોલીસ ટીમે તેને ઝડપી લઈ હવાડામાં તલાશી શરૂ કરી હતી, જેમાથી પોલીસને 35 હજારની 101 વિદેશી દારૂની બોટલ મળી આવતાં દિનેશ ઠાકોરની ધરપકડ કરી ફરાર અંબા રામ ઠાકોર તેમજ રવિ ઠાકોરને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.

આ બૂટલેગરોએ દારૂનો જથ્થો હવાડા સહિત આસપાસમાંમાં સંતાડી રાખ્યો હતો અને એ જ હવાડામાંથી પાણી પીધા પછી ભેંસો લથડિયાં ખાવા લાગી હતી અને એની સારવાર માટે પશુ-ડોક્ટરને બોલાવાતાં સમગ્ર બનાવનો ભાંડો ફૂટી જવા પામ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!