આ જેલમાં રોજા દરમ્યાન મુસ્લિમ કેદીઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે એનુ સંપૂર્ણપણે રાખવામાં આવે છે ધ્યાન

150 હિંદુ મહિલા કેદીઓ રાતે ઉઠીને, 500 મુસ્લિમ મહિલા કેદીઓ માટે બનાવે છે સહરી, ઇફ્તારી અને ભોજન

image source

ભોપાલ સેન્ટ્રલ જેલ (Bhopal Central Jail) માં કોવિડ -19 (COVID-19) ના આ સંક્રમણ દરમ્યાન પણ હિંદુ-મુસ્લિમ કેદીઓમાં ભાઈચારો અંકબંધ છે. રમજાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને એવામાં જેલમાં 150 હિંદુ કેદીઓ, 500 મુસ્લિમ કેદીઓ માટે અડધી રાતે ઉઠીને સહરી તૈયારી કરે છે. આટલું જ નહીં પણ સાંજે ઇફ્તારી સાથે જમવાનું પણ હિંદુ કેદીઓ બનાવે છે. ભોપાલ સેન્ટ્રલ જેલમાં લગભગ 3000 જેટલા કેદીઓ બંધ છે. તેમાં 500 જેટલા કેદી મુસ્લિમો છે. આ બધા કેદીઓએ રમઝાન મહિનો ચાલતો હોવાથી રોજા રાખ્યા છે.

જેલ મેનેજમેન્ટ રાખે છે મુસ્લિમ કેદીઓનું ધ્યાન

image source

લોકડાઉન પહેલા જેલ મેનેજમેન્ટ ઉપરાંત બાહ્ય સંસ્થાઓ દ્વારા ઇફ્તારી અને ભોજનની વ્યવસ્થા થઈ જતી હતી. પરંતુ લોકડાઉન વચ્ચે પણ હાલમાં જેલ મેનેજમેન્ટ દ્વારા પૂરતું ધ્યાન રાખવામાં આવતું હતું.

આ મુસ્લિમ કેદીઓ માટે હિંદુ કેદીઓ રાત્રે 3:00 વાગ્યે ઉઠી સહરી તૈયાર કરે છે. આ સહરીમાં કેદીઓને ચા અને રોટલી આપવામાં આવે છે. તેની સાથે સાંજની ઇફ્તારીની જવાબદારી પણ આ હિંદુ કેફીઓની જ છે. ઇફ્તારીમાં એમને તરબુચ, મૌસમી ફળ, ખજુર અને દૂધ આપવામાં આવે છે. રસોઈ બનાવતા સમયે અને નમાઝ વાંચતા સમયે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે છે. મુસ્લિમ કેદીઓને ભોજનમાં દાળ, ભાત, શાકભાજી અને રોટલી આપવામાં આવે છે.

મુસ્લિમ કેદીઓ માટે નમાજની વ્યવસ્થા

image source

સિમી કેદીઓને છોડીને સામાજિક ડિસ્ટન્સ હેઠળ જેલની અંદરની તમામ મુસ્લિમ કેદી નમાજ વાંચે છે. જેલ અધિક્ષક દિનેશ નરગાવે જણાવ્યું કે, રોજા દરમ્યાન મુસ્લિમ કેદીઓને કોઈપણ રીતની કોઈ તકલીફ ન પડે એનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. સાથે જ જેલની અંદર નિરીક્ષણ દરમ્યાન મુસ્લિમ કેદીઓ સાથે પણ વાતચીત કરવામાં આવે છે. એમને યોગ્ય સમયે તમામ વસ્તુઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. જેલ મેન્યુઅલના હિસાબથી બધા કેદીઓને ભોજન આપવામાં આવે છે. નમાજ વાંચવા માટે અલગ રીતે વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રોજા રાખવાવાળા કેદીઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. જેલમાં ભારે સામગ્રી પર સંપૂર્ણ નિયંત્રણ રાખવામાં આવ્યું છે.

29 સિમી કેદીઓએ રાખ્યા રોજા

image source

સેન્ટ્રલ જેલ 29 સિમી કેદી પણ બંધ છે. આ કેદીઓએ પણ રોજા રાખ્યા છે. જેલ મેનેજમેન્ટ દ્વારા આ કેદીઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેલના અધિકારીઓએ જણાવ્યું છે કે સલામતીનું વિશેષ ધ્યાનમાં રાખીને જ આ સિમી કેદીઓના બેરેકમાં જ તે તમામ સુવિધાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેમને પણ બાકીના મુસ્લિમ કેદીઓની જેમ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કોઈ પણ જાતનો ભેદભાવ જેલમાં કરવામાં આવતો નથી. જેલ મેન્યુઅલના હિસાબથી દરેક સામગ્રી તમામ કેદીઓને આપવામાં આવે છે. રમજાનના મહિનાઓમાં દરેક મુસ્લિમ કેદીઓનું સંપૂર્ણ ધ્યાન રાખવા આવે છે.

source :daily hunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત