સૌરાષ્ટ્રમાં ભૂકંપના 3.2ની તીવ્રતાના આંચકા, જાણો ક્યાં અનુભવાયા આ આંચકા

છેલ્લા થોડા સમયથી ભૂકંપના આંચકાનું સેન્ટર કચ્છને બદલે સૌરાષ્ટ્ર બન્યું છે. અગાઉ કચ્છમાં ફોલ્ટ લાઈન એક્ટિવ હોવાથી અવાર નવાર અલગ અલગ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાતા હતા. પરંતુ હવે આ આંચકા સૌરાષ્ટ્રમાં અનુભવાઈ રહ્યા છે. આજે પણ સૌરાષ્ટ્રમાં ભૂકંપના એક પછી એક એમ ત્રણ આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે આ આંચકાથી કોઈપણ પ્રકારની જાનમાલની નુકસાની થઈ ન હતી. પરંતુ ધરા ધ્રુજતાં લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.

image source

ભૂકંપની મળતી માહિતી અનુસાર સૌથી પહેલો આંચકો તાલાલા પંથકમાં મોડી રાત્રે એક કલાકે અને ત્યારબાદ વહેલી સવારે એક એમ બે આંચકા અનુભવાયા હતા. આ સિવાય મોરબીમાં પણ વહેલી સવારે એક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તાલાલા વિસ્તારમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદૂ તાલાલથી 24 કિલોમીટર દૂર નોંધાયું હતું. જ્યારે મોરબી જિલ્લામાં નોંધાયેલા ભૂકંપનું કેન્દ્રબિંદૂ મોરબીથી 12 કિલોમીટર દૂર નોંધાયું હતું.

image source

ગત સપ્તાહમાં ભાવનગર શહેરથી 44 કિલોમીટર દુર સમુદ્રમાં ધરતીકંપના હળવા બે આંચકા નોંધાયા હતા. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા 2ની નોંધાઈ હતી. ભાવનગર સિવાય રાજકોટમાં પણ ગત માસમાં બપોરે 1.25 કલાકે ભૂકંપનો આચંકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 27 કિલોમીટર દૂર નોંધાયું હતું.

image source

જો કે અત્યાર સુધીમાં સૌથી અસરકારક ભૂકંપનો આંચકો સૌરાષ્ટ્રમાં ગત 16 જુલાઈએ આવ્યો હતો. આ સમયે રાજકોટમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાના કારણે લોકોને 26 જાન્યુઆરીએ આવેલા ભૂકંપની યાદ અપાવી દીધી હતી. લોકો પોતાના ઘર બહાર દોડી આવ્યા હતા.

image source

જો કે સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂકંપના આંચકા આવવાનું વધી જતાં લોકોમાં ભય છે તો સાથે જ સિસમોલોજી વિભાગના નિષ્ણાંતો પણ આ મામલે વિગતો મેળવી રહ્યા છે. રાજકોટમાં આવેલા જોરદાર ભૂકંપ બાદ નિષ્ણાંતોની ટીમે સંબંધિત વિસ્તારમાં સંશોધન પણ કર્યું હતું.

image source

છેલ્લા કેટલાક સમયથી જે રીતે આંકચાનું પ્રમાણમાં સૌરાષ્ટ્રમાં વધ્યું છે તેને જોતાં લોકોમાં પણ ભય વધ્યો છે કે ફરી એકવાર 26 જાન્યુઆરી જેવો મોટો આંચકો ન આવે. પરંતુ આ શક્યતાઓને નિષ્ણાંતોએ નકારી છે. તેમનું કહેવું છે કે ફોલ્ટ લાઈન સક્રીય થવાથી આ આંચકા અનુભવાઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત