24 વર્ષની પિડીતાએ કહ્યું…’મેં ચીસ પાડી તો તેણે પથ્થર લઈને મારા માથામાં માર્યા, મેં જીવ બચાવવા કહ્યું તું રેપ કરી લે, હું ચીસો નહીં પાડું, કોઈને ફોન પણ નહીં કરું, પરંતુ મને પથ્થરથી મારીશ નહીં…’

“તે મારા શરીરને ચૂંથી રહ્યો હતો, મેં ચીસ પાડી તો માથામાં માર્યો” ભોપાલ રેપ પીડીતાએ કહ્યું.

24 વર્ષની પિંકી( નામ બદલ્યું છે) ભોપાલના કોલાર વિસ્તારમાં રહે છે. તેની સાથે 16 જાન્યુઆરીએ જેકે હોસ્પિટલ પાસે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. પિંકીએ પોતાના બચાવ કરવાનો પ્રયત્ન કર્યો તો તો આરોપીએ તેના માથા પર પથ્થર મારી દીધો હતો. પિંકીને ધક્કો વાગતા તે પડી ગઈ હતી જેના કારણે તેની કરોડ રજ્જૂ પર ગંભીર ઈજા થઈ છે. અને એની સારવાર એમ્સમાં કરવામાં આવી છે અને 42 ટાંકા લેવામાં આવ્યા છે. પણ હાલ એની સ્થિતિ એવી છે કે એ જરાય હલનચલન કરી શકતી નથી.

image source

આ વિશે પિન્કીએ જણાવ્યું છે કે “હું 16 જાન્યુઆરીએ રોજની જેમ સાંજે 7.30 વાગે જેકે હોસ્પિટલ તરફથી દાનિશકુંજ ચાર રસ્તા તરફ ઈવનિંગ વોક પર નીકળી હતી. ત્યારે જ હોસ્પિટલથી આશરે 200 મીટર આગળ નર્સરી નજીક મને સામેથી એક છોકરો આવતો દેખાયો હતો. એ જેવો નજીક આવ્યો કે તરત જ તેણે મને જોરથી ધક્કો માપ્યો.

image source

તેને આગળ જણાવ્યું કે હું રસ્તાની ધાર પર આવેલા પાંચ ફૂટ ઉંડા ખાડામાં પડી ગઈ જેના કારણે મારી કરોડરજ્જૂ ટૂટી ગઈ. તે મારા શરીરને ચૂંથવા લાગ્યો અને મને બચકા ભરવા લાગ્યો. તે મારી સાથે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. હું હાથ પગ હલાવીને બચવાનો પ્રયત્ન કરી રહી હતી પરંતુ તે મને મારી રહ્યો હતો. મેં મારી જાતને બચાવવા ચીસ પાડી તો તેણે પથ્થર લઈને મારા માથામાં ઘણી વખત માર્યો.

image source

પીડીતાએ આગળ કહ્યું કે મને કઈ જ ખબર નહોતી પડતી કે હું શું કરું. એક મીનિટ માટે મને એવું લાગતું હતું કે એ મને જીવતી નહીં છોડે. તેથી મારો જીવ બચાવવા હું એની સામે કરગરી- તું રેપ કરી લે, હું ચીસો નહીં પાડું, કોઈને ફોન પણ નહીં કરું, પરંતુ મને પથ્થરથી મારીશ નહીં. થોડો શ્વાસ તો લેવા દે. મેં આમ કહ્યું એ પછી તેણે પથ્થર મારવાનું બંધ કર્યું. તેણે લગભગ 5 મિનિટ સુધી મારી સાથે રેપ કર્યો. હું હેલ્પ-હેલ્પની બુમો પાડતી હતી. અને એ દરમિયાન મારા નસીબ જોગે મારો અવાજ ત્યાંથી પસાર થતાં એક યુવક-યુવતી સુધી પહોંચી ગયો. બંને મારો અવાજ સાંભળી ઝાડીઓમાં આવ્યા. અને એ છોકરો એ લોકોને જોઈને ડરીને ત્યાંથી ભાગી ગયો.

image source

પિન્કીએ પોતાની આપવીતી જણાવતા આગળ કહ્યું કે, હું બેભાન થઈ એ પહેલાં પેલા યુવક યુવતીએ ફોન કરીને કાર બોલાવી અને મને કારમાં રાખીને લઈ ગયા એટલું મને યાદ છે. . તેઓ મને એમ્સ લાવ્યા હતા. મારી કરોડરજ્જૂ ટૂટી ગઈ છે અને મને માથામાં ઘણી ઈજા પહોંચી છે અને ટાંકા પણ આવ્યા છે.

ડોક્ટર્સે કરોડરજ્જૂમાં સળીયો નાખ્યો છે. મારુ સફળ ઓપરેશન તો થઈ ગયું છે પણ હું જરા પણ હલી શકતી નથી. મારી હાલત જોતા એવું લાગે છે કે હું હવે પછીના 6 મહિના સુધી મારે પથારીમાં જ રહેવું પડશે કોલાર પોલીસ 17 જાન્યુઆરીએ એમ્સ પહોંચી હતી અને તેમણે દાનિશકુંજ ચારરસ્તા પર આવેલા સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ પોતાની કસ્ટડીમાં લીધું છે જેમાં આરોપી પીડિતાને ધક્કો મારતો દેખાઈ રહ્યો છે.

image source

પિન્કીએ પોલીસ પર આક્ષેપ મુકતા કહ્યું કે પોલીસ ત્રણ દિવસ સુધી એવું જ કહેતી રહી કે, આરોપી કોઈ પરિચીત વ્યક્તિ જ હશે. પણ 20 દિવસ પછી તેમણે એકદમ જ જણાવ્યું કે, મહાબલી નગરના એક યુવકે પોતાનો ગુનો સ્વીકારી લીધો છે અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હજી સુધી પોલીસ આરોપીને પીડિતા સામે લઈને આવી નથી.

પીડીતાએ આગળ કહ્યું છે કે મેં આરોપીના અવાજનો ઓડિયો પણ માંગ્યો છે, જેથી હું તેને ઓળખી શકું. પરંતુ પોલીસે એ પણ નથી આપ્યું. આ જીવલેણ હુમલો હતો, રેપનો પ્રયત્ન હતો અને છતા પણ પોલીસ સામાન્ય મારઝૂડનો કેસ માની રહી છે.

કોલાર પોલીસ સ્ટેશનના ટીઆઈ કહ્યું કે, ઘટનાસ્થળ પરથી એક એક્ટિવ મોબાઈલ નંબર મળ્યો છે, જે હરિયાણાના કોઈ છોકરાનો છે. પણ પોલીસનું માનવું છે કે છોકરાનો આ ઘટના સાથે કોઈ સંબંધ નથી. ટીઆઈએ આગળ જણાવ્યું કે અમે બીજા એક છોકરાની ધરપકડ કરી છે. તેની માહિતી અમને એક સાક્ષી દ્વારા આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!