એક એવો ભિખારી જેના ઘરેથી મળ્યા અઢળક રૂપિયા, રકમ જાણીને તમે પણ બોલી ઉઠશો OMG!

આંધ્રપ્રદેશની તિરુમાલા પહાડી શૃંખલામાં સ્થિત તિરુપતિ બાલાજીનું મંદિર પ્રખ્યાત છે. અહીં ઘણા ખરા સામાન્ય ભક્તો અને VIP ભક્તો પણ સમયાંતરે આવતા હોય છે અને સારું એવું દાન પણ કરતા જાય છે. આમ તો દરેક ધાર્મિક સ્થાનોની બહાર ભીખ માંગનારાઓની લાઈનો લાગેલી હોય જ છે પરંતુ આ ભિખારીઓની અમુક એવી એવી હકીકતો પણ ખુલતી હોય છે જેને જાણીને આપણને વિશ્વાસ પણ ન બેસે કે આ હકીકત છે. ઉપરોક્ત તિરુપતિ બાલાજી મંદિરમાં પણ આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે.

image source

અહીં મંદિરે આવતા લોકોને ટીકો લગાવી તેની પાસેથી પૈસા માંગતા એક વ્યક્તિના મૃત્યુ બાદ તેની લાખો રૂપિયાની રકમ મળી આવી હતી. બે મોટા સંદૂકમાં ભરેલા આ પૈસા મળ્યા બાદ જિલ્લા વહીવટી તંત્રએ આ પૈસાનો સરકારી લીધો હતો. પૈસા માંગી ગુજરાન ચલાવતા એ વ્યક્તિના રૂમનો કબ્જો થઇ રહ્યો હોવાના સમાચાર મળ્યા બાદ વહીવટી તંત્રે તાત્કાલિક આ કાર્યવાહી કરી હતી. મંદિરે બેસીને પૈસા માંગતા આ વ્યક્તિનું નામ શ્રીનિવાસન હતું અને તે 64 વર્ષના હતા.

તેઓ તિરૂપતિ મંદિરે આવતા વીઆઈપી લોકોને ટીકો લગાવી તેમની પાસેથી ભીખ સ્વરૂપે પૈસા માંગતા હતા. જયારે પણ કોઈ વીઆઈપી વ્યક્તિ મંદિરે આવતા તો આ વ્યક્તિ તેની પાસેથી ત્યાં સુધી ન ખસતો જ્યાં સુધી તે તેને ટીકો કરવા બદલ કોઈ ભેંટ કે રકમ ન આપી દે. આ ભિખારીના ઓરડામાંથી જ બે મોટા બોક્સમાં ભરેલા લાખો રૂપિયા મળી આવ્યા છે. છેલ્લા એક વર્ષથી અમુક તત્વો ઉપરોક્ત વ્યક્તિ શ્રીનિવાસનના શેષાચલમાં આવેલા ઘર પર ગેરકાયદેસર કબ્જો જમાવવા ઇચ્છતા હતા.

image source

એ લોકોને એવા અંદાજ હતો કે શ્રીનિવાસન પાસે લાખો રૂપિયા છે. એટલા માટે પાડોશીઓએ TTD ના અધિકારીઓ અને પોલીસને આ બાબતે સૂચના આપી હતી. માહિતી મળતા જ પહોંચેલા અધિકારીઓએ જયારે ઘરમાં આટલી મોટી રકમ જોઈ તો તેમને પણ વિશ્વાસ નહોતો આવતો. TTD અધિકારીઓને જાણવા મળ્યું કે શ્રીનિવાસનનો કોઈ પરિવાર નથી ત્યારે તેની સંપત્તિ પર દાવેદારીની આશંકા દરમિયાન વિજિલન્સ અને રાજસ્વ વિભાગની ટીમે તપાસ કરતા કુલ 6 લાખ 15 હજાર 50 રૂપિયા મળી આવ્યા હતા.

image source

થોડા સમય પહેલા જ બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ જયારે આ મંદિરે આવી હતી ત્યારે શ્રીનિવાસન તેની પાછળ ગયા હતા અને દક્ષિણા લઈને જ પરત ફર્યા હતા. તે હંમેશા વીઆઈપી લોકો પાસેથી અચૂક દક્ષિણા માંગી લેતા. એક કહેવત મુજબ માણસ ખાલી હાથે જ આવે છે અને ખાલી હાથે જ દુનિયા છોડીને જાય છે. તે વાત આ ભિખારી પર પણ લાગુ થઇ રહી છે. હવે મૃત્યુ બાદ તેની સંપત્તિ સરકારી ખજાનામાં રાખી દેવામાં આવી છે.

તેની યુવાવસ્થામાં બાલાજી ધામ પહોંચેલા શ્રીનિવાસનને તિરુપતિ મંદિરે શ્રદ્ધા હતી. તેનો સ્વભાવ પણ સારો હતો અને લોકો વિનમ્ર હોવાને કારણે તેને પસંદ કરતા હતા. મંદિરે આવતા લોકો તેના હાથેથી માથા પર ટીકો લગાવીને જતા અને તેના બદલામાં તેને કઈંક દક્ષિણા આપતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!