ગુજરાતના આ શહેરમાં જો તમને કોઈ ભીખ માગતાં બાળકો દેખાય તો તમારે માત્ર 100 નંબરમાં માહિતી આપશો, તો મદદ મળશે

હવે જો સુરત શહેરમાં બાળકો ભીખ માગતાં દેખાય તો જાગ્રત નાગરિકો તેની માહિતી100 નંબર પર આપી શકશે

આપણે ઘણીવાર રસ્તા પર નાના નાના બાળકોને ભીખ માંગતા જોયા જ હશે. ઘણીવાર તો એ નાનકડા બાળકને ભીખ માંગતું જોઈ આપણું હૃદય પણ દ્રવી ઉઠે છે. એ ભૂખથી ટળવળતો ચહેરો જોઈ આપણને ઘણીવાર દયા આવી જતી હોય છે. પણ સુરત શહેરમાં એક અનોખો પહેલ કરવામાં આવી છે. સુરત શહેરમાં જો તમને કોઈપણ જગ્યાએ આવા નાના બાળકો ભીખ માગતાં દેખાય તો તમે એક જાગ્રત નાગરિક તરીકે પોલીસને 100 નંબર પર કોલ કરી માહિતી આપી શકો છો, જેથી પોલીસ તાત્કાલિક જે તે સ્થળે પહોંચી બાળકને બચાવી લેશે અને એટલું જ નહીં આ બાળક પાસે ભીખ મંગાવનારા સામે કાર્યવાહી પણ કરાશે, એવું પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું છે.

image source

સુરત શહેરમાં ખાસ કરીને ધાર્મિક સ્થળોની બહાર અને ટ્રાફિક સિગ્નલો પર નાનાં બાળકો પાસે ભીખ મંગાવતા હોવાના કેટલાક કિસ્સાઓ આ અગાઉ સામે આવ્યા હતા, જેને કારણે સીપીએ નાનાં બાળકો પાસે ભીખ મંગાવતા વાલીઓ સામે કડક કાર્યવાહીનો આદેશ કર્યો હતો, સાથે સીપીએ ટ્રાફિક-પોલીસ અને સ્થાનિક પોલીસને પણ આ બાબતે જાણ કરી છે.

જો બાળક નાનપણથી જ ભીખ માંગતા શીખ્યો હોય તો એ બાળક મોટો થઈ ગુનાખોરીના રસ્તે જઈ શકે છે, જેથી પોલીસે સુધારાલક્ષી ઝુંબેશ હાથમાં લીધી છે.

image source

પોલીસે 28 બાળકોને બચાવી લીધા છે.

26મી ડિસેમ્બરના રોજ મિસિંગ સેલ દ્વારા અડાજણથી 5 બાળકને બચાવી લેવાયા હતાં, જેમાં 4 બાળકો તો એવા છે જેમને તેનાં માતા-પિતા રોજ 500 રૂપિયાની ભીખ તો મળવી જ જોઈએ એ માટે દબાણ કરતાં, ખટોદરામાં 10 બાળકને બચાવી લેવાયા હતાં. સરથાણામાંથી 9 બાળકોને રેસ્ક્યૂ કરાયાં. ઉધનામાં ચાઇલ્ડ લેબરે 4 બાળકને રેસ્ક્યુ કરાયાં હતાં.

પુરાવા આપ્યા બાદ આ બાળકો એમના વાલીને અપાશે

image source

પોલીસને ભીખ માગતાં જે બાળકો મળી આવે છે તે તમામને પહેલા બાળગૃહમાં મોકલી આપવામાં આવે છે, જ્યાં તેનું કાઉન્સેલિંગ થાય અને પછી મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. જ્યારે આ બાળકોને એમના વાલીઓ લેવા આવે ત્યારે પુરાવા આપવાના હોય છે. તે પુરાવા પોલીસ વેરિફાય કરે છે અને એ પછી એનઓસી આપે છે ત્યાર પછી જ બાળકને વાલીને સોંપવામાં આવે છે.

image source

શહેરના સરથાણા વિસ્તારમાં ગુરુવારે સાંજે મંદિર પાસે ભીખ માગતાં 4 બાળકને બચાવી લેવાયા હતાં. જેમાંથી બે બાળકમાં એકની ઉંમર 17 અને બીજાની ઉંમર 16 વર્ષની છે. બન્ને ભાઈ મૂળ પાટણના છે. આ બંને ભાઈઓને ભીખ માંગીને જે રૂપિયા મળતા એ તેઓ વતનમાં માતા-પિતાને આપવા જતા હતા. 9 વર્ષ અને 7 વર્ષના બાળકની ભીખના રૂપિયા બીજા લોકો લઈ લેતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત