યાત્રીઓથી ખીચોખીચ જતી ટ્રેનમાં અડધી સીટો રહી ખાલી, ટ્રેનના મુસાફરોમાં એટલો ભય હતો કે કોઈ વાતચીત પણ નહોતી થતી

યાત્રીઓથી ખીચોખીચ જતી ટ્રેનમાં અડધી સીટો રહી ખાલી – ટ્રેનના મુસાફરોમાં એટલો ભય હતો કે કોઈ વાતચીત પણ નહોતી થતી

image source

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં સંક્રમિતોનો આંકડો બે લાખને ક્રોસ કરી ગયો છે. પણ દેશને જો આર્થિક રીતે પગભર રાખવો હોય તો બધા જ ધંધારોજગારને ધીમે ધીમે ગતિમાં લાવવાની સરકારની તેમજ પ્રજાજનોને પણ ફરજ પડી છે અને માટે જ લોકડાઉનના પાંચમાં ચરણમાં અથવા કહો કે અનલોકના પહેલા ચરણમાં ધીમે ધીમે વ્યવહારો ચાલુ કરવામાં આવી રહ્યા છે. અને તે હેઠળ કેટલીક ટ્રેનો પણ શરૂ કરવામા આવી છે. જો કે તેમાં પણ ઘણી બધી મર્યાદાઓ બાંધવામા આવી છે.

દેશના વિવિધ ખૂણે લોકો પોતાના વતનથી દૂર ફસાઈ ગયા છે. અને વાહન વ્યવહારના ખૂલવાની રાહ જોઈ રહ્યા છે. પણ અપેક્ષાથી દૂર ટ્રેનમાં જોઈએ તેટલી મુસાફરોની સંખ્યા જોવા નથી મળી રહી. જે ટ્રેનો મુસાફરોથી ઉભરાતી હતી ત્યાં અરધી સીટો ખાલી જઈ રહી છે અને મુસાફરો એટલા ભયભીત છે કે એકબીજા સાથે વાત પણ નથી કરી રહ્યા.

image source

આ ટ્રેનનું નામ શન – એ – ભોપાલ એક્સપ્રેસ છે, હબીબગંજથી હજરત નિજામુદ્દીનથી આ ટ્રેન માત્ર 50 ટકા મુસાફરો સાથે જ ઉપડી હતી. ટ્રેનમાં પહેલાં કરતાં ક્યાંય વધારે સ્વચ્છતા હતી. પહેલાં કરતાં ક્યાંય વધારે શાંતિ હતી. પણ આ શાંતિ સ્વાભાવિક નહોતી પણ એક ભયના કારણે ઉત્પન્ન થયેલી શાંતિ હતી. પહેલાં જેવી રોનક તો જરા પણ નહોતી. દરેક મુસાફરોના ચહેરા પર ચિંતાની રેખાઓ જોઈ શકાતી હતી. બધાના ચહેરા પર માસ્ક લાગેલા હતા. લોકો વારંવાર સેનેટાઇઝરથી હાથ સાફ કરી રહ્યા હતા. ટ્રેનની કચરા પેટીઓ પણ બિલકુલ ખાલી અને સ્વચ્છ હતી.

image source

એસી કોચની વાત કરીએ કે સ્લીપર કોચની વાત કરીએ બધેજ વાતાવરણ સરખું હતું કોઈ કોઈની સાથે વાત નહોતું કરી રહ્યું બધા જ એકબીજાથી અંતર જાળવી રહ્યા હતા. સામાન્ય રીતે એસી કોચમાં પરદાની વ્યવસ્થા કરેલી હોય છે પણ કોરોનાની મહામારીના કારણે થોડા સમયથી તે પરદા હટાવી દેવામાં આવ્યા છે જેથી કરીને બને તેટલું ઓછું સંક્રમણ ફેલાય. આ સિવાય જે ચાદરની સુવિધા ટ્રેનના એસી કોચમાં મળતી હતી તે પણ હાલ પુરતી હટાવી લેવામાં આવી છે માટે કોઈ એટેન્ડન્ટ પણ ક્યાંય જોવા નહોતો મળતો. જે કોઈ હેલ્પર જોવા મળતા તે પીપીઈ કીટથી સજ્જ જોવા મળતો. તેઓ જ ટ્રેનની લગભગ બધી સેવાઓએનું કામ કરતા હતા.

આ ટ્રેનમાં તે દિવસે માત્ર પાંચ જ લોકોનો સ્ટાફ આપવામાં આવ્યો હતો. જેમાંથી ત્રણ હેલ્પર હતા તો બે મિકેનીક હતા. તેમણે પણ પીપીઈ કીટ પ્રથમ વખત પહેરી હતી માટે તેમને તેમાં ગભરામણ પણ થઈ રહી છે. તેમને પરસેવો પણ ખૂબ વળી રહ્યો હતો પણ કોરોનાથી સુરક્ષિત રહેવા માટે આટલું તો સહન કરવું જ પડે તેમ હતું.

image source

બીજી બાજુ એસીનું ટેમ્પ્રેચર પણ ઉંચું રાખવામાં આવ્યું છે. તેમને 25 ડીગ્રી ટેમ્પ્રેચર રાખવાની સૂચના આપવામાં આવી છે જો કે લોકો દ્વારા માંગ કરવામાં આવે તો તેઓ ટેમ્પ્રેચર ઘટાડી પણ શકે છે. તેમના ઘરના સભ્યોને એ જ ચિંતા થઈ રહી છે કે તેઓ આટલા બધા લોકોના સંપર્કમાં આવશે તો તેમને ક્યાંક કોરોના ન થઈ જાય. પણ ડ્યૂટી તો કરવી જ પડશે અને માટે જ પોતાને સુરક્ષિત રાકવા માટે પીપીઈ કીટ પણ પહેરવી જ પડશે.

અહીંના મિકેનીકે અને તેમના સાથીએ જણાવ્યું કે તેમની મુસાફરી લાંબી હોવાથી તેમણે બે દિવસનું જમવાનુ પોતાની સાથે લીધું છે અને પાણી પણ વધારે લીધું છે, જેથી કરીને તેમને બહારથી પાણી કે ભોજન ન લેવા પડે. તેમાંના એક મિકેનીકની દીકરી માત્ર 2 જ વર્ષની છે અને તેણી તેની માતા સાથે ઉત્તરપ્રદેશના કોઈ ગામમાં લોકડાઉન દરમિયાન ફસાઈ ગઈ છે. તે વળી તેમના સાથી હેલ્પર જણાવે છે કે ગરમી ખૂબ હોવાથી ખોરાક પણ એવો લેવામાં આવ્યો છે જે બે દિવસ સુધી ચાલી શકે અને તેમને બહારનું ખાવાની નોબત ન આવે.

ટ્રેનમાં સ્ટાફ સાવ ઘટાડી દેવામાં આવ્યો છે

image source

પહેલા જે રેગ્યુલર ટ્રેન દોડતી હતી તેમાં 8 ટીટીઈ રાખવામા આવતા હતા પણ હાલની ટ્રેનમાં 3 જ ટીટીઈ રાખવામાં આવ્યા છે. સ્લીપર કોચમાં કોઈ જ ટીટીઈ નહોતા. ભોપાલમાં છેલ્લા 10 વર્ષથી ટીટીની ફરજ બજાવી રહેલા શ્રીમાન જણાવે છે કે સ્ટેશન પર વધારે સ્ટાફ લગાવવામાં આવ્યો છે. ટીટીક ચેકિંગ તેમજ મુસાફરોના નામ, નંબર વિગેરેની નોંધણી ત્યાં જ થઈ રહી છે, જેથી કરીને ટ્રેનમાં ઓછા ટીટીથી કામ ચાલી જાય.

ટ્રેનનો જે સ્ટાફ 50 વર્ષ કરતા વધારે ઉંમર ધરાવે છે તેમને સ્ટેશન પર ડ્યૂટી આપવામાં આવી છે. તેઓ પોતાના આ અનોખા અનુભવને જણાવતા કહે છે કે તેમણે ભોપાલ ટ્રેનની આવી સ્થિતિ પહેલીવાર જોઈ છે. પહેલાંના સમયમા ટ્રેનમાં પગ મુકવાની જગ્યા નહોતી રહેતી, બારે માસ આ ટ્રેન મુસાફરોથી ભરચક રહેતી અને આજે આ ટ્રેનમાં માત્ર 50 ટકા જ મુસાફરો છે.

image source

તેમના સાથી ટીટીઈ કોરોના સાથે જીવવા વિષે કંઈક આવો જુસ્સો રાખી રહ્યા છે. તેઓ જણાવે છે કે કોરોનાનો ભય તો છે જ પણ હવે તેમણે માની લીધું છે કે જે થવાનુ હશે તે થશે. તેમને જો કે ગ્લવ્ઝ, માસ્ક, અને ફેસ શિલ્ડ પહેરવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી તો પડી જ રહી છે પણ જીવન બચાવવા માટે આ તકલીફ તો લેવી જ પડશે. તેમને ચાર વર્ષની દીકરી છે. તેઓ ચાર વર્ષથી ભોપાલ ટ્રેનમાં ફરજ બજાવે છે. તેમને પણ ટ્રેનનું આવું ખાલી દ્રશ્ય પહેલીવાર જ જોવા મળ્યું છે.

મુસાફરો બે મહિનાથી પોતાના પ્રિયજનથી દૂર છે

image source

આ ટ્રેનમાં એક જાણીતી બેંકના ચીફ મેનેજર પદથી રિટાયર્ડ થયેલા વડીલ પણ મુસાફરી કરી રહ્યા હતા. તેમણે પોતાની વાત કહેતા જણાવ્યું કે તેમની પત્ની આગ્રા નજીક ક્યાંક છે અને તેઓ લોકડાઉનના કારણે છેલ્લા બે મહિનાથી ભોપાલમાં ફસાઈ ગયા હતા. ટ્રેન શરૂ થતાં જ તેમણે પોતાની રિઝર્વેશન કરાવી લીધું. તેઓ જણાવે છે કે લગ્ન બાદ પહેલીવાર હું મારી પત્નીથી આટલો બધો સમય દૂરરહ્યો છું. અને આ બે મહિના દરમિયાન મેં જાતે જમવાનું બનાવતા પણ શીખી લીધું.

તો વળી એક મુસાફર મજબુરીના માર્યા હતા તેઓ પોતાની બે મહિનાની બાળકીને ટ્રીટમેન્ટ માટે દીલ્લીની એઇમ્સ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. તેઓ પોતાની પત્ની અને બાળકી સાથે મુસાફરી કરી રહ્યા હતા. તેમણે આ મુસાફરી માટે ઇ પાસ બનાવડાવ્યો જેથી કરીને તેમને ક્યાંય અટકાવવામાં ન આવે અને તેમની બાળકીને યોગ્ય સમયે સારવાર મળી રહે.

image source

ઘણી જગ્યાએ તમે વાંચ્યું હશે સાંભળ્યું હશે કે લોકડાઉન બાદનુ જીવન ઘણું અલગ હશે. અને આ બધા દ્રશ્યો જોઈને તે વાત સાચી પણ લાગી રહી છે. આજે લોકડાઉનના નિયમો ભલે હળવના કરવામા આવ્યા હોય, કાપડ માર્કેટ કે પછી ચપ્પલ માર્કેટ કે બીજા માર્કેટ ભલે ખોલવામા આવ્યા હોય પણ હજુ પણ લોકો બહાર નીકળતા ડરે છે. લોકો જરૂર વગર બહાર નીકળવાનું પસંદ નથી કરતા. બીજી બાજુ કોરોનાના સંક્રમીતોના આંકડામાં પણ કોઈ જ સુધારો જોવામાં નથી આવી રહ્યો. અને હવે લોકોએ સાચે જ કોરોના સાથે પણ કોરોનાથી અંતર રાખીને જીવતા શીખવું જ પડશે. આ એક નવી જ દુનિયા બની ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત