શું તમને ખબર છે આ અભિનેતા વિશે, જે ફિલ્મોમાં ભજવતો પોલીસનુ પાત્ર, પણ વાસ્તવમાં કરતો આવુ ના કરવાનુ કામ

ફિલ્મોમાં પોલીસનું પાત્ર ભજવતો અભીનેતા વાસ્તવમાં કરતો હતો એવું કા, કે જાણીને પણ ચોકી ઉઠશો

image source

હાલમાં જ એક ફિલ્મી ઢબે ઘટતી ઘટનાં સામે આવી છે. આપને જણાવી દઈએ કે લખનૌ પોલીસે લક્ઝરી ગાડીઓની ચોરી કરતી એક મોટી ટુકડીનો પર્દાફાસ કર્યો છે. આ ઘટનામાં પોલીસે એક જ ટુકડીના પાંચ જેટલા લોકોની ધરપકડ કરી છે અને આ ટુકડી પાસેથી લગભગ 5 જેટલી કિંમતના ૫૦ જેટલા લક્ઝરી વાહનો કબજે કર્યા છે. જો કે ચોકાવનારી વાત તો એ છે કે આ ગેંગમાં ભોજપુરી અભિનેતા નાસિરનો પણ સમાવેશ થાય છે, જે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે.

૫૦ થી વધારે લક્ઝરી વાહનો

image source

આ અંગે લખનૌના પોલીસ કમિશ્નર સુજિત પાંડેએ મીડયા સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્યની રાજધાનીમાં આકસ્મિક પ્રકારે કારોની આડમાં ચોરી કરેલ વાહનોની ખરીદી અને વેચાણ કરતા લોકોની ટોળી સામે આવી છે. જો કે ડીસીપી (પૂર્વ) સોમેન વર્મા અને તેમની ટીમે દ્વારા ધરપકડ કરાયેલ આરોપીઓ પાસેથી બીએમડબલ્યુ, ઇનોવા જેવી ૫૦થી વધારે લક્ઝરી વાહનોને કબજે કરવામાં આવ્યા હતા.

50 હજાર રૂપિયાનું ઇનામ

image source

જો કે એમણે જણાવ્યું હતું કે આવી ટોળકીનો પર્દાફાશ કરનાર ટીમને 50 હજાર રૂપિયાનું રોકડ ઇનામ પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારે ચોરાયેલ વાહનોની રિકવરી માટે લખનૌ પોલીસ હાલમાં દિલ્હી સહિત અનેક શહેરોની પોલીસ સાથે સંપર્કમાં છે અને વધારે તપાસ હાથ ધરી રહી છે. જો કે આ ઘટનામાં સૌથી ચોકાવનારી વાત એ હતી કે આ ગેંગમાં ભોજપુરી અભિનેતા નાસિર પણ ઝડપાયો હતો. આપને જણાવી દઈએ કે આ નાસીરે ત્રણ જેટલી ભોજપુરી ફિલ્મોમાં પોલીસની ભૂમિકા ભજવી છે.

અનેક રાજ્યોમાં ફેલાયેલ નેટવર્ક

image source

આ કિસ્સામાં એક આરોપી જે પોતાને વેલ્ફેર બોર્ડનો એસડીઓ ગણાવે છે એવો વ્યક્તિ ઓમી પાલ ફરાર છે તેમજ આ ઉપરાંત રિઝવાન નામનો એક આરોપી પણ મળ્યો નથી. જો કે માહિતી મળી છે એ પ્રમાણે હાલમાં એ એક મોટો ઉદ્યોગપતિ બનીને બેંગકોકમાં પોતાની હોટલ ખરીદવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે આ ટુકડીના તાર નેપાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી તેમજ હરિયાણા સહિત અનેક રાજ્યો સાથે જોડાયેલા છે. આ બધા જ લોકો ચોરી કર્યા પછી વાહનને રીનોવેટ કરતા હતા અને એ વાહનને અલગ બનાવીને વેચી પણ દેતા હતા.

પોલીસે ખરીદી ઈનોવા

image source

જો કે આ ટુકડી બધા જ કર્યો જાતે નથી કરતી. અલગ અલગ કર્યો માટે આ ક્ષેત્રમાં અલગ અલગ લોકો કામ કરી રહ્યા છે. જો કે મુખ્ય ત્રણ ટોળકીમાં એક કાર ચોરીનું કામ કરે છે, તો બીજી ટોળકી કારની ચેસીસ નંબરને બદલીને નવી ચેસીસ નંબર બનાવતા હતા અને આ સાથે રહેલી ત્રીજી ટોળકી આ વહોનોના વેચાણ અને વીમાના કાર્યો પણ કરે છે. જો કે આ સંપૂર્ણ ઘટનામાં એક ખાનગી વીમા કંપની પણ જોડાયેલી છે. આ આખી સાંકળને એક સાથે ઝડપી લેવા પોલીસે એક ઈનોવા કાર ખરીદી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત